મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજથી તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા અધૂરા રહેલા કામોને પૂરા કરવામાં જે પણ મુશ્કેલી આવશે તેને દૂર કરવામાં સફળ થશો. મોજશોખની પાછળ ખર્ચ કરી શકશો. નવા કામ મેળવવા માટે થોડી મહેનત કરવી પડશે. ઘરવાળાનો સાથ સહકાર મળી રહેશે. મિત્ર મંડળમાં વધારો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 3, 4, 7, 9 છે.
Venus’ rule starting today will help you do away with all challenges in your way that keep you from completing your tasks. You will be able to spend on fun and entertainment. A little effort will be needed to get new projects. Your family members will be supportive. An increase in your friend circle is predicted. Pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 4, 7, 9
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે વિચારોમાં ખોવાયેલા રહેશો. થોડી-થોડીવારમાં વિચાર બદલાતા રહેશે. રાહુ તમને વધુ પડતાં નેગેટિવ બનાવી દેશે. પોતાના પણ તમારી સાથે પારકા જેવો વ્યવહાર કરશે. નોકરી કરતા હશો તો સાથે કામ કરનાર પણ તમને સાથ નહીં આપે. નાણાકીય બાબતમાં પરેશાન થશો. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાથી થોડી રાહત થશે.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
Rahu’s ongoing rule keeps you lost in your thoughts, which will keep changing over short periods of time. Rahu’s rule could make you mentally negative. Those close to you will behave like strangers. Your colleagues might not be supportive. Financial issues predicted. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 8
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારા ઉપર ગુરૂની કૃપા હોવાથી નાની બાબતમાં પણ તમે આનંદમાં આવી જશો. જે પણ કમાશો તેમાંથી કોઈને થોડી મદદ કરવામાં સફળ થશો. ગુરૂ તમારા હાથથી સોશિયલ કામ કરાવશે. અચાનક નાનો ધન લાભ મળવાનો ચાન્સ છે. ફેમિલી મેમ્બરને મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 6, 9 છે.
Jupiter’s influence will make you feel content over even small matters. You will be able to share some of your earnings with those in need. Jupiter’s rule will have you inclined towards social service. Small unexpected profits are indicated. You will go all out to help family members. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 6, 9
CANCER | કર્ક: ડ.હ.
તમને 24મી જાન્યુઆરીથી ધર્મના દાતા ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તમારા કરેલા કામના તમારા દુશ્મન પણ વખાણ કરશે. ગુરૂની કૃપાથી ધર્મના સ્થાને જઈ શકશો. ધન કમાવા માટે કોઈપણ જાતની મુશ્કેલીમાં નહીં આવો. જે પણ કમાશો તેમાંથી થોડી ઘણી કોઈને અવશ્ય મદદ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.
Jupiter’s rule starting 24th January will have even your enemies praising your work. You will be able to visit your sacred place. You will not face any challenges in earning money. You are advised to provide financial help to those who need it, from your earnings. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 7
LEO | સિંહ: મ.ટ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારે તમારી તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. તબિયત માટે જો થોડા બેદરકાર બનશો તો મોટી મુસીબતમાં આવી જશો. ખાવા પીવા ઉપર ધ્યાન આપજો. તમારા રોજના કામ કરવા માટે તમને ખૂબ આળસ આવશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવી જશો. શનિનું નિવારણ કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
Saturn’s ongoing rule calls for you to take extra special care of your health. Any carelessness will lead to a big health crisis. Be careful of your diet. You could feel lethargic to do your daily chores. Financial strain is indicated. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 5, 6, 7, 8
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
17મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. તમે તમારા અગત્યના કામો બુદ્ધિબળ વાપરીને પૂરા કરવામાં સફળ થશો. બીજાને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. થોડું ઘણું રોકાણ શેર માર્કેટમાં કરવાથી લાંબા સમય ઉપર ફાયદામાં રહેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. તમારી બુધ્ધિમાં વધારો કરવા દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 6, 8 છે.
Mercury’s rule till 17th February will help you succeed in completing your important tasks with the use of your intelligence. You will win over the hearts of others by giving them sincere advice. A little investment in the share markets could prove beneficial in the long term. Financial prosperity is indicated. To further your wisdom, pray the Meher Nyaish daily.
