મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારો પ્રમાણે તમે ચાલશો. તમારા દરેક કામ સમયની પહેલા પુરા કરી શકશો. પૈસા ને બચાવવા માટે નકામા ખર્ચ ઉપર કાપ મુકશો. મિત્રોનું ભરપૂર સુખ મળશે. મનગમતી વ્યક્તિને જલ્દીથી મળી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 7, 8, 9 છે.
Mercury’s ongoing rule has you acting as per your thoughts. You will be to complete all your tasks well in time. You will be able to control your expenses to save money. Friends will bring you immense joy. You will be meeting a favourite person soon. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 4, 7, 8, 9
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
25મી ઓગસ્ટ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ધારેલા કામો તમે પુરા કરવામાં સફળ નહીં થાઓ. પ્રેશરની માંદગીવાળાઓએ ખૂબ સંભાળવું. નાની બાબતમાં મગજનો પારો ઊંચો થઈ જશે. સમજ્યા વગર કોઈપણ કામ હાથમાં લેતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
Mars’ rule till 25th August makes it difficult for your plans to succeed. Those with Blood Pressure ailments are cautioned to be very careful. Petty matter could have you losing your temper. You are advised to not take on any commitments without thoroughly understanding the same. Pray the Tir Yasht daily.
Lucky Dates: 6, 7, 8, 9
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મનની નેક મુરાદ પૂરી થવાના ખૂબ સારા ચાન્સ છે. જે કામ કરશો તેમાં તમને મહેનત ઓછી કરવી પડશે અને નાણાકીય ફાયદો વધારે થશે. નાણાકીય બાબતની અંદર ઈનવીઝીબલ હેલ્પ મળતી રહેશે. બીજાના મદદગાર થઈ શકશો. નાની મુસાફરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.
The Moon’s rule till 26th August greatly increases the chances for your noble wishes to come true. In all your tasks, you will earn a lot more income as compared to the effort you put in. You will keep receiving anonymous financial helps You will be able to help other. Short travels are indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 3, 4, 5, 7
CANCER | કર્ક: ડ.હ.
પહેલા ત્રણ દિવસ સૂર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બની શકે તો મગજને શાંત રાખીને 5મી ઓગસ્ટ સુધી દિવસ શાંતિમાં પસાર કરી લેજો. ઉતરતી સૂર્યની દિનદશા વડીલવર્ગની તબિયત ખરાબ કરશે. 6ઠ્ઠીથી 50 દિવસ માટે શરૂ થતી ચંદ્રની દિનદશા તમારા મગજને શાંત કરી ભરપુર સુખ આપશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
You have 3 days left under the Sun’s rule, so try your best to spend these days till 5th August calmly. The Sun’s descending could negatively impact the health of the elderly. The Moon’s rule, starting 6th August, for the next 50 days, brings you a lot of mental peace and happiness. Pray the 34th Name, ‘Ya Beshtarna’, along with the 96th Name, ‘Ya Rayomand’, 101 times each, daily.
Lucky Dates: 6, 7, 8, 9
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા માથાના બોજા ને ઓછા કરવામાં સફળ થશો. જૂની કરજદારીમાંથી થોડા ઘણા મુક્ત થશો. નાણાકીય સ્થિતિ ખૂબ જ સારી રહેશે. હરવા ફરવામાં ખર્ચ વધારે કર્યા પછી પણ તમને પૈસાની કમી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.
Venus’ rule till 16th August helps you reduce your mental pressures. You will be able to relieve yourself off some old debts. Financial situation will be good. Despite spending much on travel and entertainment, you will not face any monetary shortage. Pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 4, 5, 8
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી કામકાજમાં વધારો કરી શકશો. તમે જે પણ કામ કરશો તેમાં ફાયદો થશે. નાણાકીય સ્થિતિમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. જીવનમાં કોઈક નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે જેની સલાહથી તમને આગળ જતા ફાયદો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 6, 7, 9 છે.
The onset of Venus’ rule helps you expand your business. You will profit in all ventures you take on. Eventual prosperity is predicted for you financially. Someone new will enter your life – their advice will benefit you greatly in the future. Pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 6, 7, 9
LIBRA | તુલા: ર.ત.
