મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
પહેલા ત્રણ દિવસ જ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. આ ત્રણ દિવસ ફેમિલી મેમ્બર સાથે હસીખુશીમાં પસાર કરી લેજો. બાકી 25મીથી મંગળની દિનદશા આવતા 28 દિવસમાં તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ લાવી દેશે. તમે ખૂબ જ ચીડીયા સ્વભાવના થઈ જશો. તમને દરેક બાબતમાં ગુસ્સો આવશે. દરરોજ 34 મું નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.
You have 3 days remaining under the rule of the Moon – ensure to spend these 3 days with your family with happiness. Mars’ rule, starting 25th May, lasting for the next 28 days, will cause lot of changes in your behaviour. You will get exceedingly irritable. You will get angry over every little thing. Pray the Tir Yasht along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 22, 23, 24, 27
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ચંદ્રની દિનદશાને લીધે 26મી જુલાઈ સુધી તમારા પ્રોબ્લેમમાંથી બહાર નીકળવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. જે પણ કામ હાથમાં લેશો તેને પૂરા કરીને મૂકશો. તમારો આત્મવિશ્વાસ ખૂબ મજબૂત રહેશે. દિલથી કરેલા કામની અંદર સફળતા મળશે. મનને વધુ શાંત બનાવવા 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 23, 25, 26, 28 છે.
The Moon’s rule till 26th July helps you get out of all your problems without any difficulty. You will be able to complete all endeavours that you take on. Your self-confidence will be solid. You will succeed in doing tasks which you are passionate about. For greater mental peace, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 23, 25, 26, 28
GEMINI | મિથુન: ક.છ.ઘ.
સૂર્યની દિનદશા ચાલુ હોવાથી માથા ઉપરનો બોજો વધતો જશે. નેગેટીવ વિચારો ખૂબ જ આવશે. સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. આંખમાં બળતરા તથા એસીડીટી જેવી માંદગીથી પરેશાન થશો. વડીલ વર્ગ તમારાથી નારાજ થતા રહેશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.
The onset of the Sun’s rule will lead to increasing mental pressures. Your mind will get flooded with negative thoughts. You will face difficulties in getting government-related tasks done. You could feel heat in the eyes or suffer from acidity. The elderly will constantly be upset with you. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 22, 23, 24, 27
CANCER | કર્ક: ડ.હ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોઝિટ સેક્સ તરફથી ભરપૂર સાથ સહકાર મળશે. મોજ-શોખમાં વધારો થશે. શુક્રની કૃપાથી ખર્ચ વધુ કરશો તો પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. મનપસંદ વ્યક્તિને મળવાથી વધુ આનંદમાં આવી જશો. નવા કામ કરવામાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
The onset of Venus’ rule brings you ample support from members of the opposite gender. There will be more fun and entertainment. Despite an increase in your spending, there will be no financial difficulty. Meeting with a favourite person will bring you immense joy. New endeavours will be successful. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 25, 26, 27
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે કરેલા કામમાં સફળતા મળશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. ફસાયેલા નાણા પાછા મેળવવા માટે થોડી ઘણી મહેનત કરવી પડશે. શુક્રની કૃપાથી હરવા-ફરવામાં વધારો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 26, 28 છે.
Venus’ rule till 16th August brings you success in all your undertakings. You will surface out of any financial troubles. You might need to put in extra effort to get back your stuck funds. Venus’ graces will increase your travels. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 26, 28
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુ તમારા કામને પુરા નહીં થવા દે. નાણાકીય સ્થિતિ બગડતા વાર નહીં લાગે. અચાનક અણધારેલો ખર્ચ માથા ઉપર આવી જશે. ઘરના અંગત વ્યક્તિ તથા સગાઓ તમારાથી દૂર થતા જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ થતા જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાથી થોડી શાંતિ મળશે.
શુકનવંતી તા. 22, 24, 25, 27 છે.
