એસપી ગ્રુપે આબુ ધાબીના પ્રથમ આઇકોનિક હિંદુ સ્ટોન ટેમ્પલનું બાંધકામ પૂર્ણ કર્યું

ગ્લોબલ સ્કાયલાઈન પર અંકીત કરેલા સીમાચિહ્નોનો વારસો ચાલુ રાખતા, ભારતના અગ્રણી બિઝનેસ હાઉસ – શાપુરજી પાલનજી ગ્રુપ (એસપી ગ્રુપ) – એ મધ્ય પૂર્વમાં પ્રથમ હિન્દુ મંદિર – આબુ ધાબી (યુએઈ) માં બીએપીએસ હિન્દુ મંદિરની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરી, જે 14મી ફેબ્રુઆરી, 2024ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભવ્ય સમારોહમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 27 એકર રણની જમીનમાં વસેલું આ આર્કિટેકચરલ અજાયબી ભારત અને યુએઈ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની એક પહેલ, મંદિર તમામ ધર્મો માટે ખુલ્લું છે.

Leave a Reply

*