પહેલા ત્રણ દિવસ શાંતિમાં પસાર કરી લેજો. ઉતરતી રાહુની દિનદશામાં કોઈ અંગત વ્યક્તિ તમારી સાથે દગો કરી જશે તેનું ધ્યાન રાખજો. બાકી 6ઠ્ઠીથી શરૂ થતી શુક્રની દિનદશા 70 દિવસમાં દરેક બાબતની અંદર સારા સારી કરાવી આપશે. અપોઝિટ સેક્સનું અટ્રેકશન વધી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
You have 3 days remaining under Rahu’s rule – so be as calm as possible. You are advised to be wary of a close person deceiving you during this period. Venus’ rule starting 6th August, for the next 70 days, will improve your life in every way and in all areas. The attraction towards the opposite gender will increase greatly. Pray to Behram Yazad along with the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 6, 7, 8, 9
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનશા ચાલશે. તમે સાચા ખોટાની પરખ નહીં કરી શકો. કોઈ અજાણ્યા વ્યક્તિ પર જરા પણ વિશ્વાસ રાખતા નહીં. રાહુ તમને ખોટા વિચારોમાં નાખી દેશે. નાણાકીય મુશ્કેલીમાં વધારો થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.
Rahu’s rule till 6th September makes its difficult for you to distinguish true from fake. You are advised not to trust any strangers at all. Rahu will entrap your mind with negative thoughts. Your financial difficulties could increase. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 3, 4, 7, 8
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
હાલમાં તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી જવાબદારી ભરેલા કામો પહેલા પૂરા કરી લેશો. ધનની બાબતમાં સારા સારી થતી જશે. અચાનક નાના ધનલાભ મળતા રહેશે. તબિયતમાં સારો સુધારો થતો જશે. લીધેલા કામોને સમય ઉપર પૂરા કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9 છે.
Jupiter’s ongoing rule suggests that you prioritize those works that you will be held accountable for. Financial prosperity is indicated. You will receive unexpected small financial benefits. There will be good improvement in your health. You will be able to complete all your tasks on time. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 5, 6, 7, 9
CAPRICORN | મકર: ખ.જ.
માન તથા ધનનું સુખ આપનાર ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે. 24મી સપ્ટેમ્બર સુધીમાં તમારા કરેલા કામનું ફળ મળી જશે. જીવનના અગત્ય ડિસિઝન લઈ શકશો. બાળકોને મનગમતી જગ્યાએ લઈ જઈ શકશો. નાણાંકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 6, 8 છે.
The onset of Jupiter’s rule till 24th September ensures that you get all the fruits of your labour. You will be able to make important life decisions. You will be able to take your children to their favourite places. Slow and steady financial prosperity is predicted. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 6, 8
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે. તમે શંકાશીલ સ્વભાવના થઈ જશો. નાના કામ પુરા કરવામાં આળસ આવશે. ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતાં રહેશે. ખોટી જગ્યાએ ધન ફસાઈ જવાના ચાન્સ છે. ઘરમાં વડીલ વર્ગની ચિંતા ખૂબ જ સતાવશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.
Saturn’s rule till 26th August will make you suspicious minded. You will feel lethargic in doing even small jobs. Couples could end up squabbling over petty matters. You could end up losing money in the wrong places. You will be greatly worried about the wellbeing of the elderly at home. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 5, 7, 8, 9
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે. થોડી ઘણી બચત કરવામાં સફળ થશો. લેતી દેતીના કામ પહેલા પૂરા કરી શકશો. જુના મિત્રો મળવાના ચાન્સ છે. બુદ્ધિ વાપરી ઘરવાળા ને સમજાવી પટાવીને ઘરમાં શાંતિનું વાતાવરણ રાખશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Mercury’s rule till 20th August helps you save a little money. You will be able to resolve any financial transactions. You could end up meeting old friends. You will be able to use your intelligence to convince family members to keep a peaceful atmosphere at home. Pray the Meher Nyaish daily
Lucky Dates: 3, 4, 5, 6
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024