Your Moonsign Janam Rashi This Week –
20 July – 26 July 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

પહેલા ચાર દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. નાનુ એકસીડન્ટ કે પડી જવાના બનાવ બની શકે છે. માથાના દુખાવાથી પરેશાન થશો. 24મી જુલાઈથી શરૂ થતી બુધની દિનદશા ધીરે ધીરે તમારા દુ:ખને દૂર કરી તમને સીધો રસ્તો બતાવશે. તમારા ફસાયેલા નાણા પણ પાછા મેળવવામાં સફળ થશો. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 20, 24, 25, 26 છે.

You have 4 days remaining under Mars’ rule. A small accident or fall is predicted. You could suffer from headaches. Mercury’s rule, starting 24th July, will slowly do away with all your pain and show you a straight path out of your challenges. You will be able to get back any stuck funds. Pray the Meher Nyaish along with the Tir Yasht, daily.

Lucky Dates: 20, 24, 25, 26


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

પહેલા છ દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. મને શાંત રાખીને ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી આપજો. દરરોજના કામ સારી રીતે પૂરા કરી શકશો. 26 જુલાઈથી શરૂ થતી મંગળની દિનદશાના લીધે તમે તમારા મગજનો કાબુ ગુમાવી દેશો. ઘરમાં શાંતિનું વાતાવરણ નહીં રહે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

You have 6 days remaining under the Moon’s rule. You are advised to keep a cool mind and cater to the wants of family members. You will be able to get your daily chores done effectively. Mars’ rule, starting 26th July, could make you lose control over yourself. There will be no peace at home. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 21, 22, 23, 24


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામમાં તમે જશ સાથે ધન પણ કમાશો. તમે કરેલા કામમાં તમને સંતોષ મળશે. ગામ પરગામ જવાથી મનને ખૂબ આનંદ થશે. કામ પુરા કરવામાં મિત્રોની મદદ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 20, 22, 25, 26 છે.

The Moon’s rule till 26th August will bring you immense money as well as fame. Your endeavours will give you satisfaction. Travel abroad will bring you much happiness. Friends will help you in completing your tasks. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 20, 22, 25, 26


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

6ઠ્ઠી ઓગસ્ટ સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. માથાનો દુખાવો કે હાઈપ્રેશરથી પરેશાન થશો. સરકારી કામો હાલમાં કરતા નહીં. નાની બાબતમાં વડીલ વર્ગ નારાજ થઈ જશે. ધણી ધણીયાણીના સંબંધમાં સારા સારી નહીં રહે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

The Sun’s rule till 6th August advises you to take special care of your health. You could suffer from high BP or headaches. Do not try to get any government-related work done during this period. The elderly could get upset with you over small issues. Relations between couples will not thrive. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 21, 22, 23, 24


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા ખર્ચ ઉપર કાબુ નહીં રાખી શકો. ઓપોઝિટ સેક્સ ને કોઈ પણ જાતની મદદ સમજ્યા વગર કરતા નહીં. અપોઝિટ સેક્સ અથવા સાથે કામ કરનાર તમારા ખરાબ સમયમાં તમને સાથ નહીં આપે તેથી સંભાળજો. નાણાકીય બાબતમાં ઈનવીઝબલ હેલ્પ મળતી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 20, 23, 25, 26 છે.

The ongoing rule of Venus makes it difficult for you to control your urges to spend money. Do not try and help out members of the opposite gender without thoroughly understanding the situation. You are asked to be cautious about your colleagues or members of the opposite gender as they may not stand by you in your tough times. You will continue to receive anonymous financial help. Pray to Behram Yazad daily.

Lucky Dates: 20, 23, 25, 26


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને બુધના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુદ્ધિ વાપરીને તમારા દુશ્મનને હરાવી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી ધીરે ધીરે બહાર આવી શકશો. અપોઝિટ સેક્સ સાથેના સંબંધ ધીરે ધીરે ખૂબ સુધરી જશે. લગ્ન કરેલ પતિ-પત્ની નો સાથ સહકાર સારો રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 26 છે.

