મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ગઈકાલથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે. 4થી મે સુધી તમારે સરકારી કામમાં ખુબ ધ્યાન આપવું પડશે. કોઈપણ જાતના સહી સીક્કાના કામ કરતા નહીં. સુર્ય તમને માથાનો દુખાવો કે હાઈપ્રેશર જેવી બીમારીથી પરેશાન કરશે. ડોકટરની સલાહ અવશ્ય લેજો. મગજને શાંત રાખવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
The Sun’s rule, which started from yesterday to 4th May, calls for you to pay a lot of attention in all government-related works. Do not sign any agreements. You could suffer from headaches or high BP. You are advised strongly to consult a doctor. To pacify the mind, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 16, 17, 18, 19
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈ જશે. તમારા કામ સારી રીતે કરી શકશો સાથે બીજાના મદદગાર પણ થશો. નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. શુક્રની કૃપાથી ખર્ચ વધવા છતાં તમને ધનની કમી નહીં આવે. પ્રેમમાં પડેલી વ્યકિતને સારા સમાચાર મળવાના ચાન્સ છે. જૂના મિત્રોને ફરી મળી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 17, 20, 21 છે.
Venus’ ongoing rule will ensure that your noble wishes come true. You will be able to not only do all your work effectively, but you will also be helpful to others. Financial prosperity is indicated. With Venus’ grace, despite an increase in your expenses, there will be no shortage of money. Those in love will receive good news. You will reconnect with old friends. Pray to Behram Yazad daily.
Lucky Dates: 15, 17, 20, 21
GEMINI | મિથુન: ક.છ.ઘ.
14મી જૂન સુધી તમે જે કામ કરવા માગશો તે કામમાં ફત્તેહના ડંકા વગાડશો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લઈ શકશો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો થવાના ચાન્સ છે. ગામ-પરગામ જવામાં ખર્ચ વધશે. નવા કામ મેળવવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિ તમને સામેથી મળવા આવશે. કોઈ મનને આનંદ આપે તેવા સમાચાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 19 છે.
You will be able to be hugely successful and victorious in all your endeavours, till 14th June. You will be able to make purchases for the house. Old investments could reap benefits. Travel abroad could increase expenses. You will be successful in bagging new projects. Your favourite person will be drawn to you. You will receive good news. Pray to Behram Yazad daily.
Lucky Dates: 15, 16, 18, 19
CANCER | કર્ક: ડ.હ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી નાના કામો પુરા કરવામાં મુશ્કેલી આવશે. કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્ર્વાસ રાખતા નહીં. ખોટી જગ્યાએ નાણા ફસાઈ જાય તેવા હાલના ગ્રહો છે. રાહુ તમને નાની વાતમાં બેચેન બનાવી દેશે. કામકાજમાં મગજ સાથ નહીં આપે. ખોટા વિચારોથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.
Rahu’s ongoing rule makes even petty tasks seem like a challenge. Do not put your faith in any person not known to you. You could end up investing your money in loss-making places. Rahu will make you feel restless over small matters. Your mind will not be into work. Negative thoughts will trouble you. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 17, 19, 20, 21
LEO | સિંહ: મ.ટ.
6 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરવાળાને ખુશમાં રાખશો તો અઠવાડિયું સારી રીતે પસાર કરી શકશો. બાકી 21મીથી રાહુની દિનદશા તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. કોઈના મદદગાર બની શકશો. ધર્મ કે ચેરીટીના કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
With 6 days remaining under Jupiter’s rule, you will be able to spend these well if you keep your family members happy. Rahu’s rule starting from 21st April, will leave no stone unturned to trouble you. You will be able to help another. You will be able to do religious and charitable works. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 16, 17, 18
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામની અંદર તમને સફળતા મળતી રહેશે. જો તમે નોકરી કરતા હશો તો ધનનો ફાયદો કે પ્રમોશન મળવાના ચાન્સ છે. થોડું ઈનવેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્માં ફાયદામાં રહેશો. લગ્ન કરવા માંગતા હો તો તમારી પસંદગીની વ્યક્તિ મળવાના ચાન્સ છે. ધનની બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 19, 20, 21 છે.