Rahu’s rule till 5th July does not allow your tasks get completed. Financially, things could go down with you having to incur sudden, unexpected expenses. Family members and relatives will tend to stay away from you. Squabbles between couples could increase. For peace, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 22, 24, 25, 27
LIBRA | તુલા: ર.ત.
આજનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. આજે ફેમિલી મેમ્બરને નારાજ નહીં કરતા. કાલથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. જુના લેણદાર માથા ઉપર આવી ઊભા રહેશે. ખોટી ચિંતાઓમાં ઘેરાયેલા રહેશો. મનને શાંતિ નહીં મલે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 28 છે.
You have today left to spend in peace. Try not to upset any family member. Rahu’s rule, starting tomorrow for the next 42 days, will rob you of your sleep and your appetite. Old creditors will demand that you pay back their dues. Unnecessary worries will haunt you. You will not have mental peace. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 26, 28
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ઘરમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. જુના રોકાણમાંથી ફાયદો મળતો હોય તો તે પહેલા લઈ લેજો. ગુરૂની કૃપાથી તમને જોઈતી ચીજ વસ્તુ મેળવવા માટે થોડી ઘણી મહેનત કરવી પડશે. ધર્મનું કામ સારી રીતે કરી શકશો.દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 24, 25, 27 છે.
The onset of Jupiter’s rule has you doing a noble deed for another. Someone new will enter your home. Ensure to withdraw any profits yielded by your old investments. With Jupiter’s graces, you will need to work just a little more to acquire what you wish to own. You will do your religious tasks effectively. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 24, 25, 27
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
પહેલા ત્રણ દિવસ જ શનિ તમને ટેન્શન આપી જશે. ઉતરતી શનિની દિનદશા અચાનક તબિયત બગાડી જશે. 25મીથી ગુરૂની દિનદશા તમારા દુ:ખને દૂર કરવાના કામમાં લાગી જશે. દરેક બાબત પોજીટીવ થતી જશે. ફેમીલીનો સાથ-સહકાર મળવાનો શરૂ થઈ જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
You have 3 days remaining under Saturn’s rule. The descending rule of Saturn could take a toll on your health. Jupiter’s rule, starting 25th May, will effectively do away with all your suffering. Everything will start becoming positive. You will start receiving support from your family. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 27, 28
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે. કોઈપણ જાતનું ડિસિઝન લેવામાં ખૂબ જ મુશ્કેલી આવશે. શનિને કારણે બચાવેલા નાણા ખોટી જગ્યાએ ખર્ચ થઈ જશે. વડીલ વર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડી જતા વાર નહીં લાગે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.
Saturn’s rule till 26th July makes it very tough for you to take any kind of decision. Saturn could make you spend your savings in the wrong place. Arguments with the elderly will keep happening over small matters. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 24, 25, 26
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધ જેવા બુદ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલશે. બુદ્ધિ વાપરી કામ કરતા કામમાં સફળતા મળશે. બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. લેતી-દેતીના કામો કરવામાં સફળતા મળશે. કમાયેલા ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.
Mercury’s rule till 20th July ensures that you taste success in your endeavours with the use of your intelligence. Ensure to make investments. You will be successful in your financial transactions. You will be able to employ your earnings profitably. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 23, 24, 27, 28
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજનો દિવસ ખૂબ સંભાળીને પસાર કરજો. મંગળની દિનદશા ઘરમાં કોઈનું એક્સિડન્ટ કરાવી શકે છે. ફેમિલી મેમ્બર તમારાથી નારાજ થઈ જાય તેવા દિવસો છે. તેથી બે દિવસ સંભાળીને રહેજો. બાકી કાલથી તમારામાં ચેન્જીસ આવવાના શરૂ થઈ જશે. બુધ્ધિ વાપરી દરેક કામમાં સફળતા મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Spend today with great caution. Mars’ rule could bring about a small accident at home. Family members could get upset with you today, hence tread very carefully. Tomorrow onwards you will experience changes. You will use your intelligence and be successful in all your tasks. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 26