મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા સારા વિચારો તમે આગળ લઈ જવામાં મદદગાર થશે. ગુરૂની કૃપાથી તંદુરસ્તીમાં સારો સુધારો થતો રહેશે. જે પણ કામ કરશો તેમાં તમારા સેલ્ફકોન્ફીડન્સથી કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી થોડીક બચત કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 15, 16 છે.
Jupiter’s ongoing rule ensures that your good thoughts will take you ahead in life. There will be good improvement in your health. Any endeavour you take on will be very successful, thanks to your self-confidence. With finances doing well, you will be able to make investments. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 11, 15, 16
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરતા હશો તેમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. નાણાકીય સ્થિતિને સુધારવા વધુ કામ કરવામાં સફળ થશો. ધર્મના કામ કરવાથી મનની શાંતિ વધુ મળશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. દરરોજ સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
Jupiter’s rule helps you to get a promotion in any form of work. You will be able to work extra hard to improve your finances. You will get much mental peace by doing religious works. You will be able to cater to the wants of family members. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 12, 13, 14
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા નાના કામમાં અડચણ ઉભી થતી રહેશે. નાણાકીય સ્થિતિ સારી નહીં હોવાથી પરેશાન થશો. માથા પરનો બોજો વધવાથી તબિયત બગડી જવાના ચાન્સ છે. સાંધાના દુ:ખાવા તથા માથાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી રાહત મેળવશો.
શુકનવંતી તા. 10, 13, 16, 19 છે.
Saturn’s rule till 26th December will pose challenges in even your smallest tasks. The lack of financial stability will cause you much worry. Your health could take a hit due to increasing mental pressures. You could suffer from headaches or joint-pains. For relief, pray the Moti Haptan Yasht.
Lucky Dates: 10, 13, 16, 19
CANCER | કર્ક: ડ.હ.
19મી સુધી બુધની દિનદશા ચાલશે તેથી વાણીયાની જેમ તમે તમારા કામ પુરા કર્યા વગર કામને મુકશો નહીં. થોડી ઘણી રકમ બચાવીને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. નાના કે મોટા કામ ખુબ સંભાળીને કરી શકશો. લેણાના પૈસા પહેલા લઈ લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.
Mercury’s rule till 19th December will have you ensuring that you complete all your tasks at hand without fail. You are advised to save some money and invest the same in a profitable place. You will be able to execute small or big tasks with great dexterity. Ensure to collect any pending money from others. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 12, 15, 16
LEO | સિંહ: મ.ટ.
બુધની દિનદશામાંથી તમે પસાર થઈ રહેલા છો. તમારા કરેલા કામમાં તમારા દુશ્મન તમારા વખાણ કરશે. તમારા ખર્ચ પર થોડો ઘણો કાબુ મેળવવામાં સફળ થશો. જ્યાં કામ કરતા હો તે કામની ઉપર વધુ ધ્યાન આપવાથી થોડી ઘણી રકમ બચાવવામાં સફળ થશો. ભુલ્યા વગર દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
Mercury’s current rule will have even your enemies praising your endeavours. You will be able to maintain some control over your expenditures. By focusing on your current work at hand, you will be able to save some money. Ensure to pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 12, 13, 14
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી 24મી ડિસેમ્બર સુધીમાં ભાઈ બહેન સાથે મતભેદ પડતા રહેશે. મંગળને કારણે તમારી લીમીટ બહારનું કામ કરવાની ભુલ કરતા નહીં. ઘરમાં કોઈ નવી ચીજ લેવાની ભુલ કરતા નહીં. નાની મુસાફરી કરવાથી પણ પરેશાની વધી જશે. ઘરમાં શાંતિ નહીં મળે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 12, 15, 16 છે.
Mars’ ongoing rule till 24th December will have you squabbling with your siblings frequently. Do not make the mistake of taking on any work that is beyond your limits. You are advised to not make any purchases for the home. Even short travels could increase your troubles, so avoid travel. Your house may not be very peaceful. Pray the Tir Yasht daily.
