સમુદાય અને દેશના સૌથી પ્રિય અને આદરણીય પરોપકારી, ઉદ્યોગપતિ અને સ્વપ્નદ્રષ્ટા અને રખડતા પ્રાણીઓ પ્રત્યેની તેમની કરૂણા માટે જાણીતા એવા 86 વર્ષીય રતન ટાટા જે ટાટા ટ્રસ્ટ સ્મોલ એનિમલ હોસ્પિટલ શરૂ કરવા માટે તૈયાર છે. ટીઓઆઈ, સમાચાર અહેવાલો મુજબ લાંબી પ્રતીક્ષા બાદ પેટ પ્રોજેકટ એક અત્યાધુનિક, મુંબઈના મહાલક્ષ્મી ખાતે જાનવરો માટેની દિવસ-રાતની હોસ્ટિપટલ શરૂ કરવામાં આવશે.
તેમાં ઇજાગ્રસ્ત પાળતુ કૂતરા માટે અદ્યતન તબીબી સંભાળ લેવા માટે તેમના અંગત સંઘર્ષ અને વૈશ્વિક શોધમાંથી જન્મેલ, મુંબઈ એનિમલ મેડિકલ સેન્ટર, 2.2 એકરમાં ફેલાયેલું અને રૂપિયા 165 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે. માર્ચની શરૂઆતમાં આ હોસ્પિટલ ખુલશે અને તેમાં કૂતરા, બિલાડી, સસલા અને અન્ય નાના પ્રાણીઓની સારવાર કરવામાં આવશે. તેમાં 200 દર્દીઓ બેસી શકે તેટલી જગા છે. ટીમનું નેતૃત્વ બ્રિટિશ પશુચિકિત્સક થોમસ હીથકોટ કરશે, જેઓ હોસ્પિટલ માટે મુંબઈ સ્થળાંતરિત થયા છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024