મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આ વરસ તમારી માટે મધ્યમ જશે. વરસની અંતમાં જ્યાંના ત્યાં હશો. જે પણ કામ કરતા હશો તેમાં મહેનત ખૂબ કરવી પડશે. જાન્યુઆરી 2023 બાદ મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. લગ્ન કરવા માગતા હશો તો આવતા જુલાઈ 2023 બાદ જીવન સાથી મળી રહેશે. સ્ટુડન્ટસો માટે વરસ ખુબ જ સારૂં જશે. પોતાની પસંદગીની લાઈન લેવામાં સફળ થશો. તમે વારસાગાત બીમારીથી પરેશાન થતા રહેશો. આ વરસમાં પરદેશ યાને ફોરેન જવાના યોગ આવશે. તેમ છતાં હીંમત કરવી મુશ્કેલ પડશે. નોકરી કરતા હશો તો જાન્યુઆરી સુધી તમારા કામથી તમને પોતાને સેટીસફેશન નહીં મળે. સ્ત્રીઓનું આ વરસ સારૂં જશે પોતાની પસંદગીની વ્યક્તિ મળી શકશે. સ્ત્રીઓએ કોઈ પર આંધળો વિશ્ર્વાસ મુકવો નહીં. નોકરી ચેન્જ કરતા પહેલા બીજી નોકરી ચાલુ કરી પછી જ જૂની નોકરી છોડજો. આ વરસમાં મહાબોખ્તાર નીઆએશ અને અરદીવીશુર આવાંની પુજા કરજો. મોતી કે મુન સ્ટોન પહેરજો.
This year will be temperate for the most part. There will not be much progress or change till the year end. You would need to put in a lot of hard work in all your endeavours. Post January 2023, you will receive support from friends. Those looking to get married will find their life-partners post July 2023. This is a good year for students – they will succeed getting into the academic field of their choice. You will get opportunities to travel abroad this year – however, you will need to face challenges to see this through. The employed will not find much job satisfaction till January. This is a good year for women, they will be able to find like-minded friends. Women are advised not to trust anyone blindly. Those looking for job-change are advised to first get another job before quitting the current one. In this year, pray the Mah Bokhtar Nyaish and pray to Ardavisur Avan. You are advised to wear a moti or moonstone.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આ વરસમાં તમારા કરેલ કામનો બદલો મળીને રહેશે. બીજાના મદદગાર થઈ શકશો. વરસની શરૂઆતમાં પહેલા ત્રણ મહીનામાં તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. ગ્રહોની સ્થિતિ સારી હોવાથી તમે તમારા ઘરમાં ખર્ચ કરીને ઘરને નવું બનાવી શકશો અથવા એકસચેન્જ ઓફર મળી શકશે. ગામ પરગામ અને વિદેશ જવાનો ચાન્સ મલશે. નોકરી કરનાર પોતાના ખર્ચ પર કાબુ મેળવી શકશો. એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. સ્ત્રીઓને યુટરસનો પ્રોબ્લેમ આવી શકે છે. તબિયતની ખાસ કાળજી લેવી પડશે. નાની બીમારીને હલકામાં લેતા નહીં. મનગમતી વ્યક્તિને મનાવી લેશો. નવા કામ કરવામાં સફળ થશો. સ્ટુડન્ટસો મેનેજમેન્ટમાં સારૂં રીઝલ્ટ મેળવી શકશે. જીવનસાથી મેળવવામાં મુશ્ેલી નહીં આવે. લગ્ન કરેલાઓના મતભેદ ઓછા થશે. આ વરસની અંદર તમો મહેર નીઆએશ ભણજો. એમેથીસ્ટ સ્ટોન પહેરવાથી કોન્ફીડન્સ વધશે.
