6ઠ્ઠી જાન્યુઆરી, 2024 ના રોજ, અમદાવાદ પારસી પંચાયત (એપીપી) દ્વારા પારસી સેનેટોરિયમ હોલમાં, વર્ષ 2023 માટે બાવીસ સિદ્ધિઓને સન્માનિત કરવા માટે તેના વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ડો. આરમઈતી દાવરની અધ્યક્ષતા કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત જશન સમારોહથી કરવામાં આવી હતી. એપીપી સમિતિના સભ્ય એરીઝ બોકડાવાલાએ મુખ્ય મહેમાનનો પરિચય કરાવ્યો, જેના પગલે બ્રિગેડ. જહાંગીર પી.અંકલેસરીયા, વીએસએમ – એપીપીના પ્રમુખ અને ડો. આરમઈતી દાવર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એરિઝ બોકડાવાલાએ પછી વિવિધ શૈક્ષણિક અને અભ્યાસેતર કેટેગરીમાં પુરસ્કારોની જાહેરાત કરી.
પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોડર્સ જાણીતા એડવોકેટ – કેરસાસ્પ જે. શેઠના (મરણોત્તર) અને મહેરનોશ એફ. દસ્તુર (નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર, અમદાવાદ) ને એનાયત કરવામાં આવ્યા હતા. કમ્યુનીટી સર્વિસ એવોર્ડ શિરીન કાંગાને અને મરણોત્તર મર્ઝબાન લાહેવાલા અને આરમઈતી શ્રોફને અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્ય મહેમાન ડો. આરમઈતી દાવર અને એપીપીના પ્રમુખ બ્રિગેડ. અંકલેસરિયાએ શ્રોતાઓને સંબોધિત કર્યા, જ્યાં તેમણે એપીપીની વિવિધ સિદ્ધિઓ અને ભાવિ પ્રોજેકટસ પર પ્રકાશ પાડ્યો. પારસી ગીત, છૈયે હમે જરથોસ્તી અને રાષ્ટ્રગીતના પ્રસ્તુતિ સાથે એવોર્ડ ફંક્શનનું સમાપન થયું. ડો. આરમઈતી દાવરે તેમના માતા-પિતા, સુનામાય અને ડો. ફિરોઝ દાવરની યાદમાં ગંભારનું આયોજન કર્યુ હતું જે ત્યારબાદ શ્રોતાઓએ માણ્યું.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024