Lucky Dates: 10, 12, 15, 16
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી શાંત ચંદ્રની દિનદશા ચાલુ રહેશે. મનને શાંતિ રાખીને જે પણ કામ કરશો તેમાં સફળતા મેળવી લેશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. મનની વાત જેને કહેવી હોય તેને મનમાં ડાઉટ રાખ્યા વગર કરી દેજો. નોકરી કરનારને નાનું પ્રમોશન મલવાના ચાન્સ છે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.
The Moon’s rule till 26th December will ensure that you taste success in all endeavours that you take on with a calm and peaceful mind. You could get a short travel opportunity. You are advised to speak what’s on your mind to the concerned person, without having any doubts. The employed could expect a small promotion. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 11, 12, 15, 16
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી સાથે બીજાને ભરપુર સુખ આપી શકશો. તમારા મનની નેક મુરાદ પુરી કરવા માટે મિત્રોની મદદ મેળવી લેશો. જ્યાંથી ફાયદો મળતો હોય તે ફાયદાને પહેલા લઈ લેજો. ઘરવાળાનો સાથ સહકાર મલવાથી અધુરા કામ સહેલા થઈ જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 12, 15, 16 છે.
The ongoing Moon’s rule will enable you to bring immense joy to others. Your friends will help you in realizing your sincere wishes. You are advised to focus on and prioritize areas which bring you profits. You will be able to effectively complete any unfinished tasks with the support of your family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 10, 12, 15, 16
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લુ અડવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. થોડી ઘણી રકમને બચાવામાં સફળ થશો. ઉતરતી શુક્રની દિનદશા ધણી ધણીયાણીમાં પ્રેમ ખુબ વધારી દેશે. બાકી 16મી થી સુર્યની દિનદશા તમારા મગજને શાંત નહીં રખાવે. બચાવેલ નાણા ખરાબ સમયમાં કામમાં આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.
This is your last week under Venus’ rule. You will be able to save up some money. The descending rule of Venus will make love blossom greatly between couples. The Sun’s rule, starting 16th December will not allow your mind to be in peace. Your savings will prove helpful in the future when you need it. Pray to Behram Yazad daily.
Lucky Dates: 11, 12, 13, 16
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ વધતા જશે. હરવા ફરવામાં ધન ખર્ચ કરવામાં કોઈ કસર નહીં રાખો. શુક્રની કૃપાથી અચાનક ધનલાભ મલવાના ચાન્સ છે. તમે જે પણ કમાશો તેમાંથી થોડીક રકમ સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Venus’ rule till 14th January will cause an increase in your inclinations towards fun and entertainment. You will spend greatly on travel and enjoyment. With Venus’ graces, you could receive income, unexpectedly. You will be able to put a small part of your income to practical use. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 14, 15
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
હવે તમને લાંબો સમય શુક્રની દિનદશામાં પસાર કરવાનો છે. 13મી ફેબ્રુઆરી સુધી તમારા માથાના બોજો ઓછો કરવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેમાં સફળ થઈ જશો. અપોજીટ સેકસનું એટ્રેકશન ખુબ વધી જશે. લાઈફ પાર્ટનર મળવાના ચાન્સ છે. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.
Venus is here to rule you over a long period of time, till 13th February. You will be able to get some relief from your mental tensions. You will be successful in all your endeavours. The attractions towards the opposite gender will increase greatly. You could find your life partner in this phase. Ensure to pray to Behram Yazad daily.
Lucky Dates: 11, 12, 15, 16
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા તબિયતને સારી નહીં રહેવા દે. ખાવા પીવાથી થતી બીમારી તમને પરેશાન કરશે. રાહુ ખોટા ખર્ચાઓ ખુબ વધારી દેશે. નાણાકીય બાબતમાં ખુબ ખેચતાણ આવી જશે. ખોટા વિચારો રાતની ઉંઘ ઉડાવી દેશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.
Rahu’s rule till 5th January could take a toll on your health. You could end up with an illness related to your diet. Unnecessary expenses could flare up. Financially things could get difficult. Negative thoughts will rob you of your night’s sleep. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 11, 12, 15, 16
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025