આતશ બહેરામ પાદશાહની ભશમ એક ઘણી મોતેબર વસ્તુ છે. તે એક ચીજ છે કે જે તે પાદશાહનો દુવ્વમ દરજ્જો જલવો રાખે છે. પાદશાહના મીક્ષો અને ઉશ્તાનો હસ્તી અને નીસ્તીના આસ્માનોના મીથ્ર ઉશ્તાન સાથે સંબંધ રાખે છે જેથી મીનોઈ અને હસ્તીની આલમોનાં નુરોનો પ્રભાવ તે પાદશાહમાં રહે છે. આ બધો જલ્વો આતશ પાદશાહની ભશમમાં કરાર પામીને છેક મીનો, સુધીનો સંબંધ રાખી શકે છે.
પાદશાહનાં બાતેન આતશોમાં અને જાહેર આતશમાં અને રખ્યામાં એમ અનુક્રમે તે મીથ્ર અને ઉશ્તાન પોતાનો પાયો કરીને પછી છેક હસ્તીનાં સાત આસમાનો અને મીનોઈના બે આસ્માનો સુધીનો ઉશ્તાન અને મીથ્રનો અમલો ઉભો થાય છે. તે મીનોઈ અને હસ્તીના આસમાનનાં ખાલેસ સ્તોતો, આતશ પાદશાહનાં મીનો આતશના મુરકકબ સ્તોતો અને પાદશાહના જાહેર આતશ અને રખ્યાના અબદેહની જાતના સ્તોતો બધા આ રાખમાં મસાવત થઈને એક એવી ચીજ થઈ રહે છે કે જેની ઉપર યઝતોની પાસબાની ઉભી થાય છે.
આમ છે માટે જ આતશ પાદશાહ અને તેની રખ્યાની વચ્ચે નહીં તૂટે તેવો સંબંધ રહે છે. જો તે રખ્યાની ઉપર કાંઈ પણ પ્રકારનો આજાબ ગુજરે તો તે આજાબ પાદશાહ ઉપર ગુજરેલો કહેવાય છે. આ કારણસર આ રખ્યાને ઘણી હીફાજતથી રાખવાની છે. આ રખ્યા જેવી નજીવી ચીજમાં સૃષ્ટીની અમૂલ્ય ગતીઓ પડેલી છે. આમ છે માટે એ રખ્યાને આલાત તરીકે ગણાવેલી છે. નીરંંગ દીનનો નીરંગ અને રખ્યા બન્ને મુફત છે. વરસીઆજીના વરસે તેને ઈજવાની ક્રીયા વખતે પાકીઝગી આપી તે વરસમાં વરસીઆજીના વોહુફ્રીઆન આતશન મોહોર મારી ફરતો રાખવામાં આવે છે. જો બોય દેનાર યોજદાથ્રેગર ખરો અમલદાર હોય અને પાદશાહનો ખરો ખાદેમ હોય તો તે આ ભશમ મારફતે જાત જાતના દરદોને દફે કરી શકે છે. ખાસ કરીને કેહર્પને લગતી જે કાંઈ બીમારીઓ જણાયેલી છે તેને આ ભશમ મારફતે દફે કરી શકાય છે. આવો અમલદાર યોજદાથ્રેગર મોટા મોટા સેફલીજીનો અને બીજી સેફલીઓને રાખના કસમાં બન્દ કરી શકે છે. માચી ચડાવતી વખતે પાદશાહની આસપાસ નવ ચક્રો ફરે છે, ત્યારે તે વખતે છ કેાવરો ઉપરથી તે તે કેશવરોના મીથ્ર, માંથ્ર, યસ્ન, ઉશ્તાન ખોરેહો તે ચક્રની જગાની રાખ ઉપર ઉતરે છે. પછી સાતમો કશ પાદશાહના પાતરાની ઉત્તર દીશા ઉપરની રાખમાં મુકે છે, ત્યારે યઝતી પાસબાનીના શુભ પ્રવાહો તે રાખમાં ઉતરે છે. પછી આઠમો કસ પાતરાંની દક્ષીણ દીશા ઉપર મુકે છે ત્યારે દાદારે ગેહાંન ઉપરની બરકતો તે રાખમાં ઉતરે છે. પછી નવમો કશ પાછો પહેલા કાની માફક પશ્ર્વિમ દીશા પર મુકે છે ત્યારે તે બધા કેશવરોની બરકતો પાદશાહના પાતરાની રાખમાં મસાવત થઈને રહે છે અને બોય દેનાર યોજદાથ્રેગર ઉશ્તાન ખોરેહમાં અને માચી ચઢાવનાર અને જેને માટે તે માચી ચઢાવી તેના ઉશ્તાન ખોરેહમાં તે મસાવતનો પેવંદ થાય છે અને તે વખત ત્યાં જે બેહદીન કે અથોરનાન સાહેબો ભણતા હોય તેઓનાં ખોરેહ ઉશ્તાનમાં પણ તે મસાવતનો પેવંદ થઈ રહે છે.
કેશવરોની આવી બરકત જે તે રખ્યામાં છે તેનો મીનો ઉપયોગ આ બધા બેવંદ મેલવેલા સાહેબો પોતાના શુભ મીથ્રથી કરી શકે છે. ગમે તેવી ઝેરી તાપને આ ભશમ ઉતારી શકે છે. જો કોઈ અમલદાર પાકીઝગીવાળો આથ્રવન હોય તો તે આ રાખની બરકતથી નાના જેવા મોજેજી કરી શકે છે.
રાખમાં આ બધા કેશવરો જેઓ બહેશ્તો છે તેઓની નેઆમતો સમેટાયેલી હોવે આ રાખ ઘણી બરકતી ચીજ હોય છે. આવી નેઆમતો રાખતી ભશમ ઘણી મોતેબર ચીજ છે માટે તેને રાખવાની અને તેને આતરાના પાતરાં ઉપરથી કાઢવાની અમુક તરતીબ બતાવેલી છે. સાધારણ રાખમાં સાફ કરવાના ગુણો તેમાં રહેલા ખારને લીધે હોય છે. પણ આતશ પાદશાહની રાખમાં મીનોઈ બરકકતનો ખજાનો હોય છે.નાહન નહવડાવતી વખતે નીરંગદીનનો નીરંગ જેને ખોરૂં કહે છે તેમાં આ રાખ નાખે છે. રૂવાનની અશોઈ ખીલવવા માટે એટલે રૂવાન ઉપરનો બંદ ઉકેલવા કામયાબ થાય છે અને રૂવાનને યોજદાથ્રી આપવાનું કામ કરે છે. આવી ભશમને કાઢવા માટે ખાસ ક્રીયાની વીધી આપી છે તે ઉપરથી કોઈને પણ તે રાખના કીંમતીપણાંનો ખ્યાલ આવી શકે છે.
(પાક ઈરાનશા પુસ્તકમાંથી)
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024