This year, you will reap the fruits of your labour. You will be helpful to others. In the first three months of the new year, you will tend to lose your temper over petty issues. With the grace of the stars, you will be able to either redecorate your home or exchange residence. You will get the opportunity to travel nationally and internationally. Those who are employed will be able control their expenses. You could suffer from acidity. Women could face issues related to the uterus. You will need to take special care of your health and treat even minor ailments with seriousness. New endeavours will be successful. Management students will do well academically. There will be no challenges in finding a life partner. Quarrels between married couples will reduce. Pray the Meher Nyaish through the year. Wearing amethyst will increase your confidence.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આ વરસની શરૂઆત તમારા માટે સારી નથી તેમછતાં મહેનત કરવાથી તમારા ખોટા કામો થતા અટકાવી દેશો. જાન્યુઆરી 10મી પછી તમે શનિની નાની પનોતીમાંથી બહાર આવી જશો. આ વરસની અંતમાં તમે જેટલું કમાશો એટલો ખર્ચ કરી નાખશો. સ્ટુડન્ટસ લોકોએ આ વરસ ખુબ મહેનત કરવી પડશેે. ગુરૂનું બળ સારૂં હોવાથી નોકરી મેળવવામાં સફળ થશો. લગ્ન કરવા માંગતા હશો તો લગ્ન નકકી થવાના ખુબ સારા ચાન્સ છે. મુસાફરીનો ચાન્સ મધ્યમ રહેશે. આ વરસમાં મિથુન રાશિવાળી સ્ત્રીઓને ધણીની તરફથી સારા સમાચાર મળશે. બન્નેમાં મતભેદ ઓછા થતાં જશે. જાન્યુઆરી સુધીમાં વાહન લેવાની ભુલ કરતા નહી. ભાઈ બહેનો સાથે ઓછા મનમેળાપ રહેશે. જાન્યુઆરી બાદ વિદેશ જવાનો યોગ ખુબ બળવાન બનશે. આ વરસમાં આંખ અને સ્કીનના પ્રોબ્લેમ પરેશાન કરશે. ભાગીદારીના કામોમાં સફળતા નહીં મળે. આ વરસમાં નાની હપ્તન યશ્ત ભણજો. એમેથીસ્ટ અથવા એમરાલ્ડ પહેરજો.
The start of the year might not be the best for you. You will be able to stop yourself from doing any negative work. January 10th onwards, you will be free of Saturn’s panvati (inauspicious period). By the year-end, you could end up spending all your earnings. Students will need to work very hard this year. Jupiter’s strong influence will help you to get a job. This is a good time for those looking to get married. Travel opportunities might come your way. Women will receive good news from their husband. Squabbles between married couples will reduce. You are advised to not buy any vehicle till January 2023. Connect with siblings will be limited. January augurs a strong chance for travel abroad. This year, be careful of ailments related to the eyes and the skin. Business partnerships will not be successful. Pray the Nani Haptan Yasht this year. Wear the Amethyst or Emarald stone for good luck.
CANCER | કર્ક: ડ.હ.
આ વરસમાં ધારેલા કામો પુરા કરવામાં થોડીગણી વાર લાગી જશે. ધીરજ રાખીને જે પણ કામ કરશો તેમાં થોડાક સમયબાદ સફળ થશો. જાન્યુઆરી સુધીમાં ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા જશેે. નોકરી ધંધા માટે ગામ પરગામ જવાના ચાન્સ મળશે. રાહુને કારણે વડીલવર્ગની તબિયત પર ખુબ નજર રાખવી. તમારી નાની ભુલ વડીલવર્ગને મોટી મુસીબતમાં નાખશે. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ધનલાભ મળવાથી ઘણા કામો નાણાને જોરે પુરા કરાવી દેશો. તમને દગો આપનારને માફી નહીં આપો. અપોઝીટ સેકસની સાથે સમય પસાર કરી શકશો. તમે આ વરસમાં તમારા કામ પુરા કરીને રહેશો. તબિયતમાં સાંધાના દુખાવાથી અને તાવથી પરેશાન થશો. ઉધારી લેતા નહીં અને કોઈને ઉધાર ધન આપવાની ભુલ કરતા નહીં. મિત્રોથી થતા ફાયદાની વાત પર ધ્યાન આપજો. શેરબજારમાં સમજી વિચારી ઈનવેસ્ટ કરજો. આ વરસમાં સોમવારે સફેદ વસ્તુનું દાન કરજો. આ વરસમાં તીર યશ્ત ભણજો. મોતી પહેરવાથી મનને શાંતિ મળશે.
