Your Moonsign Janam Rashi This Week –
15 June – 21 June 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. આજથી તમારે તમારા મનની વાત કોઈને કહેવી હોય તો કહી દેજો સમયની રાહ જોતા નહીં. જે પણ ડિસિઝન લેવા માંગતા હો તે ડિસિઝન જલ્દીથી લઈ લેજો. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈપણ જાતની કસર કરતા નહીં. હાલમાં 34 મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 16, 19, 20, 21 છે.

The Moon’s rule till 25th June. Today on, ensure to speak what’s on your mind with people – don’t procrastinate. Take all your pending decisions soon. Don’t hold back on catering to the wants of your family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily

Lucky Dates: 16, 19, 20, 21


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને ચોથી જૂનથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. જરૂરી કામો 26મી જુલાઈ સુધી પૂરા કરી શકશો. ગામ-પરગામ જવા માટે ખૂબ સારા ચાન્સ છે. બીજાના મનના વિચારો જલ્દીથી ઓળખી શકશો. નાના ધનલાભ મળતા રહેશે. બચત કરી શકશો. બની શકે તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 21 છે.

The Moon’s rule from 4th June till 26th July, suggests that you try and complete all your important tasks in this period. You will get lots of opportunities to travel abroad. You will be able to understand the thoughts of others. You will continue to receive small profits. You will be able to save. Try making investments. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 16, 17, 18, 21


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો. કાલથી 20 દિવસ માટે સૂર્યની દિનદશા તમારા મગજને ખુબ ગરમ કરશે. સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામો કરવામાં મુશ્કેલીઓ આવશે. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જાય તેવા હાલના ગ્રહો છે. નકામા કામો કરવાથી પરેશાન થશો. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.

Today is your last day in peace. The Sun’s rule starting tomorrow, for the next 20 days, will end up heating things up mentally for you. You will find it difficult to get any government-related jobs done. The health of the elderly could go down. You will feel troubled doing unnecessary tasks. Pray the 96th Name, ‘Ya Rayomand,’ 101 times, daily.

Lucky Dates: 16, 18, 19, 20


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

15મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમને બધી જગ્યાએથી સારા સમાચાર મળશે. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. તમારી નેક મુરાદ પૂરી કરવામાં શુક્રની પૂરેપૂરી કૃપા હશે. રોજબરોજના કામો ખૂબ સારી રીતે કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 17, 18, 21 છે.

Venus’ rule till 15th July will have good news pouring in from all quarters. There will be no financial issues. Venus will ensure to make your sincere wishes come true. You will be able to do your daily chores effectively. Pray to Behram Yazad daily.

Lucky Dates: 15, 17, 18, 21


LEO | સિંહ: મ.ટ.

05Leo

હાલમાં લાંબો સમય ચાલે તેવા શુક્રની દિનદશા ચાલુ હોવાથી ફેમિલી મેમ્બરનો સાથ-સહકાર મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ઓપોઝિટ સેક્સનો ભરપૂર સાથ મળશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ધનની મુશ્કેલીમાં નહીં આવો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

The onset of Venus’ rule for a long time has your family supporting you in your endeavours. You will get much support also from members of the opposite gender. You could get an opportunity for a short trip. There will be no financial problems. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 20, 21


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. નાણાકીય બાબતમાં પરેશાની વધતી જશે. ખોટા ખર્ચાઓ ખૂબ વધી જશે. તમે તમારા અગત્યના કામો કરવામાં સફળ નહીં થાવ. ખોટા વિચારોને કારણે રાતની ઊંઘ અને દિવસની ભૂખ બંને ઉડી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 21 છે.

Rahu’s rule till 5th July will cause squabbles between couples over petty matters. Financial issues will continue to climb. Unnecessary expenditures will increase greatly. You will not be able to do your important works. Negative thoughts will rob you of your sleep and appetite. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 15, 16, 17, 21


LIBRA | તુલા: ર.ત.

07Libra

 ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 23મી જુન સુધી ઘરની વ્યક્તિના અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. ધનની છૂટછાટ હોય તો સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધર્મનું કામ કરવાથી મનને શાંતિ મળશે. હમણાં બીજાને મદદ કરવાથી તમારા ખરાબ સમયમાં તે તમને મદદ કરી શકશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી કામમાં સારા સારી રહેશે.
શુકનવંતી તા. 15, 17, 18, 20 છે.

The onset of Jupiter’s rule till 23rd June suggests that you prioritize the important works of family members. If possible, ensure to invest some money. Doing religious works will bring you mental peace. Helping others will ensure that others help you during your times of need. For professional success, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 15, 17, 18, 20


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ત23મી જુલાઈ સુધી મંગળના મિત્ર ગુરૂની દિનદશા ચાલશે. તમને મિત્રો તરફથી સારી સલાહ અને મદદ મળતા રહેશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. જુના રોકાણમાંથી ફાયદો મળશે. દરરોજના કામમાં સારા સારી થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 19, 22 છે.

Jupiter’s rule till 23rd July brings in good advice and support from your friends. You will surface out of any financial difficulties. Old investments will prove profitable. Daily chores will be done with improvement. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 15, 16, 19, 22


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ હોવાથી 25મી જુન સુધી તમારે ખૂબ જ સંભાળીને ચાલવાનું રહેશે. ખાવા પીવા ઉપર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જતા વાર નહિ લાગે. જો તમારી તબિયત બગડશે તો લાંબા સમય સુધી પરેશાન થશો. હાલમાં ભાગીદારીમાં કોઈપણ કામ કરતા નહીં. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

The onset of Saturn’s rule till 25th June, suggests that you tread very carefully. If you don’t care of your diet, your health will suffer. Any ill health or ailment starting now, could last for a long time. Do not get into any kind of partnerships at work. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 17, 18, 19, 20


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

પહેલા ત્રણ દિવસ સુખ શાંતિમાં પસાર કરી શકશો. આ ત્રણ દિવસમાં તમારાથી રિસાયેલ વ્યક્તિને મનાવી લેજો. બાકી 18મી જૂનથી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. તમારા નાના કામ પણ પુરા કરવામાં ખૂબ મુશ્કેલીઓ આવશે. ખર્ચનો ખાડો ઊંડો થતો જશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 15, 16, 17, 21 છે.

You have 3 days remaining to spend in peace and happiness. Ensure to resolve any issues with those upset with you during this period. Saturn’s rule, starting 18th June, makes you lethargic. You will face a lot of obstacles trying to execute even small matters. Expenses will mount. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 15, 16, 17, 21


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી પસંદગીની ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. બુધ તમને કરકસર કેમ કરવી તે શીખવી દેશે. મિત્રો તથા ફેમિલી સાથેનો વ્યવહાર ખૂબ સારો થઈ જશે. થોડી મહેનત કરવાથી વધુ ધનલાભ મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Mercury’s ongoing rule ensures that you are able to purchase items your desire. You will learn how to work hard during this period. Relations with friends and relatives will improve greatly. A little effort will bring you great profits. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 17, 18, 19, 20


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે. તેથી તમે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવામાં સફળ નહીં થાઓ. સગા સંબંધી તમને નાની બાબતમાં ઈરીટેટ કરી નાખશે. જો તમે હાય પ્રેશર જેવી માંદગીમાંથી પસાર થતા હો તો કાળજી રાખજો. મગજને શાંત રાખવાની કોશિશ કરજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 21 છે.

Mars’ rule till 23rd June makes it impossible for you to control your temper. Relative will tend to irritate you over petty matters. Take special care if you suffer from high. Try to keep calm. Pray the Tir Yasht daily.

Lucky Dates: 15, 16, 18, 21

Leave a Reply

*