ભારત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ફારસીને કલાસીકલ ભાષા તરીકે ઉમેરશે

15મી જાન્યુઆરી, 2024ના રોજ, ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકરે તેહરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ – ઈબ્રાહિમ રાયસી સાથેની બેઠક બાદ જાહેરાત કરી કે ભારત સરકારે રાષ્ટ્રીય શિક્ષણમાં ફારસીને નવ કલાસીકલ ભાષાઓમાંની એક તરીકે ઉમેરવાનો નિર્ણય કર્યો છે. ભારત અને ઈરાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવે છે, જે બંને રાષ્ટ્રો વચ્ચેના સાંસ્કૃતિક, સાહિત્યિક અને ભાષાકીય જોડાણોને પ્રકાશિત કરે છે.
આ માન્યતા ભારતીય શૈક્ષણિક માળખામાં ફારસીના સમૃદ્ધ વારસાની વધુ સમજણ અને પ્રશંસાને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં કલાસીકલ ભાષાઓ જાહેર કરાયેલી અન્ય ભાષાઓમાં તમિલ, સંસ્કૃત, કન્નડ, મલયાલમ અને ઓડિયાનો સમાવેશ થાય છે.

Leave a Reply

*