ઝોરાસ્ટ્રિયન ગ્રંથો ભલામણ કરે છે કે અવેસ્તા પ્રાર્થના યોગ્ય કેબલા તરફ મુખ રાખીને કરવી જોઈએ, એટલે કે, પવિત્ર વસ્તુ અથવા પવિત્ર સ્થળ જેમ કે તેજસ્વી સૂર્ય, તેજસ્વી ચંદ્ર, વહેતું પાણી, ઘરમાં પવિત્ર અગ્નિ, અગિયારી અથવા આતશ બહેરામ પરનું આતશ તરફ મુખ રાખી અવેસ્તા પ્રાર્થના કરવી જોઈએ. આતશ એ સૌથી નજીક છે જે માનવ આંખ અને મન દિવ્યતાની કલ્પના અથવા અનુભવ કરી શકે છે.
જ્યારે ધર્મનિષ્ઠ ઝોરાસ્ટ્રિયન પવિત્ર અગ્નિ સમક્ષ પ્રાર્થના કરે છે, ત્યારે તે સારમાં, અહુરા મઝદાની અગ્નિ દ્વારા પૂજા કરે છે.
યોગ્ય રીતે પવિત્ર અગ્નિ મંદિરોમાં, પવિત્ર અગ્નિને એક દૈવી માધ્યમ અથવા ચેનલ અથવા મધ્યસ્થી તરીકે જોવામાં આવે છે જેના દ્વારા સર્વોચ્ચ દિવ્યતાની પૂજા કરવામાં આવે છે, જે રીતે અગ્નિ વૈદિક પરંપરામાં યજ્ઞ (અવેસ્તાન યસ્ના) સમારંભમાં કેન્દ્રિય છે. અગ્નિ મંદિરમાં પ્રવેશતા પહેલા, આપણે સૌપ્રથમ હાથ અને ચહેરો ધોવો જોઈએ અને પછી કમરની આસપાસ પહેરવામાં આવતી કસ્તીનેે ખોલીને પાછી વાળવી જોઈએ. ધોવાથી, આપણે આપણી જાતને શારીરિક રીતે સાફ કરીએ છીએ અને કસ્તી વિધિ કરીને, આપણે આપણી આભા અથવા આપણા અદ્રશ્ય અંગત વાતાવરણને સાફ કરીએ છીએ. આમ, આપણે પવિત્ર અગ્નિની આગળ જઈએ છીએ, શરીર, આત્મા અને મનથી સ્વચ્છ છીએ. આપણે આદરના ચિહ્ન તરીકે આપણા માથાને ટોપી અથવા સ્કાર્ફથી ઢાંકીએ છીએ જેથી આપણા માથાના ખરતા વાળ પવિત્ર મંદિરને દૂષિત ન કરે. આપણે અર્દીબહેસ્ત અથવા સત્ય અને સદાચારની ઊર્જા પણ અનુભવીએ છીએ. આપણે અગ્નિને બળતણ તરીકે સુગંધિત ચંદન આપીએ છીએ, જે બદલામાં સુગંધ આપે છે. તે આપણને યાદ અપાવે છે કે જીવનભર આપણે આ દુનિયાને આપણા સારા વિચારો, શબ્દો અને કાર્યો આપતા રહેવું જોઈએ જે બદલામાં વિશ્ર્વને સુગંધિત કરશે. અમે પવિત્ર રાખને આપણા કપાળ પર વિધિપૂર્વક અગ્નિ સાથે જોડવાની રીત તરીકે લગાવીએ છીએ અને પોતાને યાદ અપાવીએ છીએ કે આખરે, આપણે બધા રાખ થઈ જઈશું. આમ જ્યારે જરથોસ્તીઓ અગ્નિ સમક્ષ પ્રાર્થના કરે છે, ત્યારે તે સારમાં, અહુરા મઝદાની અગ્નિ દ્વારા પૂજા કરે છે!
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024