મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં તમે મુશ્કેલી ભર્યા કામને બુદ્ધિ વાપરીને સહેલા બનાવી દેશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. જુના ફસાયેલા નાણા પાછા મેળવવા માટે કોઈકની મદદ મળી જશે. ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 31, 2 છે.
Mercury’s rule till 20th September helps you tackle challenging issues with your intelligence. You will surface out of financial difficulties. You will receive help from someone to retrieve your stuck funds. You will be able to make investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 31, 2
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
25મી ઓગસ્ટ સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં કંટ્રોલ ગુમાવી દેશો. ઘરમાં કામ કરનાર કે ઓફિસમાં સાથે કામ કરનાર ખોટી રીતે તમને પરેશાન કરશે. વાહન ચલાવતા હો સંભાળીને ચલાવજો એકસીડન્ટ થવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 1 છે.
Mars’ rule till 25th August has you losing control over your temper over small issues. Your house-help or your colleagues at work will riddle you with unnecessary harassment. Drive or ride your vehicles with great caution as you could meet with an accident. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 27, 28, 30, 1
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસો ખુબ સારી રીતે પસાર કરી શકશો. તમે ખૂબ આનંદમાં રહેશો સાથે સાથે ફેમિલી મેમ્બરને ખૂબ આનંદમાં રાખશો. બની શકે તો ફેમિલી મેમ્બર સાથે નાનું વેકેશન એન્જોય કરજો. આજુબાજુવાળા સાથે સંબંધ ખૂબ સુધરી જશે. નાણાંકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 27, 30, 31, 2 છે.
The onset of the Moon’s rule brings you days filled with much happiness. You will experience great joy and bring much happiness to your family as well. If possible, try to enjoy a small vacation with your family. Relations with those around you will improve greatly. Financial prosperity is indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 27, 30, 31, 2
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લું અઠવાડિયું સૂર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી સૂર્યની દિનદશા તમારા મગજના પારાને ખૂબ તપાવશે. હાય પ્રેશરથી પરેશાન થતા હોવ તો દવા લેવામાં બેદરકાર રહેતા નહીં. અગત્યના ડિસિઝન આવતા અઠવાડિયા પછી લેજો. વડીલ વર્ગની ચિંતા વધુ રહેશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.
This is your last week under the rule of the Sun. The Sun’s descending rule will greatly heat up your head. Those suffering from high BP are advised not to be careless about taking their medicines. Make any important decisions only after this week. You will feel concerned for the health of the elderly. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 28, 29, 30, 1
LEO | સિંહ: મ.ટ.
શુક્ર જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી અપોઝિટ સેકસને આપેલા પ્રોમિસ પુરા કરી શકશો. મોજ શોખ ઉપર કાબુ રાખજો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. 16મી ઓગસ્ટ પહેલા મનગમતી વ્યક્તિ મળી શકે છે. શુક્રની કૃપાથી તમે ખૂબ આનંદમાં રહેશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.
The onset of Venus’ rule helps you deliver on the promises made to those of the opposite gender. You are advised to be in control over your need for fun and entertainment. You could make new friends. You could bump into a favourite person before 16th August. Venus blesses you with much joy. Sudden windfall is indicated. Pray to Behram Yazad daily.
Lucky Dates: 30, 31, 1, 2
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને 16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. રોજબરોજ કામમાં મુશ્કેલી નહીં આવે. કામકાજને વધારવા માટે નવી ટ્રીક અજમાવી શકશો. ખર્ચ કરવામાં કોઈ કસર નહીં છોડો. તમારા મનની બધી ઈચ્છા પૂરી થઈને રહેશે. ધનની કમી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Venus’ rule till 16th September ensures no difficulties in your daily chores. You will find a new trick to employ at work. You will go all out with your expenses. All your wishes will come true. There will be no financial shortage. Pray to Behram Yazad daily.
Lucky Dates: 27, 28, 29, 30
LIBRA | તુલા: ર.ત.
