મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકશો. તબિયતની સાર સંભાળ રાખવા છતાં તાવ, શરદી અને માથાના દુખાવાથી સંભાળજો. ખર્ચનું પ્રમાણ વધી જશે. ખાસ કરીને ડોકટર અને દવા પાછળ ખર્ચ વધી જશે. દસ્તાવેજી કામ કરતા નહીં. રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 01 છે.
Mars’ rule starting today will make it impossible for you to control your temper. Despite taking care of your health, you could have to protect yourself to not catch a fever, cold and headaches. Expenses will rise, especially towards doctors and medications. Avoid getting into or signing any agreements. Pray the Tir Yasht daily.
Lucky Dates: 27, 28, 30, 01
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમારા મનની શાંતિ વધી જાય તેવા કામ કરવામાં સફળ થશો. તમે કરેલા કામમાં જશની સાથે ધન પણ મળતું રહેશે. તમે કમાયેલા નાણાં સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ગામ પરગામ જવાથી ફાયદામાં રહેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
The Moon’s rule till 26th July will make you succeed in doing works that increase your mental peace. You will receive monetary rewards along with fame, in all your endeavours. You will be able to profitably invest your earned income. Travel abroad will prove beneficial. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 25, 26, 29, 30
GEMINI | મિથુન: ક.છ.ઘ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી મગજ પરનો બોજો વધી જશે. માથાનો દુખાવો તથા તાવ ખાસી જેવી બીમારીથી પરેશાન થાય તેવા હાલના ગ્રહો છે. સરકારી કામ કે બેન્કમાં કામ કરતા હો તો તમારાથી કામમાં ભુલ થવાના ચાન્સ છે. સાથે કામ કરનાર વ્યક્તિ પણ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 01 છે.
The ongoing Sun’s rule increases your mental tensions. You could suffer from headaches, fever or cough. There is a chance that you will make mistakes in any government-related work. Your colleagues will go all out to harass you. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 26, 27, 28, 01
CANCER | કર્ક: ડ.હ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને નવા વિચારો નવા કામ કરવામાં સફળ થાય તેવું વિચારશો. શુક્રની કૃપાથી તમારો સેલ્ફકોન્ફીડન્સ વધી જશે. ધનની ચિંતા જરાબી નહીં આવે. ધન મેળવવા થોડી ઘણી મહેનત કરવાથી ચિંતા દૂર થઈ જશે. ખાવા પીવામાં ખર્ચ કરવામાં કોઈ કસર નહીં મૂકો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Venus’ ongoing rule will have you being creative and innovative about new works in which you will taste success. Your self confidence will increase. There will be no financial strain. A little effort will bring in good income. You will spend excessively over food and entertainment. Pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 26, 27, 28
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલશે તમારા મોજશોખ ખુબ વધી જશે. મોજશોખ પાછળ ખર્ચ કરવા છતાં ધનની કમી નહીં આવે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવવામાં સફળ થશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ધણી-ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. એકબીજાના મનની વાત સમજી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 29, 30, 01 છે.
Venus’ rule till 16th August will increase your inclinations towards fun and entertainment. Despite your expenses, you will not face shortage of money. You will be able to make purchases for the house. You could make new friends. Affection between couples will blossom and mutual understanding will greatly increase. Pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 29, 30, 01
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા વિચારોમાં ખોવાયેલા રહેશો. દરેક બાબતમાં નેગેટીવ વિચાર આવતા રહેશે. પૈસાની ખુબ તંગી આવતી રહેશે. કોઈ અંગત વ્યક્તિ તમારા ઉપર નાની બાબતમાં નારાજ થશે. તે વ્યક્તિને મનાવવા જતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 28, 01 છે.
Rahu’s rule till 5th July will have you lost in your thoughts. You will find yourself clouded with negative thoughts in all aspects. Monetary constraints predicted. Someone close will get upset with you over a petty matter. Avoid trying to win that person back. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 25, 27, 28, 01
LIBRA | તુલા: ર.ત.
તમોબી રાહુની સોનેરી જાળમાં ફસાઈ ગયેલા છો. આજથી તમને નાના કામમાં પણ મુશ્કેલી આવશે. તમારા દુશ્મન તમને પીઠ પાછળ પરેશાન કરશે. પ્રેમી પ્રેમીકા એકબીજાને કોઈ પણ પ્રોમીશ આપતા નહીં સંબંધો ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.
Rahu’s ongoing rule starting today makes it difficult for you to do even your small chores. Your detractors will harass you behind your back. Couples are advised to not make any promises to each other. Relationships could deteriorate. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 27, 29, 30
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે જેટલી મહેનત કરશો તેટલું ફળ મેળવી લેશો. સોશીયલ વર્ક સારી રીતે કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવા કોઈની મદદ મળી જશે. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. અટકેલા પૈસા પાછા મેળવવા ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 28, 01 છે.
Jupiter’s rule till 23rd July will bring you as much reward as the effort you put in. You will be able to effectively do social work. You will receive help from someone to get you out of a financial difficulty. You could get a promotion at your workplace. To retrieve your stuck funds, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 27, 28, 01
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તમારા દરેક કામમાં સફળતા મળશે. ચેરીટીના કામો કરી આનંદમાં આવી જશો. તમારી અગત્યની વયક્તિ તમને માન આપશે. ધનની કમી નહીં આવે. અચાનક ધનલાભ મળી જશે. આજથી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.
The onset of Jupiter’s rule will bring you success in all your endeavours. Doing works of charity will bring you much happiness. Someone important to you will show you much respect and admiration. There will be no shortfall of money. Sudden financial gains are predicted. Starting today, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 27, 29, 30
CAPRICORN | મકર: ખ.જ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે આળસુ બની જશો. રોજના કામો સારી રીતે નહીં કરી શકો. શનિને કારણે તમારી તબિયત અચાનક બગડી જશે. સાંધાના દુખાવાથી પરેશાન થશો. વડીલવર્ગ સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. થોડું સહન કરજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 01 છે.
Saturn’s rule makes you lethargic. You will not be able to do your daily chores effectively. Your health could suddenly go down. You could suffer from joint pains. You could end up having arguments with the elderly – you are advised to be tolerant. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 25, 26, 28, 01
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તમારા બધા કામો પુરા કરવા પહેલા લીસ્ટ બનાવી કામ કરશો તો કામ વીજળીવેગે પૂરા કરી શકશો. નાણાકીય ફાયદા થાય તેવા હાલના ગ્રહો છે. જૂના કામ પર વધુ ધ્યાન આપજો. કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Mercury’s rule till 20th July suggests that if you make a list of all the things you need to do, you will be able to complete your works with lightning speed. Financial gains are indicated. Focus on your old tasks. You will receive good news this week. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 27, 28, 29, 30
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને બુધની દિનદશા 23મી જૂનથી શરૂ થયેલી છે. 20મી ઓગસ્ટ સુધી હિસાબી કામ સારી રીતે કરી શકશો. નવા કામ કરવામાં સફળ થશો. જો ચાલુ કામમાં ધ્યાન આપશો તો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે સાથે નાણાકીય ફાયદો પણ થશે. આજથી રોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 01 છે.
Mercury’s rule from 23rd June till 20th August, will help you do your accounts-related works effectively. You will be successful in your new endeavours. You could get a promotion in your current work, alongside an increase in income. Starting today, pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 28, 01
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024