મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજ અને કાલનો દિવસ ખુબ શાંતિ રાખીને પસાર કરી લેજો. તમારા ગુસ્સા પર કાબુ રાખશો તો 24મીથી ઘણા ચેન્જીસ થશે. બુધની કૃપાથી 20મી સપ્ટેમ્બર સુધી તમારા અટકેલા કામો પુરા કરવામાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. બુધ બચત કરવાનું ફરી શીખવાડી દેશે. ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણવાનું શરૂ કરજો.
શુકનવંતી તા. 22, 24, 27, 28 છે.
You are advised to try and remain peaceful, today and tomorrow. Keeping your anger in control will bring you good changes, post the 24th of July. With the onset of Mercury’s rule, up to 20th September, you will be able to finish all your incomplete tasks. Financial prosperity is indicated. Mercury will teach you how to save money again. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.
Lucky Dates: 22, 24, 27, 28
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હાલમાં મંગળની દિનદશા 25મી ઓગસ્ટ સુધી ચાલશે. તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. કારણ વગર કોઈ સાથે વાતચીત કરતા નહીં. ભાઈ બહેન સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. વાહન ચલાવતા હો તો વાહન સંભાળીને ચલાવજો એકસીડન્ટ થવાના ચાન્સ છે. હાલમાં ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Mars’ rule till 25th August will have you getting hot headed over small issues. Try to avoid speaking with people, unless necessary. Squabbles with siblings could take place at the drop of a hat. Drive or ride your vehicles with great caution as you could get into an accident. For mental peace, pray the Tir Yasht daily.
Lucky Dates: 23, 24, 25, 26
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ છે. તમારામાં કોન્ફીડન્સ આવ્યા પછી જ તમે કોઈપણ ડીસીઝન લેજો. નાણાંકીય બાબતમાં સારા સારી થતી જશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. મનને મજબૂત બનાવવા માટે દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 25, 27, 28 છે.
The Moon’s rule till 26th August suggests that you make your decisions only once you are feeling confident. Financial prosperity is indicated. Do not miss out on a short travel opportunity. To strengthen your mind, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 22, 25, 27, 28
CANCER | કર્ક: ડ.હ.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી સુર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. સરકારી કામ કરવામાં ધ્યાન આપજો. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. નાની બાબતમાં મિત્રો સાથે મતભેદ પડી જશે. સુર્યને કારણે તમે પણ માથાનો દુખાવો, એસીડીટી, કોન્સ્ટીપેશન જેવી માંદગીથી પરેશાન થશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 28 છે.
The Sun’s rule till 6th August suggests that you pay attention in all government work related tasks. The health of the elderly could suddenly go down. Fights with friends over petty matters could take place. The Sun could cause you to suffer headaches, constipation and acidity. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 26, 28
LEO | સિંહ: મ.ટ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ પાછળ વધુ ખર્ચ કરશો. ગામ પરગામ જવાના પ્લાન બનાવશો. અપોઝીટ સેકસ સાથે રીલેશન ખુબ સારા થઈ જશે. ધણી ધણીયાણીમાં પ્રેમ વધશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરવામાં શુક્ર મદદ કરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
Venus’ ongoing rule has you spending a lot of money in fun and entertainment. You could make plans to travel abroad. Your relations with members of the opposite gender will greatly improve. Affection between couples will bloom. Venus will help you cater to the wants of your family members. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 24, 25
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘણા દિવસો સુખ શાંતિમાં પસાર કરી શકશો. મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. અપોઝીટ સેકસને મદદ કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. જ્યાં કામ કરતા હશો ત્યાં થોડી વધારે ઈન્કમ કમાઈ શકશો. ફસાયેલા નાણા પાછા મળે તેવા ગ્રહો છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 26, 28 છે.
The onset of Venus’ rule brings you lots of days to be spent in peace and happiness. The noble wishes of your heart will come true. You will be able to help members of the opposite gender. There will be no financial constraints. You will earn additional income from your workplace. Your stars will help you retrieve your stuck funds. Pray to Behram Yazad daily.
Lucky Dates: 23, 24, 26, 28
LIBRA | તુલા: ર.ત.
