સુરત પારસી પંચાયત અને ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરત દ્વારા સામ બહાદુરની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ

ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરતના ઉપક્રમે સુરત પારસી પંચાયત દ્વારા 10મી ડિસેમ્બર, 2022ના રોજ, સિનેપોલિસ ઓડિટોરિયમ ખાતે, ફિલ્ડ માર્શલ સામ માણેકશાની અત્યંત વખણાયેલી બાયોપિક – સામ બહાદુરનું વિશેષ સ્ક્રીનિંગ સુરતવાસીઓ માટે મફતમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
આપણા સમુદાય અને ભારતનું ગૌરવ એવા પદ્મભૂષણ ફીલ્ડ માર્શલ સામ માણેકશાને વખાણાતી આ ફિલ્મને સુરતના ઝોરાસ્ટ્રિયનોથી ભરેલા ઓડિટોરિયમ દ્વારા ખૂબ જ ઉત્સાહ, સીટીઓ અને તાળીઓના ગડગડાટ વચ્ચે સિલ્વર સ્ક્રીન પર જોવામાં આવી હતી. સુરત પારસી પંચાયતના પ્રમુખ, ડો. હોમી દૂધવાલાએ ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરતના પ્રમુખ, મહાઝરીન વરિયાવા અને તેમની પહેલના થકી સુરતના પારસીઓ માટે સ્ક્રીનિંગ સ્પોન્સર કર્યું હતું.

Leave a Reply

*