મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો. તમારા ફાયદા પર તમારી નજર પહેલા જશે. તમારા કરેલા કામની કદર થશે. ધનને બચાવવા થોડી કરકસર કરવામાં સફળ થશો. નોકરી કરનારને સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 9, 10, 11 છે.
Mercury’s ongoing rule will make you shrewd. Your attention will be focused on that which benefits you. Your work will gain appreciation. You will be able to put in some effort to save money. The employed will receive good news. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 9, 10, 11
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. કોઈની પણ વાત સાંભળવા તૈયાર નહીં થાવ. તમારી સાથે કામ કરનારનો સાથ પણ લેવા તૈયાર નહીં થાવ. મંગળને કારણે કોઈ પણ જગ્યાએ સ્થિર નહીં થઈ શકો. ઘરનું વાતાવરણ બગડી જતા વાર નહી. લેણદાર હેરાન કરશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
Mars’ rule gets you angry over the smallest matters. You will not be willing to listen to anyone. You will not even be willing to be in unison with your colleagues. Mars will challenge your stability. The atmosphere at home could get sour easily. Creditors will harass you to pay them the money you owe. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 6, 7, 8, 9
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત રખાવી અગત્યના કામ પુરા કરાવી આપશે. એકસ્ટ્રા કામ કરવાથી વધારે આવક કમાવી શકશો. ચંદ્રની કૃપાથી ઘરવાળાનો સાથ સહકાર ખુબ સારો મળશે. નાનો ધનલાભ મળવાના ચાન્સ છે. ઈનવેસ્ટમેન્ટ કરતા રહેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 7, 11, 12 છે.
The Moon’s rule till 26th August will help keep your mind calm and lead to the completion of all your important tasks. You will be able to more income by doing extra work. Your family will be very supportive of you. You could receive a small windfall. You are advised to keep investing. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 5, 7, 11, 12
CANCER | કર્ક: ડ.હ.
આજનો દિવસ સુર્યની ઉગ્ર દિશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતી સુર્યની દિનદશા તમારા માથાનો ભાર વધારશે. વડીલવર્ગની સાથે મતભેદ પડતા રહેશે. કાલથી શરૂ થતી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમને શાંત બનાવી તમારા બગડેલા કામ સુધારી દેશે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. આજે 96મુ નામ ‘યા રયોમંદ’ અને કાલથી ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.
This is the last day under the rule of the Sun. The Sun’s descending rule could increase your mental pressure. There could be squabbles with the elderly. The Moon’s rule, starting tomorrow, for the next 50 days, will cool you down and help rectify all your pending tasks. You could get the opportunity to travel abroad. Today, pray the 96th Name, ‘Ya Rayomand’, and from tomorrow, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.
Lucky Dates: 6, 8, 10, 11
LEO | સિંહ: મ.ટ.
16મી સુધી શુક્રની દિનદશા તમને કોઈપણ જાતની મુસીબતમાં નહીં મુકે. આ અઠવાડિયામાં મિત્રોને મળી સંબંધો સુધારી લેજો. અગત્યના કામો 16મી ઓગસ્ટ સુધી નહીં થાય તો આવતા 20 દિવસમાં તે કામમાં સફળતા નહીં મળે. ઉતરતી શુક્રની દિનદશામાં ઘરવાળાને ખુશ રાખવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9 છે.
Venus’ rule till 16th August will ensure you do not get into any kind of trouble. Spend this week meeting friends and strengthening your relationships. If you’re unable to complete any important tasks by 16th August, you will not be able to get those done for the next 20 days. Venus’ descending rule will have you keeping your family members happy. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 6, 7, 9
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ કાજ ખુબ સારી રીતે પુરા કરી શકશો. મગજનો બોજો ઓછો રહેશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. ખોટા વિચારો નહીં આવે. કામકાજમાં જશ અને ધન બન્ને મળશે. નવા કામમાં 16મી સપ્ટેમ્બર સુધી સફળતા મળશે. તમે પણ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
The onset of Venus’ rule helps you complete all your tasks with great efficiency. Mental tensions will be less. A favourite person will come to meet you. You will not have any negative thoughts. You will receive both – popularity as well as money – in your work. Any new projects taken up to 16th September, will taste success. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 9, 10, 11
LIBRA | તુલા: ર.ત.
આજનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તમારી અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ જાય નહીં તેનું ધ્યાન રાખજો. કાલથી શરૂ થતી શુક્રની દિનદશા આવતા 70 દિવસમાં તમને ભરપુર સુખ આપશે. બગડેલી તંદુરસ્તીને સુધારવા કોઈની સાચી સલાહ મેળવી શકશો. આજથી ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.
This is the last day under Rahu’s rule. Ensure that you don’t lose or misplace any item of importance to you. Venus’ rule, starting tomorrow for the next 70 days, will bring you immense joy. You will get sincere advice from someone to rebuild your health. Starting today, pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 8, 10, 11
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાનામાં નાના કામમાં મુશ્કેલીઓ આવશે. જે વ્યક્તિ પર વિશ્ર્વાસ હશે તે જ તમને દગો આપશે. નાણાકીય લેતી દેતીમાં નુકસાન થવાના ચાન્સ છે. કામકાજમાં મન નહીં લાગે. સાથે કામ કરનાર તમને સાથ નહીં આપે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9 છે.
Rahu’s ongoing rule poses challenges to you, even in your smallest tasks. The person that you trust will betray your trust. Financial transactions could lead to losses. You will not be able to focus on work. Colleagues will not be supportive. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 9
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ગુરૂની ડબલ કૃપા તમને દરેક બાબતમાં સારા રીઝલ્ટ આપશે. જે પણ કામ કરશો તેમાં જશની સાથે ધન ઓછી મહેનતથી કમાઈ શકશો. ધર્મના કામ કરવાથી મનને શાંતિ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગુરૂની વધુ કૃપા મેળવવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 8, 10, 11 છે.
Jupiter’s doubled blessings will provide you with excellent results in all your endeavours. You will earn fame and money, in all your ventures, even after putting in less effort. Financial prosperity is indicated. Doing religious works will give you peace of mind. To gain Jupiter’s grace, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 5, 8, 10, 11
CAPRICORN | મકર: ખ.જ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી દરેક જગ્યાએ આનંદમાં રહેશો. ઘરની વ્યક્તિને નારાજ નહીં કરો. ધન માટે ચિંતા નહીં આવે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ઘરમાં સારા પ્રસંગ કે ધર્મનું કામ કરવામાં સફળ થશો. બીજાના મદદગાર બની શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 9, 10 છે.
Jupiter’s ongoing rule ensures a joyful state of mind in all areas of life. Do not upset any family member. There will be no financial worry. Sudden windfall could be expected. You will be able to perform an auspicious deed or get some housework done. You will be helpful to others . Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 7, 9, 10
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો સમય પર પુરા નહીં કરી શકો. બીજાની વાત સાંભળી તમારૂં માઈન્ડ ચેન્જ નહીં કરતા. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. ખોટી ચિંતાઓ વધુ રહેશે. ઘરવાળા તમને સાથ નહીં આપે. તમારા દુશ્મન તમને પરેશાન કરશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી રાહત મળશે.
શુકનવંતી તા. 5, 6, 8, 11 છે.
Saturn’s ongoing rule doesn’t allow you to complete your tasks on time. Do not get influenced by other’s talks and change your mind. A sudden downturn in health is predicted. Your mind will be filled with worry. Family members will not be supportive. Your detractors could harass you. For relief, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 5, 6, 8, 11
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે. લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. બને તો બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કામકાજમાં તમારા પાર્ટનરનો સાથ મળતો રહેશે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ સહેલાથી પુરા કરશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Mercury’s rule till 20th August suggests that you first complete any tasks related to financial transactions. Try to save money and invest the same, if possible. Your partner will be supportive on the work front. You could expect good news from abroad. You will be able to resolve challenging tasks with ease by using your intelligence. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 7, 8, 9, 10
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024