જાણીતા ઉદ્યોગપતિ, અનેક સૌંદર્ય સ્પર્ધાના વિજેતા અને શાસક મીસીસ વર્લ્ડ ઈન્ટરનેશનલ ધારણ કરનાર બિન-લાભકારી ઝેડટીએફઆઈ (ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ ઓફ ઈન્ડિયા) નું નેતૃત્વ કરતી સમુદાય સેવાને સમર્પિત સમુદાય આઈકન એવા યાસ્મીન જાલ મિસ્ત્રીને, 20 મી મે, 2023 ના રોજ, નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ભારત સરકારની માન્યતા પ્રાપ્ત સંસ્થા અચીવર્સ રેકગ્નિશન ફોરમ દ્વારા પ્રતિષ્ઠિત બિઝનેસ લીડરશિપ ઓફ ધ યર એવોર્ડ – 2023 એનાયત કરવામાં આવ્યો હતો.
એક સાર્થક મહિલા અને ઘણા લોકો માટે પ્રેરણારૂપ, યાસ્મીનને રામ નિવાસ ગોયેલ, સ્પીકર-વિધાનસભા દિલ્હી, અને વેલ્ફેર અને લેબર મીનીસ્ટર ઓફ કેબીનેટના રાજ કુમાર આનંદ દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ ઉત્કૃષ્ટ સિદ્ધિના આહલાદક પ્રસંગે પારસી ટાઈમ્સ સાથે વાત કરતાં, યાસ્મીન મિસ્ત્રીએ તેમની સિદ્ધિઓનો શ્રેય તેમની માતા અરનવાઝ મિસ્ત્રીને આપ્યો – જેમણે તેમના જીવનના ચાર દાયકાથી વધુ સમય નિ:સ્વાર્થપણે સમુદાયની સેવા કરવા માટે સમર્પિત કર્યો છે. યાસ્મિને કહ્યું, તે મારી સાચી પ્રેરણા છે, અને ઉમેર્યું કે તેણીની તમામ સિદ્ધિઓ માટે તે હંમેશા ભગવાનનો આભાર માને છે.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024