Jupiter’s ongoing rule ensures you receive continued success in all your work endeavours. The employed could expect a promotion or a raise. A little investment made today will prove profitable in the future. Those looking to get married could find their life-partners. Financial prosperity is indicated. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 16, 19, 20, 21
LIBRA | તુલા: ર.ત.
23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે તમારી તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. થોડું કામ કરીને થાકી જશો. કામ કરવાનો કંટાળો આવશે. શનિ તમને આળસુ બનાવી દેશે. તબિયત બગડે તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. તાવ જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. રોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Saturn’s rule till 23rd April calls for you to take extra special care of your health. Even a little work will tire you and you will get irritable with work. You could feel lazy. Ensure to consult a doctor if you fall ill. You could suffer from fever and joint pains. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 19
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજ અને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં લેતી દેતીના કામો પુરા કરી લેજો. 17મીથી 70 દિવસ માટે શરૂ થતી શનિની દિનદશા તમારા દરેક કામમાં રૂકાવટ ઉભી કરશે. શનિ તમને આળસુ બનાવી દેશે. રોજના કામમાં કંટાળો આવશે. આવક ઘટી જશે. ખર્ચ વધી જશે. આજથી દરરોજ ભુલ્યા વગર મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.
You have today and tomorrow under the rule of Mercury. Ensure to complete all your financial transactions within these 2 days. Saturn’s rule, starting from 17th April, for the next 70 days, will pose challenges in all your endeavours. You will feel lethargic and irritable in doing your daily chores. Income will decrease and expenses will increase. Starting today, ensure to pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 15, 16, 20, 21
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. તમારા કામો સમય પર પુરા કરવામાં સફળ થશો. તમારા ખર્ચ પર કાબુ રાકીને ધનને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં સફળ થાો. મુશ્કેલીભર્યા કામ મીઠી જબાન વાપરી સહેલા કરી શકશો. બુધ્ધિ વાપરી ધન મેળવવામાં સફળ થશો. મનમાં કોઈ ડર હોય તો તેને ઓછો કરવા દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 21 છે.
Mercury’s rule till 18th May will help you to complete all your works in time. You will be able to control your expenditures, save money and invest the same profitably. You will be able to resolve difficult situations with your sweet words. You will be able to earn money using your intelligence. To reduce any fear you hold in your mind, pray the Meher Nyaish daily.
Lucky Dates: 16, 17, 18, 21
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારૂં સાચુ બોલવાનું કોઈને કડવું ઝેર જેવું લાગશે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થશે. આ અઠવાડિયામાં ઓછું બોલી તમારા કામથી કામ રાખજો. તમારા અંગત માણસો તમને સમજી નહીં શકે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી થોડી શાંતિ મળશે.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
This is the last week under the rule of Mars. The truth you utter could feel like bitter poison to another. Trying to help another could land you in trouble. You are advised to speak minimally and stick to your own business through this week. Those close to you will not be able to understand you. For peace, pray the Tir Yasht daily.
Lucky Dates: 15, 16, 17, 18
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી શાંત ચંદ્રની દિનદશા ચાલશે. દસ દિવસમાં મગજને શાંત રાખીને અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. હાલમાં લીધેલા ડીસીઝન તમારા ખરાબ સમયમાં થોેડી શાંતિ આપશે. મનથી કામ કરવાનો આનંદ મળશે. મિત્રોથી ફાયદો થશે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 19, 20, 21 છે.
The Moon’s rule till 23rd April suggests that you keep your mind cool and first complete your important tasks. The decisions taken by you during this phase will provide you with solace in the future. You will feel contentment in your work. Friends will prove beneficial. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 16, 19, 20, 21
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્રની કૃપાથી જો તમને મુસાફરીમાં જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. બગડેલી તબિયતમાં સુધારો થશે. નવા કામ શોધવાની જગ્યાએ ચાલુ કામમાં વધુ સારા સારી રહેશે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 15, 17, 18, 20 છે.
The Moon’s rule till 24th May suggests that you don’t miss out on any travel opportunities. You will receive news that will make you happy. You will be successful in all your endeavours. Your health will improve. Your current work will bring you greater prosperity as opposed to any new projects you may be seeking. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 17, 18, 20
- Your Moonsign Janam Rashi This Week –
04 January 2024 – 10 January 2025 - 4 January2025 - Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024