મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25 ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. ફેમિલી મેમ્બર ને નારાજ નહીં કરી શકો. ફેમિલી મેમ્બરની જરૂરત પહેલા પૂરી કરી શકશો. જુના રોકાણમાંથી ફાયદો મળતો હોય તો લઈ લેજો અને બીજી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી દેજો. ઉતરતી ગુરૂની દિનદશા ધર્મના કામ કરાવી આપશે. દરરોજ નસરોશ યશ્તથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Jupiter’s rule till 25th December advises you not to annoy family members. You will be able to prioritize their wants. You are advised to withdraw profits from old investments and reinvest in other areas. The descending rule of Jupiter will have you inclined towards doing religious deeds. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 17, 18, 19, 20
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ખોટા ખર્ચ પર કાપ મુકીને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. પ્રેમથી બીજાના દિલ જીતી લેશો. રોજના કામ સારી રીતે કરી શકો તે માટે દરરોજ નસરોશ યશ્તથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 19, 21, 22 છે.
The onset of Jupiter’s rule helps you control your unnecessary expenditures and invest your money wisely. You will not face any financial challenges. Sudden monetary gains are indicated. You will win over the hearts of others. To ensure you are able to continue doing your daily tasks effectively, pray to Sarosh Yasht daily.
Lucky Dates: 16, 19, 21, 22
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક બાબતમાં નેગેટિવ વિચાર આવતા રહેશે. જેની પર વિશ્વાસ રાખશો તે વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરશે તેવા હાલના ગ્રહો છે. નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે ટેન્શન ઓછું કરવા માટે દરરોજ મોટી નહપ્તન યશ્તથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 20, 22 છે.
Saturn’s ongoing rule will cloud your mind with negative thoughts about every aspect. You could get betrayed by those that you trust, as per the stars. You might have to face financial issues. The health of the elderly could go down. To reduce worries, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 16, 17, 20, 22
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લા ત્રણ દિવસ બુધની દિનદશામા પસાર કરવાના બાકી છે. હિસાબી કામો પુરા કરવામાં સફળ થશો. 19મીથી શરૂ થતી શનિની દિનદશા તમારા રોજબરોજના કામો પૂરા કરવા નહીં દે. ખોટા વિચારોથી પરેશાન થશો. આજથી તબિયતની ખાસ સંભાળ લેજો. પહેલા ત્રણ દિવસ નમહેર નીઆએશથ અને 19મીથી મોટી નહપ્તન યશ્તથ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.
You have 3 days remaining under Mercury’s rule. You will be successful in completing all accounts-related work. Saturn’s rule, starting from 19th December, will pose challenges for you in completing your daily chores. Negative thoughts will trouble you. Starting today, take special care of your health. For the first 3 days, pray the Meher Nyaish and from the 19th, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 16, 17, 21, 22
LEO | સિંહ: મ.ટ.
બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુદ્ધિ વાપરીને બીજાના મુશ્કેલી ભર્યા કામો સહેલા કરી નાખશો. નાણાકીય બાબતની અંદર ધીરે ધીરે સારા સારી થતી જશે. તમે જે પણ કમાશો તેમાંથી થોડી રકમ બચાવી સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. દરરોજ નમહેર નીઆએશથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
The onset of Mercury’s rule has you using your intelligence to help others resolve their issues smoothly. Finances will gradually improve. You will be able to save and invest a little money from your earning. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 18, 19, 20, 21
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. તમારી હિંમત તૂટી જશે. કોઈ પણ કામ કરવા માટે ખૂબ વિચાર કરશો. નાનું એક્સિડન્ટ થઈ જાય તો નવાઈમાં પડી જતા નહીં. તમને નાની બાબતમાં ખૂબ ગુસ્સો આવી જશે. ગુસ્સો ઓછો કરવા દરરોજ નતીર યશ્તથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 20, 22 છે.
mars’ rule till 24th December will rob you of your courage. You will think multiple times before embarking on any task. A small accident is on the cards. You could get very angry over petty matters. To reduce the same, pray the Tir Yasht daily.