રાહુની દિનદશા ચાલુ હોવાથી સામે પડેલી વસ્તુ તમે નહીં જોઈ શકો. ખોટા વિચારોથી પરેશાન થશો. રાહુ તમારી રાતની ઉંઘ ઉડાવી દેશે. જે પણ કામ કરશો તેમાં શરૂઆતથી મુસીબત દેખાશે. નાણાંકીય મુશ્કેલી વધશે. શેર સટ્ટાના કામથી દૂર રહેજો. પૈસા ફસાઈ જાય નહીં તેનું ધ્યાન આપજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.
Rahu’s ongoing rule will make you blind to what lies right in front of your eyes! You will feel mentally disturbed with negative thoughts. Rahu will steal your sleep. Any work you take on will pose challenges from the very start. Financial problems could increase. Avoid dabbling in the share market. Ensure you don’t end up getting your money stuck in the wrong places. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 22, 25, 26, 27
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. આજે ઘરવાળાની જે પણ ડિમાન્ડ હોય તે પુરી કરી લેજો. નહીં તો કાલથી આવતા 42 દિવસ ઘરવાળા તમારાથી નાની બાબતમાં નારાજ થશે. રાહુને કારણે તમને સાચો રસ્તો નહીં મળે. નાણાકીય મુશ્કેલી વધતી જશે. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું શરૂ કરી દેજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.
This is your last day under Jupiter’s rule. Ensure to cater to the wants of your family members. Rahu’s rule, starting tomorrow, for the next 42 days, your family could end up getting upset with you over petty matters. You will not be able to find the right path. Financial difficulties could increase. Starting today, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 28
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈકની ભલાઈનું કામ થઈ જશે. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ફેમીલીમાં ગેટ ટુ ગેધર જેવા પ્રોગ્રામો થશે. જે પણ કામ કરશો તેમાં માનની સાથે ધનલાભ પણ થશે. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.
Jupiter’s rule will have you perform noble deeds for another. Financial prosperity is indicated. The family will organize many get-togethers. You will receive much appreciation and respect along with good profits, in any endeavour you take up. Health will be good. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 25, 26, 27
CAPRICORN | મકર: ખ.જ.
શનિ તમને નાની બાબતમાં બેચેન બનાવી દેશે. તમારા રોજના કામો કરવામાં ખુબ કંટાળો આવશે. તમે આળસુ બની જશો. ખાવા પીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. 26મીથી શરૂ થતી ગુરૂની દિનદશા તમારા વિચારોને પોઝીટીવ બનાવી દેશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 26, 27, 28 છે.
Saturn’s rule makes you restless over the smallest matters. You will feel lethargic doing your daily chores. You will become lazy. If you do not pay attention to your diet, your health could go bad. Jupiter’s rule, starting from 26th July, will make your thoughts positive. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht, daily.
Lucky Dates: 23, 26, 27, 28
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
હવે તમે પણ શનિની લોખંડી જાળમાં ફસાઈ ગયેલા છો. તમારા કોઈ પણ કામ સીધી રીતે પુરા નહીં થાય. ખોટા ખર્ચાઓ ખુબ વધી જશે. 26મી ઓગસ્ટ સુધી ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેતા નહીં.જોઈન્ટ પેઈન, બેકપેઈન, માથાના દુખાવાથી પરેશાન થશો. શનિની તકલીફ ઓછી કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
You are stuck in Saturn’s solid grasp. You will not be able to do any tasks in a straightforward manner. Unnecessary expenses will mount. You are advised not to make any house purchases till 26th August. You could suffer from headaches, joint-pain and backache. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 24, 25
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે. તમે તમારી બુધ્ધિ વાપરી કામ કરવામાં સફળ થશો. બીજાના સાચા સલાહકાર બની શકશો. નાણાને બચાવી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્ર મંડળમાં માન વધી જાય તેવું કામ કરશો. કામ પર ઈન્ક્રીમેન્ટ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
Mercury’s rule till 20th August will help you use your intelligence at work. You will be able to provide sincere advice to others. You are advised to save and invest money. You will do something that will greatly increase the respect your friends hold for you. You could expect an increment in your salary. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 24, 25, 27, 28
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024