ઉતરતી રાહુની દિનદશા હોવાથી તમારૂં માથું ઠેકાણે નહીં રહે. નહિ કરવાના કામો કરીને સમયની બરબાદી કરશો. ખોટા ખર્ચાઓને કારણે ઉધાર નાણા લેવાનો સમય આવે તો ગભરાઈ જતા નહીં. લીધેલા પૈસા પાછા આપવા થોડો સમય માંગી લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 31, 1, 2 છે.
Rahu’s descending rule does not allow you to think straight. You will waste time in doing unnecessary things. Do not be surprised if you end up needing to borrow money because of your wasteful expenditures. Ask your creditors for some leeway in time to return their money. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 27, 31, 1, 2
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને રાહુએ પોતાની સોનાની જાળમાં ફસાવી લીધા છે. અગત્યના કામો કરવાનું ભૂલી જશો. તમારી મહેનત પ્રમાણે ધન નહિ મલે. ઉપરી વર્ગ તમને નાની બાબતમાં ઈરીટેટ કરશે. ઉશ્કેરાટ કે ગભરાટમાં કોઈપણ કામ કરતા નહીં. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 31, 1, 2 છે.
Rahu’s rule makes you forget doing your important tasks. The money you earn will not be in tandem with the efforts you put in. Your senior colleagues could harass you over petty matters. Do not react impulsively or out of fear. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 28, 31, 1, 2
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
24મી ઓગસ્ટ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી કોઈ સારા કામ થઈ જશે. બીજાના મદદગાર બની શકશો. નાણાકીય બાબતની અંદર અચાનક ધનલાભ થવાની શક્યતા છે. તમે જે પણ કામ કરશો તેમાં સફળતા સાથે માન પણ મળશે. ફેમિલી મેમ્બરનો સાથ મલતો રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાથી વધુ સુખી થશો.
શુકનવંતી તા. 27, 28, 29, 2 છે.
Jupiter’s rule till 24th August will have you performing a good deed. You will be helpful to others. Sudden windfall is expected financially. You will taste success and admiration in all endeavours that you undertake. Family members will be supportive. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 27, 28, 29, 2
CAPRICORN | મકર: ખ.જ.
આજથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. 24મી સપ્ટેમ્બર સુધી તમારા માથાનો બોજો ઓછો થતો જશે. નાણાકીય બાબતમાં ઇનવિઝિબલ હેલ્પ મળતી રહેશે. કામકાજમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. ફેમિલી મેમ્બરનો પ્રેમ વધુ મળશે. ધણી-ધણિયાણીમાં મતભેદ ઓછા થતા જશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 29, 30, 2 છે.
Jupiter’s rule starting today till 24th September, reduces your mental worries gradually. You will receive anonymous financial help. Prosperity at the work place will also take place gradually. You will receive much love from your family members. Squabbles between couples will reduce. You could meet your favourite person. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 27, 29, 30, 2
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે. તેથી આવક ઓછી અને ખર્ચ વધુ થશે. હાલમાં ડોક્ટરની દવા પાછળ વધુ ખર્ચ કરવો પડે તો નવાઈમાં પડી જતા નહીં. ઘરમાં કામવાળા કે તમારી સાથે કામ કરનારનો સાથ નહીં મળે. શનિ તમને થોડા ઘણા જિદ્દી બનાવી દેશે. અંગત વ્યક્તિ તમારી સાથે દગો કરી જાય તેવા હાલના ગ્રહો છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 30, 31, 1 છે.
Saturn’s rule till 26th August will increase your expenses and reduce your income. You might need to spend money in medical treatments. Your house-helps or colleagues at the work place will not be supportive of you. Saturn could make you stubborn. Those close to you could betray you. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 28, 30, 31, 1
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુદ્ધિ પ્રમાણે ધન કમાઈ લેશો. બુધ તમને દરેક બાબતમાં કરકસર કરવાનું શીખવી દેશે. બુધની કૃપાથી તમે કોઈને સારી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. હિસાબી કામથી ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 31, 1 છે.
The onset of Mercury’s rule ensures that you earn money well using your intelligence. Mercury teaches you to work hard. You will win over the heart of someone that you have given sincere advice to. Accounting works will prove profitable. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 28, 29, 31, 1