132 વર્ષ જૂની બાયરામજી જીજીભોય પારસી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન (બીજેપીસીઆઈ), એક ઐતિહાસિક સીમાચિહ્ન અને ગોથિક સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલી શહેરની છેલ્લી બાકી રહેલી રચનાઓમાંની એક, સંરક્ષણ આર્કિટેકટ વિકાસ દિલાવરીના માર્ગદર્શન હેઠળ તેની ભૂતપૂર્વ ભવ્યતામાં પુન:સ્થાપિત કરવામાં આવી છે. પુન:સંગ્રહને વિર્ટુસા ફાઉન્ડેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જે વિર્ટુસા કોર્પોરેશનની પરોપકારી શાખા – એક આઈટી કંપની છે. શાળાને સમુદ્રની નજીક હોવાને કારણે ચક્રવાત, લીકેજ અને કાટ દ્વારા નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂનતમ હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવા માટે નિષ્ણાત આર્કિટકટની જરૂર હતી.
ખાસ અવસરે બીજેપીસીઆઈ ટ્રસ્ટીઓ દ્વારા કોફી ટેબલ બુક, અનવ્રેપિંગ ધ સ્ટોરી ઓફ એ લેન્ડમાર્ક રિસ્ટોરેશનનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ આર્કિટેકચરલ માસ્ટરપીસ શહેરના સમૃદ્ધ વારસાના પાયાના પથ્થર તરીકે ઉભી છે અને 1993માં બેસ્ટ પ્રિઝર્વ્ડ મોન્યુમેન્ટલ બિલ્ડિંગ હોવા બદલ અર્બન હેરિટેજ એવોર્ડ પણ મેળવ્યો હતો. મુંબઈના ચર્ની રોડ સ્ટેશનની સામે આવેલી, બીજેપીસીઆઈ સ્કુલની ડિઝાઈન ખાન બહાદુર મંચેરજી સી. મર્જબાન દ્વારા બનાવવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક બાયરામજી જીજીભોય દ્વારા સંચાલિત, બીજેપીસીઆઈની સ્થાપના 1890 માં કરવામાં આવી હતી. તે હાલમાં સવાર, બપોર અને સાંજના સત્રોમાં આશરે 1,500 વિદ્યાર્થીઓને સમાવે છે. ટ્રસ્ટી રૂસ્તમે તેમના પૂર્વજોના વારસાને કાયમી રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરી અને યુનેસ્કો હેરિટેજ એવોર્ડ એન્ટ્રી તરીકે વિચારણા માટે બિલ્ડિંગને સબમિટ કરવાની યોજના બનાવી રહ્યા છે.
મુંબઈની પારસી હેરિટેજ બિલ્ડીંગ બીજેપીસીઆઈ સ્કુલ પુન:સ્થાપિત
Latest posts by PT Reporter (see all)