ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી) લઘુમતી વિભાગે હોશેદાર પરવેઝ એલાવ્યાને રાષ્ટ્રીય સંયોજક તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટી માટે જનરલ સેક્રેટરી (દક્ષિણ મુંબઈ) તરીકે કામ કર્યા પછી, હોશેદાર એલાવ્યાને રાષ્ટ્રીય સંયોજક તરીકેની તેમની વર્તમાન ભૂમિકામાં ઉન્નત કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લઘુમતી વિભાગ સાથે ભારતમાં લઘુમતીઓને લગતા વિવિધ મુદ્દાઓ પર કામ કરશે.
હાલમાં કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે નિમણૂક પામેલા એકમાત્ર પારસી ઝોરાસ્ટ્રિયન સમુદાયના સભ્ય, એલાવ્યાએ પારસી ટાઈમ્સ સાથે શેર કર્યું કે હું આ પ્રતિષ્ઠિત ભૂમિકા સાથે મારામાં વિશ્ર્વાસ વ્યક્ત કરવા બદલ મારા પક્ષના નેતાઓ અને વરિષ્ઠ લોકોનો આભાર વ્યક્ત કરૂં છું. હું માનું છું કે સિસ્ટમ બદલવા માટે તમારે સિસ્ટમનો ભાગ બનવું પડશે. હું લઘુમતી સમુદાયના યુવાનોને સમુદાય અને દેશની સુધારણામાં ભાગ લેતા અને યોગદાન આપતા જોવા માટે ઉત્સુક છું. તેઓ ખાસ કરીને વૃદ્ધો માટે સામાજિક અને સમુદાય સેવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024