Your work projects could take extra time to complete. Approaching tasks with a calm mind will bring you success. Squabbles between married couples will continue till January. You will get travel-opportunity abroad for work. Rahu’s influence could impact the health of the elderly, so be observant. Even a small mistake of yours could land them in big trouble. There will be no financial difficulties. With good money coming in, you will be able to take care of many pending issues. You might not forgive those who deceive you. You will spend time with people of the opposite gender. This year, you will be able to complete your works as per plan. Take care of potential ailments like joint-pains or fever. Avoid taking or giving loans. Pay attention to beneficial news shared by friends. Invest in the share market only after giving it good thought. You are advised to donate any white-coloured object on Mondays, this year. Wearing a pearl will bring you peace of mind. Pray the Tir Yasht this year.
LEO | સિંહ: મ.ટ.
આ વરસમાં તમારી જેટલી આવક આવશે તેટલો જ તમે ખર્ચ કરશો. જમીનના કામથી તમને ફાયદો મળશે. આ વરસમાં નાના કામોબી તમે ગણત્રી કરીને આગળ વધશો. જાન્યુઆરી સુધી તમારો માથાના દુખાવો તમને આળસુ બનાવી દેશે. સરકારી કામમાં ખુબ જ ધ્યાન આપજો. લગ્ન કરવા માંગતા હશો તો આ વરસમાં તમારા પસંદગીનો જીવનસાથી મેળવવા માટે ક્ફયુઝ રહેશો. સ્ટુડન્સટસો માટે આ વરસ સારૂં જશે. જે સ્ટુડન્ટસ ફોરેન જવા માંગતા હશે તેને ફોરેન જવાના ચાન્સ ખુબ સારા છે. ઘરમાં તમારા ફાધરને હાઈપ્રેશરની પરેશાની આવી જશે. ખાવા પીવા ફરવા પાછળ ખર્ચ કરવામાં કસર નહીં કરો. ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. ઈન્સ્યોરન્સના નાણા ભરવાનું ચુકી જશો. મિત્રોને સાચી સલાહ આપી શકશો. બીજાનું દિલ જીતી લેવામાં સફળ થશો. ધંધામાં સફળતા મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. મંગળવારે તીર યશ્ત ભણવાનું ચાલુ કરજો. પોખરાજ કે યલો સેફાયર પહેરજો.
You will end up spending as much as you have earned, this year. Business related to property will yield profits. You will keep count of even your small tasks and move ahead in life. Till January, you could experience headaches which make you feel lazy. Be very careful when doing any government-related works. This year, those looking to get married could face confusions as regards their life-partner. This is a good year for students – there is a strong chance for those looking to go abroad. The elderly at home could suffer from high BP. You will not be able to control spending on food, travel and entertainment. You will make investments. You could miss out paying for your insurance. You will be able to provide sincere advice to your friends. You will win over the hearts of others. Work will be successful. You will be able to make purchases for the house. Start praying the Tir Yasht every Tuesday. You are advised to wear Pokhraj or yellow sapphire.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારૂં આ વરસ ખુબ જ સારૂં જશે. તમે તમારા દુશ્મનને હરાવી શકશો. કોર્ટ દરબારમાં જીત થવાના ચાન્સ છે. જે પણ કામ કરશો તેમાં પહેલા પ્લાન બનાવીને આગળ વધજો. કામકાજમાં ખુબ વધારો કરી શકશો. ફકત થોડી રાહુની પોજીશન સારી નહીં હોવાથી તમારે કોઈની ઉપર આંધળો વિશ્ર્વાસ રાખવો નહીં. તમારા કામો પોતાની જાતે કરવા. આ વરસમાં લગ્નના ચાન્સ ખુબ સારા છે. સ્ત્રીઓ પોતાની પસંદગીથી લગ્ન કરી શકશે. સ્ત્રીઓને બેક પેઈન અને યુટરસના પ્રોબ્લમો આવી શકે છે. પોતાના કામમાં મિત્રોની મદદ અવશ્ય લેજો. જીવનમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. જૂના મિત્રોને મળવાથી વધુ આનંદમાં આવશો. ફોરેનની મુસાફરીમાં થોડી હેરાનગતિ આવશે. બહારગામ જવા પહેલા મહેર નીઆએશ ભણજો. એમેથીસ્ટ અથવા એમરાલ્ડ પહેરજો.
