મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજ અને કાલનો દિવસ જ શાંતિમાં પસાર કરી શકશો. ઉતરતી ગુરૂની દિનદશા ફેમિલી મેમ્બરના દિલ જીતી લેવામાં સફળ બનાવશે. આવતા 42 દિવસમાં રાહુની દિનદશા તમને ખૂબ કંટાળો આપશે. રાહુ તમારા જીવનને અસ્તવ્યસ્ત બનાવી દેશે. નાણાકીય બાબતમાં પરેશાનીમાં આવી જશો. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
Today and tomorrow are two days remaining for you to spend in peace. Jupiter’s descending rule helps you win over the hearts of family members. Rahu’s rule, for the next 42 days, could prove troublesome. It could cause many upsets. Financial problems are indicated. Starting today, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 28, 29
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હાલમાં 22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા રોજના કામ સાથે બીજાને મદદ કરવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેમાં મનને શાંતિ મળશે. ધર્મના સ્થળે જઈ શકશો. નાણાકીય બાબતની અંદર મુશ્કેલીમાં નહીં આવો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Jupiter’s rule till 22nd January will enable you to help others alongside doing your daily chores. You will find great satisfaction in all endeavours you undertake. You will be able to visit religious places. There will be no financial challenges. To gain Jupiter’s graces, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 27, 28
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમે ગુરૂ જેવા ધર્મના દાતાની છાયામાં આવી ગયા છો. 26મી સુધી મન અશાંત રહેશે. બાકી 26મીથી ગુરૂ તમારા મનને મજબૂત બનાવી દેશે. 26મીથી 21મી ફેબ્રુઆરી સુધી તમારા બગડેલા કામો સુધરવા લાગશે. તમારા કામમાં જશની સાથે ધનલાભ પણ થશે. અગત્યની વ્યક્તિને 26મી પછી મળવા જજો. આ અઠવાડિયામાં મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.
Your mind will feel restless till the 26th of December. But the onset of Jupiter’s rule starting 26th till 21st February, will make you mentally strong. Your bungled projects will start improving. You will receive fame as well as financial profits professionally. Meet those important to you only after the 24th. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht daily.
Lucky Dates: 23, 27, 28, 29
CANCER | કર્ક: ડ.હ.
હાલમાં શનિની દિનદશાની સાથે શનિની નાની પનોતી તમને ચારે બાજુથી પરેશાન કરી નાખશે. નાણાકીય બાબતની અંદર ખૂબ ખેંચતાણ રહેશે. જ્યાં ત્રણ કમાશો ત્યાં 30નો ખર્ચ કરવો પડશે. તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. વધુ પડતો કામનો બોજો લેવાની ભૂલ કરતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 28 છે.
Saturn’s ongoing rule will have you surrounded by trouble. Financial strain is indicated. You will end up spending ten times over of what you earn. Take special care of your health. Do not take extra work responsibilities. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 24, 25, 26, 28
LEO | સિંહ: મ.ટ.
બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 18મી જાન્યુઆરી સુધીમાં કરકસર કરીને ધનને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં સફળ થશો. બુદ્ધિ વાપરી પારકાને પોતાના કરી દેશો. થોડું કામ કરીને વધુ ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. સમય ઉપર કામ પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 27, 29 છે.
Mercury’s ongoing rule till 18th January indicates that you will be able to put in some effort and save your money and invest the same in a profitable place. The use of your intelligence will win over strangers. You will find it easy to earn a lot more than your efforts’ due! You will be able to complete your work in time. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 23, 24, 27, 29
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો ઘરવાળા સાથે મતભેદ પડવાના ચાન્સ છે. કાલથી તમારી રાશિના માલિક બુધની દિનદશા શરૂ થશે. ધીરે ધીરે તમારા કામને સુધારી લેશો. બુધની કૃપાથી ધનની ચિંતા ઓછી થશે. નકામી ભાગદોડ ઓછી કરી શકશો.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 28 છે.
Try to spend today as peacefully as possible – there could be a chance of arguments with family members. Mercury’s rule, starting tomorrow will help you to gradually progress in your work. Financial worries will lessen. You will be able to save unnecessary efforts. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 24, 25, 26, 28
LIBRA | તુલા: ર.ત.
