મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમે જે પણ ધારશો તેના કરતા ઉલટું થશે. શનિને કારણે નાણાકીય બાબતમાં નુકસાન થવાના ચાન્સ છે. તમે નોકરી કરતા હશો તો ઉપરી વર્ગની તરફથી હૈરાન ગતિ ખુબ વધી જશે. કરેલા કામ પર પાણી ફરી જશે. શનિ તમને આળસુ બનાવી દેશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 11, 12, 13 છે.
Saturn’s rule till 27th October will end up furnishing opposite results, as opposed to your expectations. Financial losses are indicated. The employed could feel the added pressure from seniors at the work place. Your efforts could go in vain. Saturn’s influence makes you lethargic. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 7, 11, 12, 13
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે. નાણાકીય લેતીદેતીના કામો પહેલા પુરા કરી લેજો. અગત્યના કામ પહેલા કરજો. પૈસા બચાવી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરવાળાની સલાહ લઈને કામ કરતા ફાયદામાં રહેશો. કોઈને ધન આપવાની ભુલ કરતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 11, 13 છે.
Saturn’s rule till 27th October will end up furnishing opposite results, as opposed to your expectations. Financial losses are indicated. The employed could feel the added pressure from seniors at the work place. Your efforts could go in vain. Saturn’s influence makes you lethargic. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 7, 11, 12, 13
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારી રાશિના માલીક બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી નવેમ્બર સુધી તમે બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. સાથે કામ કરનાર તમારા મદદગાર થશે. બુધ થોડી કરકસર કરવાનું શીખવી દેશે. બીજાના દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 9, 10, 12 છે.
Mercury’s ongoing rule till 20th November, helps you use your intelligence and resolve even the challenging tasks with ease. Your colleagues will be helpful. Mercury’s influence will have you on your feet. You will be able to win the hearts of others. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 7, 9, 10, 12
CANCER | કર્ક: ડ.હ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમોને મનની શાંતિ નહીં મળે. ભાઈ બહેન સાથે નાની વાતમાં મતભેદ પડતા રહેશે. તમારા વાંક ગુના વગર તમારે માફી માંગવી પડશે. તમારો કોન્ફીડન્સ પાવર જરાબી નહીં રહે. વાહન ચલાવતા સમયે સંભાળીને ચલાવજો. મંગળને શાંત કરવા માટે દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 11, 13 છે.
Mars’ rule does not allow you to be in peace. Squabbles with siblings over petty matters is indicated. You might have to apologize for things for which you are not to blame. Your confidence could greatly reduce. You are advised to drive/ride your vehicles with great caution. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 8, 9, 11, 13
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરી કરવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. બીજાને મદદ કરવા માટે આગળ પડતો ભાગ લેશો. ધન માટે જરાબી મુશ્કેલીમાં નહીં આવો. તમારા કામકાજ સારી રીતે પુરા કરી શકશો. ઘરવાળાની ઈચ્છા પુરી કરવામાં સફળ થશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.
The ongoing Moon’s rule suggests that you do not miss out on any small travel opportunities. You will lead from the front for helping others. There will be no financial issues. You will be able to effectively complete all your work. You will be able to cater to the wants of family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 7, 10, 11, 12
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
હવે તોે તમને શીતળ શાંત ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. અટકેલા કામો ફરી ચાલુ કરવા સાથે સફળતા પણ મેળવશો. તમારા કામ સમય પર પુરા કરી શકશો. સાથે કામ કરનારને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. ધનલાભ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.
The onset of the calming influence of the Moon will help restart all your stalled projects and grant you great success. You will be able to complete your tasks on time. You will win over the hearts of your colleagues by giving them sincere advice. Profits are indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 8, 9, 12, 13
LIBRA | તુલા: ર.ત.
17મી ઓકટોબર સુધી સુખમાં દિવસ પસાર કરી શકશો. અપોજીટ સેકસ સાથે સંબંધ બગડવા દેતા નહીં. ધણી ધણીયાણીમાં સારા સારી રહેશે. 17મીથી સુર્યની દિનદશા તમારા સંબંધ બધા સાથે બગાડી દેશે. ઉતરતી શુક્રની દિનદશા તમને નાણાકીય મુશ્કેલીમાં નહીં આવવા દે. બની શકે તો ઈનવેસ્ટમેન્ટ કરી લેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 10, 11 છે.
You will spend your days in happiness till 17th October, under Venus’ rule. Do not allow disruption of any relationships with members of the opposite gender. Love will blossom between couples. The Sun’s rule, starting 17th October, will tend to ruin your equations with everyone. Venus’ descending rule will not cause any financial problems. Try to invest money if possible. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 10, 11
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ વધી જવા છતાં તમે જરાબી મુશ્કેલીમાં નહીં આવો. કોઈ અંગત વ્યક્તિને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે સાચી સલાહ આપી શકશો. નાણાકીય ફાયદો મળવાના ચાન્સ છે. થોડી ઘણી બચત કરવામાં સફળ થશો. નવા કામથી ફાયદામાં રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Though Venus’ ongoing rule increases your expenses, you will not find yourself in any financial trouble. You will provide sincere advice to someone close to you to help them out of a difficult situation. Financial profits are on the cards. You will be able to save a little money. New jobs will prove profitable. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 9, 10, 11
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
લાંબા સમય તમને સુખ શાંતિ અને આરામ આપે તેવા શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી ડિસેમ્બર સુધી હરવા ફરવાના જવાના ચાન્સ મલતા રહેશે. કામકાજની અંદર ધનલાભ સાથે પ્રમાશન મલવાના ચાન્સ છે. અપોજીટ સેકસનું એટ્રેકશન વધી જશે. મિત્રોનો સાથ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 10, 13 છે.
The onset of Venus’ long rule till 14th December, which brings you much peace and happiness, will also provide you with ample opportunities to travel. You could receive profits as well as a promotion in your work. The attraction towards the opposite gender will increase. Friends will be supportive. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 10, 13
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમે નાના કામમાં પણ હેરાન થતા રહેશો. બીજાનું સારૂં કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. નાણા ખોટી જગ્યાએ ખર્ચ કરવા પડશે. જેબી કમાતા હશો તેનાથી ડબલ ખર્ચ થશે. કોઈ પાસે ઉધાર લેવાનો સમય આવી જશે. કામ કર્યા પછી પણ જશ નહીં મળે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
Rahu’s rule till 6th November will pose issues for you in even petty tasks. Trying to help others will spoil things for yourself. You might end up having to spend money unnecessarily. Your expenses will be twice as much as your income. You might need to borrow money. Despite your hard work, you will not receive appreciation. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 9, 10, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે. અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. કોઈની સાથે નાણાની લેતી દેતી પહેલા પુરી કરી લેજો. તમારી સાથે કામ કરનાર સાથે સારા સારી રાખશો તો તે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં કામ આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 13 છે.
Jupiter’s rule till 25th October suggests that you first handle all important works. Complete any financial deals with others. Keeping cordial relations with your colleagues will secure you their help in the future when you need it. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 8, 9, 13
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા ફેમીલીની જવાબદારી પુરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ધર્મ ચેરીટીના કામો કરવામાં આનંદ ખુબ આવશે. ગુરૂની કૃપા હોવાથી ધન મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Jupiter’s ongoing rule ensures that you face no hurdles in catering to the responsibilities of your family. You will feel great joy in doing work related to religion and charity. Earning money will not be difficult. Ensure to invest in a profitable place. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 8, 9, 10