ડીપીવાયએ શાળા માટે ગૌરવની ક્ષણ

દાદર પારસી યુથ્સ એસેમ્બલી હાઈસ્કૂલ માટે આ ખરેખર ગર્વની ક્ષણ છે કારણ કે તેના બે વિદ્યાર્થીઓ – કયોમર્ઝ ધાભર (વર્ગ 9) અને કિમાયા મોરે (વર્ગ 8), જેઓ ઈન્ટરનેશનલ સ્પેસ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો હતો, તેઓ ટોપ પર આવ્યા હતા અને મુખ્ય સ્થાનો જીત્યા હતા. ઈન્ટરનેશનલ સ્પેસ ઓલિમ્પિયાડમાં, કયોમર્ઝ સિનિયર કેટેગરીમાં મહારાષ્ટ્રમાં પ્રથમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સાતમા ક્રમે તથા કિમાયા ઓલ-ઈન્ડિયા જુનિયર કેટેગરીમાં પ્રથમ ક્રમે રહી હતી જેનું આયોજન ઈડીયુ મિથરા ઈન્ટેલેક્ચ્યુઅલ સર્વિસીસ પ્રા. લિ. દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશ્વભરમાંથી 25 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી અને વિજેતાઓને કેનેડી સ્પેસ સેન્ટરમાં નાસા દ્વારા આયોજિત 3-દિવસીય પ્રમાણપત્ર કાર્યક્રમને અનુસરવા માટે યુએસએમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને અવકાશયાત્રી અનુભવ સાથે મંગળ પર રહેવા અને કામ કરવાની તાલીમ આપવામાં આવી હતી. તેઓએ અવકાશયાત્રી તાલીમ કાર્યક્રમ, કેનેડી સ્પેસ સેન્ટર, એપોલો સ્પેસ સેન્ટર, સ્મિથસોનિયન નેશનલ ઝૂ અને વ્હાઇટ હાઉસમાં હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે, તેઓને કેનેડી સ્પેસ સેન્ટરમાંથી અવકાશયાત્રી તાલીમ અનુભવ પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું.

Leave a Reply

*