Lucky Dates: 16, 17, 20, 22
LIBRA | તુલા: ર.ત.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 26મી સુધી તમારા અગત્યના કામો જલ્દીથી પૂરા કરી લેજો. તમે જે પણ કામ કરશો તેમાં તમારો સેલ્ફકોન્ફિડન્સ ખૂબ મદદગાર સાબિત થશે. ચંદ્રની કૃપાથી ઘરવાળા સાથેના સંબંધમાં ખૂબ સારા સારી થઈ જશે. દરરોજ 34મુ નામ નયા બેસ્તરનાથ 101વાર ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
The ongoing Moon’s rule till 26th December, suggests that you complete all your important tasks first. Your self-confidence will prove extremely helpful in getting your job done. With the Moon’s graces, relations with family members will be very good. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 18, 19, 20, 21
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને શીતળ ચંદ્રની દિનદશા 26મી જાન્યુઆરી સુધી ચાલશે. તમારા જૂના રોકાણમાંથી ફાયદો લઈ શકશો. મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. રિસાયેલા વ્યક્તિને મનાવી શકશો. શાંત મન રાખીને કામ કરવાથી ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરવા દરરોજ 34મુ નામ નયા બેસ્તરનાથ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 22 છે.
The Moon’s rule till 26th January suggests that you will profit from old investments. You will be able to spend quality time with friends. You will be able to win over those who are upset with you. If you keep a cool mind and work, it will prove effective to earn money. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 16, 17, 18, 22
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આજથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે. સરકારી કામો કરવામાં મુશ્કેલી આવશે. જે પણ કામ કરશો તેમાં જશ નહીં મળે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નહીં આવી શકો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને નહીં કહી શકો. દરરોજ 96મુ નામ નયા રયોમંદથ 101વાર ભણજો. ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 22 છે.
The Sun’s rule, staring today, forecasts challenges in doing any government-related works. You will not receive appreciation or fame for your efforts. It might not be possible to get out of financial difficulty. You will not be able to speak your mind to the one you wish to speak with. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 16, 17, 18, 22
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા નાના કામ પણ ધ્યાન આપીને કરવામાં સફળ થશો. ધનની કમી નહીં આવે. ખર્ચ કરવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. જેનો સાથ મેળવવા માંગતા હશો તેનો સાથ મળી જશે. દરરોજ નબહેરામ યઝદથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 22 છે.
Venus’ rule till 14th January helps you do even your petty jobs well, with a focused mind. There will be no financial shortage. Despite your expenses, you will not be short of money. You will get the support of those you wish. Pray to Behram Yazad daily.
Lucky Dates: 16, 17, 18, 22
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમારી રાશિના માલિક શનિ છે તેના મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખમાં વધારો થશે. ગામ પરગામ જવામાં મુશ્કેલી નહીં આવે. લગ્ન કરવા માંગતા હશો તો યોગ્ય સાથી મળવાના ચાન્સ છે. ધનની મુશ્કેલી નહીં આવે તે માટે દરરોજ નબહેરામ યઝદથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Venus’ ongoing rule has you inclined towards fun and entertainment. Traveling abroad will not be difficult. Those looking to get married could find their life partners in this period. To ensure there is not financial challenges, pray to Behram Yazad daily.
Lucky Dates: 19, 20, 21, 22
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
હાલમાં રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાણાકીય બાબતની અંદર ખૂબ મુશ્કેલી આવશે. બનેલા કામો બગડી જશે. રોજબરોજના કામમાં તમારી નાની ભૂલ બીજા પહાડ જેવી બનાવી દેશે. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. ખાવા પીવા પર ખૂબ ધ્યાન આપજો. રાહુનું નિવારણ કરવા માટે દરરોજ નમહાબોખ્તાર નીઆએશથ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.
Rahu’s ongoing rule could bring about a lot of financial difficulties. Your work could get ruined. A small mistake by you in your daily work could be magnified into something huge by others. Sudden deterioration in your health is indicated – pay attention to your diet. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 18, 20, 21, 22