મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે સમયનો સદઉપયોગ કરી શકશો. ગામ પરગામ અવારનવાર જવું પડશે. તમારી સાથે કામ કરનારનું દિલ જીતી લેશો. અપોજીટ સેકસ સાથે મળીને તમારા કામ સહેલાઈથી પૂરાં કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી કરવા દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 1, 2 છે.
Venus’ ongoing rule will ensure that you make good use of your time. You might need to make frequent visits locally and globally. You will win over the hearts of your colleagues. You will be able to complete your work more effectively when done with the help of the opposite gender. For financial progress, pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 26, 1, 2
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લુ અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બોલવા ચાલવામાં ખુબ સંભાળજો. તમારૂં સાચુ બોલેલું કોઈને કડવું ઝેર લાગશે. કોઈના પર વિશ્ર્વાસ રાખવાથી વિશ્ર્વાસઘાત થવાના ચાન્સ છે. કોઈ પણ જાતનું ઈનવેસ્ટમેન્ટ કરતા નહીં. અગત્યના ડીસીઝન આવતા અઠવાડિયામાં લેજો. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 3 છે.
This is the last week under the rule of Rahu. Take extra caution in what you say and all that you do. The truth you utter could feel like bitter poison to another. If you trust another person, you could get deceived. Avoid making any kind of investments. Take any important decisions only in the next week. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 27, 28, 3
GEMINI | મિથુન: ક.છ.ઘ.
રાહુએ તમને પોતાની સોનાની જાળમાં ફસાવી લીધા છે. તમને તમારી જાત પર વિશ્ર્વાસ નહીં રહે. તમે પોતે કરેલા કામ તમને ગમશે નહીં. નાણાકીય મુશ્કેલી વધવાની છે તે જાણી લેજો. તમારા પોતાના નાણા ભાગદોડ કર્યા પછી પણ પાછા નહીં મળે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 27, 1, 2 છે.
You are in the golden clutches of Rahu. You could lose faith in yourself. You will be dissatisfied with your own work. Financial challenges could increase. You might not be able to retrieve your own money, despite putting in much effort. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 25, 27, 1, 2
CANCER | કર્ક: ડ.હ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ધર્મનું કામ થઈ જશે. રોકાયેલ નાણામાંથી થોડી રકમ પાછી મેળવી લેશો. ઉપરી વર્ગ તમને પરેશાન નહીં કરે. બીજાની ભલાઈનું કામ તમારાથી થઈ જશે. ધનની ચિંતા ઓછી થતી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 26, 27, 28, 3 છે.
Jupiter’s ongoing rule will make you do religious activities. You will be able to retrieve a part of your stuck funds. Senior colleagues will not harass you at work. You will do a good deed for someone else. Financial worries will reduce. For mental peace, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 27, 28, 3
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા અટકેલા કામો ફરી ચાલુ કરવા માટે સીધો રસ્તો મળી જશે. નાણાકીય બાબતમાં ગુરૂની કૃપાથી સારા સારી થતી જશે. થોડી મહેનત કરવાથી ધન કમાઈ લેવામાં સફળ થઈ જશો. ધર્મનું કામ સારી રીતે કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 28, 2 છે.
Jupiter’s rule till 21st April will help you find a straight path to restart all your stalled projects. Financial prosperity is indicated. With a little effort you will be successful in earning money. You will be able to practice your religious duties well. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 28, 2
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. તમારી અગત્યની બાબતમાં ભુલ થાય તેવા હાલના ગ્રહો છે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થઈ જશે. તમે સાચા હોવા છતાં તમારી સચ્ચાઈ સાબિત નહીં કરી શકો. નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 1, 3 છે.
Saturn’s rule till 23rd March could end up making you do mistakes in your important works. A favourite person will get upset with you over a petty matter. Despite being truthful, you will be unable to prove your truthfulness. You could have to face financial challenges. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 26, 27, 1, 3
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી તમારી રાશિના માલીક શુક્રના મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે. તમે પ્રેકટીકલ બની તમારા કામો કરશો. જે પણ કામ હાથમાં લેશો તેને પુરૂં કરીને મુકશો. તમારી મહેનતનું ફળ મળશે. એકસ્ટ્રા ઈન્કમ મેળવવા થોડી મહેનત કરવી પડશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Mercury’s rule till 18th March will help you do your works in a practical manner. You will ensure to complete any work that you take in hand. You will reap the fruits of your labour. To earn extra income you will need to work a little harder. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 27, 28
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હવે તો તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી આવકમાંથી થોડીગણી બચત કરવામાં સફળ થશો. જૂના મિત્રો મળીને નવા કામ કરવામાં સફળ થશો તેમાં તમારા ફાયદાની વાત જાણવા મળશે. હીસાબી કામ કરવાથી ફાયદાની સાથે નવું જાણવા મળશે. મહેમાન આવવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 1, 2, 3 છે.
Mercury’s ongoing rule helps you to collect some savings from your income. You will be able to complete new tasks with your old friends – you will benefit from this. While doing your accounting work, you will get to know new information, alongside your profits. You could expect visitors. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 1, 2, 3
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. તમારા ગુસ્સાને કારણે હાઈપ્રેશરથી પરેશાન થશો. તમારા જેની સાથે સારા સંબંધ હશે તે તમારાથી નારાજ થઈ જશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
The ongoing rule of Mars could have you getting angry over the smallest of matters. Your temper could cause you to have high blood pressure. Those you share cordial relations with could get upset with you. Ride or drive your vehicles with lots of caution. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 19, 20, 21, 22
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. જે પણ કામ કરશો તેમાં તમારો કોન્ફીડન્સ ખુબ સારો રહેશે. ધન માટે કોઈ મુશ્કેલી નહીં આવે. ઘરવાળાની જરૂરત પૂરી કરવામાં સફળ થશો. નાની મુસાફરીનો આનંદ લઈ લેજો. હાલમાં દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 28, 1, 3 છે.
The Moon’s rule till 23rd March will ensure that you are very confident in all things that you undertake. Financially there will be no concerns. You will be able to cater to the wants of family members. You are advised to enjoy small travels. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 26, 28, 1, 3
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલવર્ગની તબિયત માટે વધારે ચિંતા રહેશે. તમે પણ ખાવા પીવામાં ધ્યાન આપજો નહીં તો માથાના દુખાવા અથવા એસીડીટીથી પરેશાન થશો. આ અઠવાડીયામાં કામ કરવામાં ખુબ કંટાળો આવશે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
This is your last week under the Sun’s rule. You will not be successful in tasks related to government organisations. Worries about the health of the elderly could increase. You are advised to take care of your diet, else you could suffer from headaches and acidity. You could feel a lot of lethargy to work, during this week. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 25, 26, 27, 28
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમને મદદ કરનાર ઘણા મળશે. ઘરમાં ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા પડશે. પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર જાણવા મળશે. પૈસાને લીધે કોઈ કામ અટકશે નહીં. ચાલુ કામમાંથી નાણાકીય ફાયદો મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુુ રાખજો.
શુકનવંતી તા. 26, 28, 1, 3 છે.
Venus’ rule till 14th March brings to you a lot of supportive and helpful people. Squabbles between couples at home will reduce. Those in love will get to know good news from their sweethearts. There will be no stalling in work due to money. You will receive financial benefits from your ongoing works. Pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 28, 1, 3
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024