લોકપ્રિય પારસી મોનાજાત (ધાર્મિક ગીત) ખુદાવિંદ ખાવિંદનું નવું અને મધુર સંસ્કરણ, જે અગાઉ મની રાવ દ્વારા ગવાયું હતું અને 26મી ઓગસ્ટ, 2023ના રોજ મ્યુઝિક કમ્પોઝર, કૈઝાદ પટેલ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેઓ આ વિચારને વધુ ટેકનિકલ અને દિવ્યતાના સાર ઉમેરી સુંદર મોનજાત ફરીથી બનાવી છે જેથી આ પેઢીને વધુ આકર્ષણ મળી શકે. ગાયિકા નયનાઝ મુન્સફનો સુરીલો અવાજ મોનજાતની સુંદરતામાં વધારો કરે છે.
યુટ્યુબના બોમ્બે સરગમ ચેનલ પર કૈઝાદ પટેલની ખુદાવિંદ ખાવિંદ રિલીઝ કરવામાં આવી હતી. (https://www.youtube.com/watch?v=F43fxXl_TH0) અને તે સ્પોટીફાઈ, એમેજોન મ્યુજીક, જીઓ સાવન અને હંગામા વગેરે જેવા તમામ મ્યુઝિક પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. ખુદાવિંદ ખાવિંદ તેમની બીજી ગુજરાતી મોનાજાત છે. અશો જરથોસ્ત પૈગમ્બર, તેમના દ્વારા ગવાયુ અને કમ્પોઝ થયું હતું અને કેરમાન મહેતા દ્વારા લખાયેલું હતું. કૈઝાદ અને નયનાઝ ભવિષ્યમાં વધુ ભક્તિમય પારસી ગીતો બનાવવાની યોજના ધરાવે છે.
- સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી - 8 February2025
- અજમલગઢ ખાતે ઐતિહાસિક જશન યોજાશે - 8 February2025
- સાહેર અગિયારીએ 179મા સાલગ્રેહનીભવ્ય રીતે ઉજવણી કરી - 8 February2025