This is a very good year for you. You will be able to overpower your enemies. Success will be yours in legal issues. You are advised to plan your moves before going ahead. You will be able to expand your business greatly. In keeping with Rahu’s influence, you are advised not to trust anyone blindly. Do your own work – don’t depend on others. This year, the chances of getting married are very bright. Women will be able to marry the partner of their choice. Women could have potential ailments of back-aches and problems related to the uterus. Accept the help offered by your friends in your work. Someone new will enter your life. Meeting old friends will bring you much joy. Travel abroad could pose challenges. Ensure to pray Meher Nyaish before going abroad. Wearing the Amethyst of Emarald will prove positive for you!
LIBRA | તુલા: ર.ત.
આ વરસ તમારે માટે સારૂં જશે. જો તમે તમારા બોલવા પર કંટ્રોલ રાખશો તો ગ્રહની ચાલ તમને બીજાની નજરમાં અભીમાની બનાવી દેશે. તમને તમારી પોતાની ભુલ સમજાશે નહીં. તેથી વધુ હૈરાન થશો. નોકરી કરતા હો તો વરસમાં જ્યાં હશો ત્યાં રહેશો તો પ્રમોશન મળવાના ચાન્સ છે. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. મતભેદ વધારવા ન માંગતા હો તો આરગ્યુમેન્ટ કરતા નહીં. આ વરસમાં તબિયતની ખુબ કાળજી કરતા મોટી માંદગીથી બચી જશો. સ્ટુડન્સો આ વરસે તમે તમારા ધારેલા માર્કસ-રીઝલ્ટ લાવવામાં મુશ્કેલીમાં આવશો. કોઈ પણ જાતનું ઈનવેસ્ટમેન્ટ કરતા પહેલા દસ વાર વિચાર કરજો. જો તમે મુસાફરી પણ કરશો તો મજબુરીમાં કરશો. મોજશોખમાં વરસ પસાર થાય તેવું દેખાતું નથી. વરસની અંદર મહાબોખ્તાર નીઆએશ ભણજો. ગોમેદ પહેરજો.
This year will pan out well for you. Your ability to hold back on your thoughts will make others perceive you as arrogant. You might not be able to see your own faults and this will lead you into trouble. The employed could expect a promotion, at your current workplace. Married couples will quarrel over petty issues and are thus advised to avoid blowing these out of proportion, by choosing not to argue during these squabbles. If you take good care of your health this year, you will be able to escape a big health issue. Students could find it difficult to get good results. Before making any investments, think things through ten times over. Any travel in the year will be a result of your helplessness, or without your preference. This year doesn’t spare you much time for fun and entertainment. Pray the Mah Bokhtar Nyaish and wear the gomed stone (Hessonite stone).
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આ વરસ તમારા માટે ખુબ સારૂં જશે. જાન્યુઆરી પછી અઢી વરસની પનોતી પણ તમને ખરાબ રીઝલ્ટ નહીં આપે. તમે તમારી બુધ્ધિ પ્રમાણે ધન કમાઈ લેશો. સરકારી કામોમાંથી મુક્તિ મળશે. કોર્ટ-દરબારના કામમાં જીત થશે. થોડીક મહેનત કરવાથી ફસાયેલા નાણા પાછા મેળવવામાં સફળ થશો. આ વરસમાં તમે નવા કામો કરીને ધન મેળવશો. તમારા દુશ્મનને જીતવાનો મોકો નહીં આપો. ગામ-પરગામથી ધન મેળવી શકશો. તમારા માથાનો બાજો ઓછો કરવામાં સફળ થશો. જમીનથી ફાયદો થશે. શેરમાર્કેટમાં સમય પર જે ફાયદો મળતો હશે તે લઈ લેજો. લગ્ન કરનાર માટે આ વરસ ખુબ સારૂં જશે. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. ટેકનીકલના સ્ટુડન્ટસો આ વરસે વધુ ફાયદો મેળવશે. વૃશ્ર્ચિક રાશિની સ્ત્રીઓને સારા મિત્ર મળી રહેશે. આખા વરસની અંદર ગુરૂનું બળ સારૂં રહેશે. સરોશ યશ્ત ભણજો. પોખરાજ કે ટોપાઝ પહેરજો. આ વરસ યાદગાર બનીને રહેશે.
