ન્યુક્લિયર મેડિસિન ક્ધસલ્ટન્ટ, યુસીએલએચ (યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલ્સ) ના પ્રોફેસર જમશેદ બોમનજીને એનએચએસ અને વૈશ્વિક પરમાણુ ચિકિત્સા અને તેમની સેવાઓ માટે કિંગના બર્થડે ઓનર્સ 2024ની યાદીમાં ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (ઓબીઈ) એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રોફેસર જમશેદ બોમનજી 2023 સુધી યુસીએલએચ ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન ખાતે ક્લિનિકલ લીડ અને હેડ – ક્લિનિકલ સર્વિસમાં હતા. તેઓ હવે ફુલ-ટાઈમ ક્ધસલ્ટન્ટ તરીકે કામ કરે છે. છેલ્લાં 20 વર્ષોમાં તેમણે એનએચએસ સેવાને યુરોપમાં સૌથી મોટી અને સૌથી આધુનિક ન્યુક્લિયર મેડિસિન ઇમેજિંગ અને ઉપચાર સેવાઓમાંની એક તરીકે વિકસાવી છે. તેમના મુખ્ય સંશોધન રૂચીઓમાં ઓન્કોલોજી, નેફ્રોલોજી/યુરોલોજી, કાર્ડિયોલોજી અને સૌમ્ય અને જીવલેણ રોગ માટે ન્યુરોલોજીમાં ન્યુક્લિયર મેડિસિન તકનીકોના નિદાન અને ઉપચારાત્મક ઉપયોગનો સમાવેશ થાય છે. તેમણે પીઅર-સમીક્ષા કરેલ જર્નલમાં 339 થી વધુ સંશોધન અને ક્લિનિકલ પેપર્સમાં યોગદાન આપ્યું છે અને પ્રકાશિત કર્યું છે તથા 20 પુસ્તક પ્રકરણો લખ્યા છે અને તેઓ ન્યુક્લિયર મેડિસિન કોમ્યુનિકેશન્સના સંપાદક છે.
જમશેદ બોમનજીને ઓબીઈ પુરસ્કાર મળ્યો
Latest posts by PT Reporter (see all)