હૈદરાબાદના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર અને ક્ધફેડરેટ ઓફ વોલન્ટરી ઓર્ગેનાઈઝેશન્સ (સીઓવીએ) ના પ્રમુખ, ઓમીમ માણેકશા દેબારા, 24મી ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 77 વર્ષની વયે, હાર્ટ એટેકને કારણે અવસાન પામ્યા હતા.
ઘણા વર્ષો સુધી સિકંદરાબાદ અને હૈદરાબાદના ઝોરાસ્ટ્રિયન પારસી અંજુમનના મુખ્ય કાર્યકર્તા તરીકે સેવા આપી હતી. દેબારા તાલીમ દ્વારા એન્જિનિયર હતા, અને વીએસટીના મુખ્ય એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા હતા. એક કાર્યકર તરીકે, તેમણે પર્યાવરણ, સાંપ્રદાયિક અને આંતરધર્મ સંવાદિતા, હુલ્લડો નિવારણ, વારસો અને જળાશયોની જાળવણી સહિતના અનેક કારણો માટે સમર્પિત અને જુસ્સાથી કામ કર્યું. હતું. તેમની સક્રિયતા ઝૂંપડપટ્ટી અને સમુદાયોમાં કામ કરવાથી માંડીને સામાજિક સમસ્યાઓના નિવારણ માટે અદાલતોમાં સરકાર અને પીઆઈએલ દ્વારા નીતિ પરિવર્તન સુધીની હતી.
તેમણે ફોરમ ફોર બેટર હૈદરાબાદના સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી, સાથે સાથે હમ સબ હિન્દુસ્તાની ટ્રસ્ટ અને ઇન્ટરફેથ ફોરમ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. અહુરા મઝદા તેમના આત્માને શાંતિ આપે!
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024