પ્રજાસત્તાક દિવસ 2024ની ઉજવણી કરવા માટે એક વધારાનું કારણ એ હતું કે આપણા સમુદાયના બે દિગ્ગજ લોકોને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોથી ઓળખવામાં આવ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા હતા. જાણીતા માઇક્રોબાયોલોજિસ્ટ, જેમણે ભારતના ઉદ્ઘાટન સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના વિકાસની પહેલ કરી – ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી, દવાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત એવા ડો. યઝદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો; જ્યારે મુંબઈ સમાચારના મેનેજિંગ ડિરેકટર હોરમસજી એન. કામાને 2024ના ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મહારાષ્ટ્ર તરફથી સાહિત્ય અને શિક્ષણ (પત્રકારત્વ) ક્ષેત્રે પ્રતિષ્ઠિત પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પદ્મ પુરસ્કારો એ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે.
72 વર્ષીય નિષ્ણાત માઇક્રોબાયોલોજિસ્ટ – ડો. યઝદી ઇટાલિયા, 1978 થી ભારતનો પ્રથમ સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ વિકસાવવા માટે આદરણીય છે, જેમણે ગુજરાતના 15 લાખથી વધુ આદિવાસીઓના જીવન પર અસર કરી હતી. તેમના કાર્યક્રમને અખિલ ભારતીય સ્તરે એક મોડેલ પ્રોજેકટ તરીકે વડાપ્રધાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ચાર દાયકાઓ સુધી અગ્રણી બોમ્બે સમાચાર ગુજરાતી અખબાર, હોરમસજી એન. કામા, ડિરેકટર, મુંબઈ સમાચાર, ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશન્સ (2018-2019) ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ અગાઉ ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)ના પ્રમુખ અને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને મીડિયા રિસર્ચ યુઝર્સ કાઉન્સિલના અધ્યક્ષ હતા.
પારસી ટાઈમ્સ સમુદાયના ગૌરવમાં વધારો કરવા માટે, અને ગૌરવપૂર્ણ પારસી ધ્વજને હંમેશા ઉંચો લહેરાતો રાખવા માટે આ મહાન લોકોને સલામ કરે છે!
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024