Lucky Dates: 3, 4, 6, 8
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે. તમારા વિચારોમાં ખૂબ જ ચેન્જીસ આવી જશે. તમે જે સમજશો તે જ કરશો. મનગમતી વ્યક્તિને મળવાના ચાન્સ છે. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા કામ સમય પર પૂરા કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરી લેશો તો ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9 છે.
Mercury’s rule till 18th March brings in a lot of changes in your thought process. You will execute exactly what you plan. You could meet a favourite person. Try to invest some money if possible. To complete your work on time, using your intelligence will benefit you. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 9
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા તમારા માથાને ખૂબ તપાવશે. તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. તમે સાચું બોલશો તો પણ સામેવાળી વ્યક્તિ તમારી વાતમાં વિશ્વાસ નહીં રાખે. વાહન ચલાવતા હો તો વાહન સંભાળીને ચલાવજો નહીં તો એક્સિડન્ટ થવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 5, 8, 9 છે.
Mars’ rule till 21st February keeps you very hot-headed. You could get angry over small matters. Despite being truthful, people will not believe what you say. Ride/drive your vehicle with great caution as there is the possibility of meeting with an accident. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 3, 5, 8, 9
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે જેના ઉપર વિશ્વાસ મૂકશો તે વ્યક્તિ તમારા કામને પૂરા કરી આપશે. તમને કામ પુરા કરવા માટે મિત્રની મદદ મળી રહેશે. બગડેલી તબિયતની અંદર સારા સારી થતી જશે. ગામ-પરગામથી કોઈ સારા સમાચાર મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 3, 4, 6, 7 છે.
The Moon’s rule till 23rd February will ensure that those you trust will live up to their commitments to you. You will get support from friends to help you complete your tasks. Those with compromised health conditions, will start healing. Good news from abroad is expected. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 3, 4, 6, 7
CAPRICORN | મકર: ખ.જ.
આજ અને કાલનો દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. પમી સુધી કોઇબી અગત્યના કામો હાથમાં લેતા નહીં. સહી સિક્કાના કામો છઠ્ઠી પછી કરવાના રાખજો. ઉતરતી સુર્યની દિનદશા માથાનો દુખાવો આપશે. બાકી છઠ્ઠી ફેબ્રુઆરીથી 50 દિવસ માટે ચંદ્રની દિનદશા ધીરે ધીરે તમારા કામને સુધારી આપશે. આજે અને કાલે 96મુ નામ ‘યા રયોમંદ’ અને પછી ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
Today and tomorrow are the last 2 days remaining under the Sun’s rule. Do not take on any important works till the 5th of February. Any official works should be postponed to February 6th onwards. The descending rule of the Sun could give you headaches. The Moon’s rule, starting 6th February, for the next 50 days, will gradually help you resolve all work issues. Today and tomorrow, pray the 96th Name, ‘Ya Rayomand’, after which, pray the 34th Name, ‘Ya Beshtarna’ 101 times, each daily.
Lucky Dates: 6, 7, 8, 9
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
13મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો આ અઠવાડિયામાં પૂરા કરી લેજો. તમારા કરેલા કામના વખાણ ખૂબ થશે. ઉતરતી શુક્રની દિનદશા તમને ઓપોઝિટ સેક્સ તરફથી કોઈ સારા સમાચાર જાણવા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. વધુ ખર્ચ કરવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.
Venus’ rule till 13th February suggests that you complete any important tasks this week itself. Your work will receive great appreciation. Venus’ descending rule will bring you some good news from the opposite gender. Financial prosperity is indicated. Despite spending extra money, there will be no financial issues. Pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 4, 5, 7
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને શુકનવંતા શુક્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરીનો ચાન્સ મળશે. કામકાજને વધારવા માટે ખૂબ ભાગદોડ કરવી પડશે. નવા કામ મળવાના ચાન્સ છે. રિસાયેલા પ્રેમી કે પ્રેમિકાને મનાવી લેશો. ધારેલા સમય ઉપર નાણાકીય બાબતમાં ઇનવિઝિબલ હેલ્પ મળી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 6, 8, 9 છે.
Venus’ ongoing rule brings you opportunities for short travels. Much effort will be required to expand your business. You could get new work projects. You will be able to win over your upset sweetheart. At the time when you need money, you will receive it from an anonymous source. Pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 6, 8, 9