મધર્સ ડે માતાના સન્માનમાં ઉજવવામાં આવે છે. આ દિવસ માતાને સન્માન, શુભેચ્છા આપવાની પરંપરા છે. આપસૌને મધર્સ ડે ની ઘણીને ઘણી બધી શુભેચ્છાઓ. મધર્સ ડે ભલે પશ્ર્વિમી સંસ્કૃતિની દેન હોય પરંતુ ભારતમાં પણ તેની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. ભારતીય સમાજમાં માતાને ભગવાન નો દરજ્જો આપવામાં આવ્યો છે, એમ કહેવાય છે કે ભગવાન દરેક સમયે દરેક જગ્યાએ 5હોચી શકતો નથી. આથી તે માના રૂપે પૃથ્વીપર દરેક ઘરમાં બિરાજે છે. માતાનું બલિદાન,
ઋણ, તેનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરીને કે કોઈ એક દિવસને ખાસ બનાવીને ન કરી શકાય. આ5ણને આ ઘરતી પર લાવનાર મા માટે મધર્સ ડે રોજ ઉજવીએ તો પણ ઓછો પડે.
અમારા ગામડાની કહેવત છે કે, તમે પોતાના જ ચામડામાંથી બનાવેલા જોડા (જુતા) બનાવીને મા ને પહેરાવોને તો પણ માનું ઋણ ઉતારી શકાતુ નથી. કહેવાનો ભાવાર્થ એટલો જ કે માતા એ પોતાના બાળકના ઉછેર, સંસ્કાર સિંચન, પરવરીશ માટે જે કંઇ ભોગ આપ્યો છે એના માટે તેના બાળકો મોટા થઇ મા માટે ગમે તેટલુ કરે તો પણ બદલો ચુકવી શકતો નથી.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024