મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. ગરમ મગજને ધીરે ધીરે શાંતિ મળતી જશે. તમારા અટકેલા કામ પુરા કરવા માટે જે પણ મહેનત કરવી પડે તે શરૂ કરી દેજો. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. આજથી દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરી દેજો.
શુકનવંતી તા. 6, 7, 11, 12 છે.
The calming rule of the Moon, till 25th June, will gradually cool your mind. Put in every effort needed to restart any of your stalled projects. Opportunities to travel abroad will come aplenty. Starting today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 6, 7, 11, 12
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે પહેલા અગત્યના કામ પુરા કરી લેજો. અપોઝીટ સેકસને આપેલા પ્રોમીશ પહેલા પુરા કરી લેજો. ઉતરતી શુક્રની દિનદશા મિત્ર મંડળમાં ખુબ માન અપાવશે. નાણાકીય બાબતમાં ખર્ચ પર કાપ મુકી બચાવેલા પૈસા તમારા ખરાબ સમયમાં કામ આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Ensure to complete all your important tasks by 14th May. Prioritize delivering on the promises made to the opposite gender. The descending rule of Venus will bring you much respect and appreciation amongst your friend circles. The money you saved by controlling your expenses will come in use for your future. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 9, 10, 11
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં દિવસો પસાર કરી લેજો. ખર્ચ કરવા છતાં નાણાંકીય મુશ્કેલી નહીં આવે. જે પણ કામ કરશો તેમાં અપોઝીટ સેકસ તમને વધુ મદદગાર થશે. પ્રેમમાં પડેલી વ્યક્તિને સારા સમાચાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 6, 7, 9, 12 છે.
Venus’ ongoing rule will have you enjoying your days of fun and travel. Despite spending money, you will not face any financial shortage. Members of the opposite gender will prove to be very helpful to you in all of your initiatives. Those in love will get good news. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 7, 9, 12
CANCER | કર્ક: ડ.હ.
તમને મોજીલા શુક્રની દિનદશા શરૂ થયેલી છે. 16મી જુલાઈ સુધી તમારી જવાબદારી સારી રીતે નીભાવી શકશો. સગા-સબંધીઓને તમારી સલાહની જરૂર પડશે. શુક્રની કૃપાથી નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. આજથી તમે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 7, 8, 10, 12 છે.
The onset of Venus’ rule till 16th July. You will be able to carry out your responsibilities. Relative and close friends will need your counsel. Financial prosperity is indicated. Starting today, pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 10, 12
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા નાનામાં નાના કામમાં પણ નુકસાની આપશે. બીજાનું ભલુ કરવા જતા ઘરવાળા તમારાથી નારાજ થશે. મનની વાત મનમાં રાખી કામ શાંતિથી પુરૂં કરવાની કોશિશ કરજો. અચાનક ખર્ચ વધી જવાથી ચિંતામાં આવી જશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 9, 11 છે.
Rahu’s rule till 4th June will have you incurring losses even in the simplest tasks. Helping others will get your family members upset with you. Try to keep your thoughts to yourself and complete your tasks with a calm mind. A sudden increase in expenses could cause you worry. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 6, 7, 9, 11
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા લીધેલા કામો પુરા કરીને રહેશો. તમારી મહેનત રંગ લાવશે ગુરૂની કૃપાથી ફાયદો મળશે. ગામ પરગામ જઈ શકશો. નવા કામ લેવા કરતા જૂના કામપર ધ્યાન આપજો. લાંબા સમયનું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધનની ચિંતા ઓછી કરવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 11, 12 છે.
Jupiter’s rule till 22nd May will ensure that you complete all the tasks that you have taken on hand. Your hard work will bear fruit. Jupiter’s graces will bring you benefits. You will be able to travel abroad. Focus on current work projects instead of potential new projects. Ensure to make long-term investments. To reduce financial concerns, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 8, 11, 12
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમીલી મેમ્બરની મદદ લેજો. નાણાકીય બાબતમાં અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. જે પણ કામ કરશો ત્યાં માન ઈજ્જત મળી રહેશે. ગુરૂની કૃપાથી કોઈને મદદ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Jupiter’s ongoing rule advises you to take help from family members. Sudden monetary windfall is indicated. You will receive appreciation and respect in all works that you undertake. You will be able to help another, with Jupiter’s grace. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 8, 9, 10
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શનિની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ ઓછો કરવામાં સફળ નહીં થાવ. જેટલી જોઈએ તેટલી કમાઈ નહીં થવાથી ચિંતા વધી જશે. ખાવા પીવામાં ધ્યાન નહીં આપો તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે.જોઈન્ટ પેઈનથી વધારે પરેશાન થશો. શનિનું દુ:ખ ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 11, 12 છે.
Saturn’s ongoing rule does not let you succeed in reducing your expenses. The inability to earn as much as needed will raise mental tension for you. Your health could take a beating if you are careless about your diet. You could suffer from severe joint pains. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 6, 7, 11, 12
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. થોડી કરકસર કરી નાણાને સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરી શકશો. મિત્રો પાસે સલાહ લેશો પરંતુ તમારા મનનું કરશો. રોજ બરોજના કામ સારી રીતે પુરા કરી શકશો. કામકાજમાં માન મળશે સાથે ધનલાભ પણ થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 6, 8, 9, 10 છે.
Mercury’s rule till 18th May indicates that with a little added effort to earn money, you will be able to save and invest it profitably. While you will listen to the advice of friends, you will only do what feels right in your mind. You will be able to execute your daily chores efficiently. You will receive respect as well as bonus at the workplace. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 6, 8, 9, 10
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધ જેવા ગ્રહની દિનદશા ચાલશે. જે પણ કામ કરશો તેમાં કેટલો ફાયદો થશે તે વિચાર કરી આગળ વધશો. મીઠી જબાન વાપરી બીજાનું દિલ જીતી લેશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કોઈ કસર નહીં મુકો. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.
Mercury’s rule till 18th June will ensure you get as much fruit as the hard work you put in – with this in mind, plan the journey ahead. You will be able to win over the hearts of people with your sweet language. You will go all out to make purchases for the home. You could meet your favourite person. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 7, 8, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવે ચીડીયા થઈ જશો. નાની બાબતમાં ગરમ થતાં વાર નહીં લાગે. શરીરમાં ગરમીનું પ્રમાણ ખુબ વધી જશે. હાઈ પ્રેશર હોય તો દવા લેવામાં આળસ કરતા નહીં. વાહન ખુબ સંભાળીને ચલાવજો. ભાઈ બહેન સાથે મતભેદ પડવાના ચાન્સ છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 9, 10 છે.
Mars’ ongoing rule makes you very irritable in behaviour. You will instantly lose your temper over the smallest issues. Your body temperature will rise greatly. Those suffering from high BP are advised to take their medicines religiously. Drive/ride your vehicles with great caution. Squabbles between siblings is indicated. Pray the Tir Yasht daily.
Lucky Dates: 6, 7, 9, 10
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્ર તમને શાંત બનાવી રાખશે. મનથી કરેલ કામમાં સફળતા મળશે. ઘરનું વાતાવરણ ખુબ સારૂં રહેશે. કામકાજ સમય પર પુરા કરી શકશો. જે પણ ડીસીઝન લેશો તેમાં તમારી સાથે બીજાનો ફાયદો પણ જોશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.
The Moon’s rule till 24th May keeps you cool. You will succeed in all endeavours that you are genuinely interested in. House atmosphere will be very cordial. You will be able to do your work in time. You will look out for the interest of others as well in the decisions that you make. Pry the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 7, 8, 11, 12
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024