Venus’ ongoing rule helps you trounce you enemies by using your intelligence. You will rise slowly out of your financial issues. Relations with members of the opposite gender will gradually improve. Married couples will be supportive of each other. Pray to Behram Yazad daily.

Lucky Dates: 20, 21, 22, 26


LIBRA | તુલા: ર.ત.

07Libra

છઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. અજાણી વ્યક્તિ તમારી સાથે મીઠી જબાન વાપરી તમને મુશ્કેલીમાં નાખી શકે છે તેનાથી સંભાળજો. તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. ખાવા પીવાથી થતી બીમારીઓથી પરેશાન થશો. ડોક્ટરની સલાહ અવશ્ય લેજો. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 23, 24, 25 છે.

Rahu’s rule till 6th August warns you against strangers landing you in trouble by using sweet language and deceiving you. Your health could suddenly go down. You could suffer from ailments related to your diet. Ensure to consult a doctor. Financial difficulties are indicated. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 21, 23, 24, 25


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આવતા ત્રણ દિવસમાં ફેમિલી મેમ્બરને જેટલી મદદ કરી શકો તેટલી કરજો. 23મી જુલાઈથી રાહુની દિનદશા તમને દરેક બાબતમાં નેગેટિવ બનાવી દેશે. અચાનક નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. રાહુને કારણે તમારા સારા સંબંધ પણ ખરાબ થતા વાર નહીં લાગે. પાર્ટી કે ગેટ ટુ ગેધરમાં ઓછા જજો અને ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 26 છે.

You are advised to help out family members as much as you can, over the next 3 days. Rahu’s rule, starting 23rd July, infuses you with negativity in all areas. Sudden financial challenges are indicated. Rahu could also spoil your good relations with others. Try to avoid going for get togethers and speak minimal. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 20, 21, 22, 26


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા રોજના કામો કરવામાં કોઈ મુશ્કેલીઓ નહીં આવે. બીજાના મદદગાર બનશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. અટકેલા કામને પૂરા કરવા માટે વડીલ વર્ગની સલાહ લેજો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Jupiter’s rule till 24th August ensures you face no obstacles in doing your daily chores. You will be helpful to others. You will find an easy way out of your financial problems. Take advise from the elderly to restart your stalled works. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 25


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લું અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. વડીલ વર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડતાં રહેશે. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. રોજના કામ સમય પર પૂરા નહીં કરી શકો. જોઈન્ટ પેઈન કે પેટની માંદગીથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 24, 26 છે.

This is your last week remaining under Saturn’s rule. You could have arguments with the elderly over small matters. Saturn makes you lethargic, making it difficult to complete your daily chores on time. You could suffer from joint pains or stomach ache. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 18


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને આજથી 36 દિવસ માટે શનિની દિનદશા શરૂ થયેલી છે. તમે નાની બાબતમાં કંટાળી જશો. રોજબરોજના કામ સમય પર પૂરા નહીં કરી શકો. ખાવા પીવામાં ખૂબ બેદરકાર બની જશો. બીજાનું ભલું કરવા જતા તમારૂ ખરાબ થઈ જશે. ફેમિલીની અગત્યની વાત ઉપર ધ્યાન નહીં આપો તો મુશ્કેલીમાં આવશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Saturn’s rule, starting today, for the next 36 days, will have you feeling annoyed over small matters. You might not be able to complete your daily chores on time. You could become very careless about your diet. Trying to help another could result in spoiling your own situation. If you don’t pay attention to important family affairs, you could land in trouble. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 25


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20 મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે. નાણાકીય બાબતની અંદર કરકસર કરવાનો કોઈ પણ મોકો તમે છોડશો નહીં. જુના રોકાણમાંથી ફાયદાને પહેલા લઈ લેજો. થોડી ઘણી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. બીજાની વાતને સમજી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 24, 26 છે.

Mercury’s rule till 20th August will ensure that you leave no opportunity in working hard and trying to earn money. You are advised to withdraw profits made from old investments. Ensure to make investments. Eventual financial progress is indicated. You will be able to understand another’s viewpoint. Pray the Meher Nyaish daily

Lucky Dates: 20, 21, 24, 26

Leave a Reply

*