પુણેની ડાયના પંડોલને ધન્યવાદ કે જેમણે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે 18મી ઓગસ્ટ, 2024ના રોજ આયોજિત ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપ 2024માં એમઆરએફ સલુન કેટેગરીમાં ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનીને ફરી ઈતિહાસ રચ્યો છે. 28-વર્ષીય ડાયનાનું પ્રતિબદ્ધ સમર્પણ અને ઝડપ માટેના જુસ્સાએ સ્ટીરિયોટાઇપ્સને તોડવામાં સફળતા મેળવી છે અને અસંખ્ય મહિલાઓને મોટરસ્પોટર્સના ક્ષેત્રમાં તેમના સપનાનો પીછો કરવા માટે પ્રેરણા આપી છે. એમઆરએફ એમએમએસસી એફએમએસએસઆઈ ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપ 2023માં ડાયના પંડોલે જે ઈતિહાસ રચ્યો હતો તેને અગાઉ, પારસી ટાઈમ્સે 15મી ઓક્ટોબર, 2023ના રોજ કવર કર્યુ હતું. જે એમએમએસસી (મદ્રાસ મોટર સ્પોટર્સ ક્લબ) ખાતે એક જ રાઉન્ડમાં ડબલ સ્કોર કરનાર નેશનલ ફોર-વ્હીલર રેસિંગ ચેમ્પિયનશિપ, એમઆરએફ સલુન કાર કેટેગરીમાંપ્રથમ મહિલા ડ્રાઈવર બન્યા હતા.
બે બાળકોના માતા, ડાયના પંડોલે આઠ વર્ષથી વ્યાવસાયિક મોટરસ્પોટર્સમાં પદાર્પણ કર્યા પછી ઘણો લાંબો રસ્તો કાપ્યો છે. કાર રેસિંગ શરૂ કરવા માટે તેના પિતા તેના મુખ્ય પ્રેરણા હતા. ડાયનાને આંતરરાષ્ટ્રીય રેસિંગ સેન્સેશન તરીકે ગણવામાં આવે છે, જે વૈશ્વિક સ્તરે જાણીતા ટ્રેક પર રેસ માટે સરહદો પાર કરે છે.
ડાયનાને તેની ઐતિહાસિક જીત બદલ અને પારસી ધ્વજને હંમેશા ઊંચો લહેરાતો રાખવા બદલ હાર્દિક અભિનંદન!
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024