પહેલા ત્રણ દિવસ શાંતિમાં પસાર કરી શકશો. ફેમીલી માટે જોઈતી ચીજ વસ્તુ લઈ લેજો. 26મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમને ચીડીયા સ્વભાવના બનાવી દેશે. મંગળને કારણે ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે. નવા કામ ઉપર ધ્યાન આપજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25,29 છે.
You have 3 days remaining to spend in peace. Make the needed purchases for your family. Mars’ rule, starting from 26th December, and lasting for the next 28 days, could have you feeling irritable. The atmosphere at home will not be peaceful. Pay attention to new projects. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, along with the Tir Yasht, daily.
Lucky Dates: 23, 24, 25, 29
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા હાથમાં જે પણ કામ લેશો તેને પૂરા કરીને મૂકશો. કામકાજને પૂરા કરવા માટે ભાગદોડ કરવામાં કસર નહીં રાખો. નાણાકીય બાબતની અંદર સારા સારી રહેશે. ફેમીલીનો સાથ સહકાર પૂરેપૂરો મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 26, 27, 28 છે.
The ongoing Moon’s rule ensures that you complete all work that you take on hand. You will put in all your efforts to ensure the completion of your work. Financial prosperity is indicated. You will receive complete support from your family. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 23, 26, 27, 28
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
સૂર્યની દિનદશા ચાલુ હોવાથી માથા ઉપરનો બોજો વધી જશે. માથાનો દુખાવો, તાવ, શરદી જેવી બીમારીથી પરેશાન થશો. અગત્યના ડીસીઝન લેવાની ભૂલ કરતા નહીં. સરકારી કામમાં સફળતા નહીં મળે. બેંકમાં કામ કરનારા હો તો 5મી જાન્યુઆરી સુધી વધુ ધ્યાન આપજો. દરરોજ 96મુ ંનામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 29 છે.
The onset of the Sun’s rule will increase your mental pressures. You could suffer from headaches, fever or cold. Do not make any important decisions in this phase. Government related works will not be successful. Those working at the bank are advised to put in special attention on their work till 5th January. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 24, 25, 26, 29
CAPRICORN | મકર: ખ.જ.
હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજ શોખ તથા હરવા ફરવામાં દિવસો પસાર કરી શકશો. જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. નાણાકીય બાબતની અંદર ખૂબ જ સારા સારી થતી જશે. શુક્રને કારણે ધ્યાન નહીં આપો તો ધનનો બચાવ નહીં કરી શકો. થોડી ઘણી ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.
Venus’ ongoing rule has you spending your days in fun, travel and entertainment. Someone new could enter your life. Financial prosperity is indicated. You will not be able to save any money without being mindful about it. Ensure to make some investments. Pray to Behram Yazad daily.
Lucky Dates: 23, 24, 27, 28
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી કામકાજની સાથે મોજશોખ પણ વધતા જશે. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. એકબીજાના મનની વાત સમજી શકશો. નાના ધનલાભ મળતા રહેશે. જુના રોકાણમાંથી ફાયદો લેવાનું ભૂલતા નહીં. મિત્રોથી ધનલાભ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 29 છે.
Venus’ ongoing rule has you spending your days in fun, travel and entertainment. Someone new could enter your life. Financial prosperity is indicated. You will not be able to save any money without being mindful about it. Ensure to make some investments. Pray to Behram Yazad daily.
Lucky Dates: 23, 24, 27, 28
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
પાંચમી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા કામો સુધરવાની જગ્યાએ બગડી જશે. તમારૂં સાચું બોલેલું કોઈને કડવું ઝેર જેવું લાગશે. નાણાકીય બાબતમાં ખૂબ મુશ્કેલીઓ આવશે. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 27, 28 છે.
Rahu’s rule till 5th January will cause a deterioration in your work instead of improvement. The truth you utter will feel like bitter poison to others. Financial strain is indicated. Sudden health failure is predicted. Unnecessary expenses will cause you much worry. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 24, 26, 27, 28
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024