એડવોકેટ દારા ઈરાનીનું નિધન

જાણીતા એડવોકેટ અને પુના પારસી પંચાયતના ભૂતપૂર્વ ટ્રસ્ટી દારા ઈરાનીનું 20મી ઓગસ્ટ, 2023ના રોજ વહેલી સવારે 67 વર્ષની વયે પુણેમાં તેમના ઘરે અવસાન થયું હતું. સમાચાર અહેવાલો અનુસાર, તેઓ કેન્સરથી પીડિત હતા. ઈરાની છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતા. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રી અને બે પૌત્રો છે.
દારા ઈરાની 1992 થી 2010 સુધી પુના પારસી પંચાયતના પ્રમુખ અને ટ્રસ્ટી હતા. ચાલીસ વર્ષથી વધુ લાંબી કાયદાકીય પ્રેક્ટિસ સાથે, દારા ઈરાનીએ ડિસ્ટ્રિક્ટ સિવિલ કોર્ટ, ડિફેન્સ એસ્ટેટ, બોમ્બે હાઈ કોર્ટ અને ક્ધઝ્યુમર કોર્ટમાં કેસ લડ્યા હતા. કેન્ટોનમેન્ટ કાયદાની બાબતોમાં નિષ્ણાત, તેમણે પુણે કેન્ટોનમેન્ટ કોર્ટમાં તેમની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ પુણે કેન્ટોનમેન્ટમાં ગરીબ નાગરિકો માટે અવાજ ઉઠાવનારા કેટલાક અગ્રણી અવાજો પૈકીના એક હતા અને તેમણે સમગ્ર સમુદાયના લોકો માટે કેસ લડ્યા હતા. તેઓ તેમની કાનૂની કુશળતા માટે જાણીતા હતા અને તેમને હંમેશા એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે જેમણે પીડિત સમુદાયના સભ્યો તેમજ પુણે છાવણીના નાગરિકોને આશા આપી હતી.
અહુરા મઝદા ઉમદા આત્માને શાશ્વત શાંતિ આપે! ગરોથમાન બેહેસ્ત હોજોજી!

Leave a Reply

*