This year will turn out to be great for you. Post January, even the 2.5-year panvati (inauspicious period) will not impact you much. You will earn good money with your intelligence. You will get relief from government-related works. Success is predicted in legal issues. You will be able to retrieve your stuck funds by putting in a little effort. Any new endeavours will bear you profits. You will not spare an opportunity for your detractors. You will get income from across the seven seas. Your mental worries will lessen. Property-related business will be profitable. Withdraw any profits you receive from the share-market – do not reinvest. This is a good year for those looking to get married. Understanding between married couples will flourish. IT (tech) students will do well this year. Women will find good friends. Jupiter’s influence will remain strong through the year. This will be a year for you to remember. Pray the Sarosh Yasht. Wear the Pokhraj or Topaz stone.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આ વરસની અંદર તમે ધન સારૂં કમાઈ લેશો. જે પણ કામ હાથમાં લેશો તે પુરૂં કરીને મુકશો. આ વરસની અંદર તમારે તબિયતની ખાસ દરકાર લેવી પડશે. ધન હોવા છતાં શારિરીક બાબતથી કેટલા હૈરાન થશો તે તમારા જન્મના ગ્રહો નકકી કરશે. લગ્ન કરવા માગતા હશો તો લગ્ન થવાના ચાન્સ ખુબ સારા છે. શારિરીક બાબતમાં ગરમીની અલર્જી, હાઈપ્રેશર અને શ્ર્વાસની બીમારીથી પરેશાન થઈ શકશો. સ્ટુડન્ટસ માટે વરસ સારૂં જશે. ધન રાશિવાળી સ્ત્રીઓને પેટની માંદગીથી સંભાળવું પડશે. નોકરી કરનાર સ્ત્રીઓને મહેનત વધુ કરવી પડશે. જાન્યુઆરી બાદ શનિની સાડાસાતીમાંથી મુકતી મળી જશે. તેથી તબિયતમાં ડોકટરની સાચી સલાહ મળશે. દવા પાછલ ખર્ચ કરવો પડશે. મહેર નીઆએશ ભણજો. મુનસ્ટોન પહેરવાથી કોન્ફીડન્સ વધશે.
Good income is predicted for you this year. You will complete all your projects that you take in hand. You need to take special care of your health. Despite your wealth, the extent of suffering from your physical issues will be decided upon by your birth-chart. This is a good year for those looking to get married. You could experience heat-related ailments, high BP and breathing issues in the year. This is a good year for students. Women need to take care of ailments related to the stomach. Employed women will have to work very hard this year. Post January, you will get free from Saturn’s sade-sati (inauspicious period). You might need medical advice and could end up spending greatly on medical issues. Pray the Meher Nyaish. Wearing the Moonstone will help increase your confidence.
CAPRICORN | મકર: ખ.જ.
આ વરસની શરૂઆત મધ્યમ રહેશે. તેમછતાં જાન્યુઆરી બાદ વધુ સારા સારી થતી જશે. આ વરસની અંદર ગામ પરગામ જવાના યોગ આવતા રહેશે. નોકરી કરનારને પ્રમોશન મળી રહેશે. લગ્ન કરવા માગતા હશો તો આ વરસમાં લગ્ન થઈ જવાના ચાન્સ ખુબ સારા છે. આ વરસની અંદર જાન્યુઆરી સુધીમાં તમારે અપોજીટ સેકસની સાથે સંબંધ બગડે નહીં તેનું ધ્યાન આપજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. એકસપોર્ટ ઈમ્પોર્ટ તથા મેટલના કામથી ધન કમાઈ શકશો. તમે ફકત 14 એપ્રીલ વચ્ચે થોડા ઘણા ડીપ્રેશનમાં આવશો. સ્ત્રીઓ માટે આ વરસ સારૂં જશે. ફકત સોલ્ડર પેઈનથી સંભાળજો. વડીલવર્ગની ચિંતા નહીં આવે. ગુરૂનું બળ સારૂં હોવાથી મિત્રથી લાભ મેળવી શકશો. તમારા હાથથી ચેરીટીના કામો થશે. સ્ટુઢન્ટસો પોતાની મહેનત પ્રમાણે રીઝલ્ટ લાવશે. મહેર નીઆએશ ભણજો. ટોપાઝ પહેરવાથી લગ્નમાં આવતી રૂકાવટ દૂર થશે.
The start of the year will be moderate. However, post January 2023, a lot of improvements will take place in all areas. This year, you will receive many opportunities to travel abroad. A promotion is indicated at the workplace. Those looking to get married could end up tying the knot this year itself. You are advised to take care not to spoil relations with members of the opposite gender, till the year-end. Financial prosperity is indicated. You will earn well in the metal or import-export industry. You could tend to get depressed around 14th April. This is a good year for Capricorn women. Take care of potential shoulder-pain. The elderly will enjoy good health. Under Jupiter’s strong, friends will bring your beneficial opportuniteis. You will do works of charity. Students will receive results based on their hard work. Pray the Meher Nyaish. Wearing the Topaz will help ward off any challenges in the way of your marriage.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આ વરસમાં તમે સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા છો. જાન્યુઆરી બાદ તમારા અઢી વરસ પુરા કરી શકશો. આ વરસમાં નાણાકીય સ્થિતિ સારી રહેશે. જાન્યુઆરી સુધી તમારે પ્રેશરની બીમારીથી ધ્યાન આપવું પડશે. આ વરસની અંદર તમને જમીનના કામથી ફાયદો થશે. નોકરી કરતા હશો તો તેમાં ધન લાભ મલશે પરંતુ પ્રમોશનની આશા રાખતા નહીં. અપોઝીટ સેકસનો સાથ ઓછો મળવાથી કયારે નેગેટીવ વિચારવાળા થઈ જશો. જાન્યુઆરી બાદ તમારી પ્રગતિ વધુ સારી થશે. નવા કામ કરવામાં થોડી મુશ્કેલી આવશે. લગ્ન કરવા માટે જાન્યુઆરી બાદ યોગ સારો છે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. દેશ વિદેશ જવાના ચાન્સ છે. સ્ટુડન્ટસ માટે વરસ મધ્યમ છે. આ વરસમાં તમે તીર યશ્ત ભણજો અને ટોપાઝ પહેરજો.
You are undergoing the sade-sati (inauspicious period) this year, with its 2.5 year tenure ending post January. Financial stability is predicted. You may need to focus on health issues related to BP, upto January. Property-related business will yield profits. The employed will receive financial benefits, though a promotion might not be in the offing. The lack of support from the opposite gender could tend to make you negative. Post January, there will be much progress in your life. It’s also a good period for those looking to get married – you could meet the person of your choice. You might face challenges in new projects. Travel abroad is indicated. This is a moderate year for students. Pray the Tir Yasht. You are advised to wear the Topaz stone.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આ વરસ તમારૂં યાદગાર વરસ સાબિત થશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. ફસાયેલા નાણા પાછા મેળવશો. કોર્ટ-દરબારના કામમાં જીત મળશે. બીજાના મદદગાર થશો. જાન્યુઆરી બાદ શનિની સાડાસાતી પણ તમને વધુ નુકસાન નહીં આપે. જાન્યુઆરી બાદ તમારી જૂની માંદગી ફરી પાછી ન આવી જાય તેની સભાળ રાખજો. તબિયતના બારામાં જેટલા નેગેટીવ વિચાર કરશો એટલા વધુ હૈરાન થશો. બાળકોની ડિમાન્ડ પૂરી કરી શકશો. આ વરસમાં ગુરૂનું બળ સારૂં હોવાથી તમારી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવામાં સફળ થશો. ધણી-ધણીયાણી એકબીજાને સાથ સહકાર આપવા કોઈ કચાશ નહીં રાખે. કદાચ તમે મિત્રો સાથે હળવા મલવાનું ઓછું કરી નાખશો. સ્ટુડન્સો હોટેલ મેનેજમેન્ટ અથવા આર્ટમાં વધુ સારૂં કરી શકશે. દરરોજ સરોશ યશ્ત ભણજો. મોતી પહેરવાથી નેગેટીવ વિચાર ઓછા થશે.
This year will be a memorable one for you. You will be able to surface out of your financial problems – and even retrieve your stuck funds. Legal works will be successful. You will be helpful to others. Post January, Saturn’s sade-sati (inauspicious period) will not be able to impact you much. However, take care to ensure that an earlier illness does not relapse, post January. Thinking negatively about your health will make you feel mentally disturbed. You will be able to cater to the wants of your children. This year, with Jupiter’s strong influence, you will marry the person of your choice. Couples will go all out to support each other. You might reduce meetings with friends. Students of Hotel Management or the Arts will do very well. Pray the Sarosh Yasht. Wearing a moti or pearl, will help keep negative thoughts away.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025