સિંગાપોરના પારસીઓએ ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરી!

17મી ઓગસ્ટ, 2024ના રોજ ધ પારસી ઝોરાસ્ટ્રિયન્સ એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયા (પીઝેડએએસ), દ્વારા આયોજિત નવા વર્ષની ઉજવણી કરવા સિંગાપોરમાં રહેતા 180 થી વધુ સમુદાયના સભ્યો, ડગલી અને ગારામાં તૈયાર થઈ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પર્વની શરૂઆતમાં એક શુભ હમબંદગી અને ઉપસ્થિત બાળકો દ્વારા છૈએ હમે જરથોસ્તીની પ્રસ્તુતી કરવામાં આવી કરી હતી. એમસી બુરઝીન વકીલે સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીઝેડએએસ પ્રમુખ – હોરમઝ અવારીએ પ્રેક્ષકોને સંબોધિત કર્યા અને આગામી ઝોરાસ્ટ્રિયન કોંગ્રેસ 2026ની તૈયારીમાં પીઝેડએએસની વિવિધ પહેલો શેર કરી. આ પછી મુંબઈના ક્ધઝર્વેશન આર્કિટેકટ જમશીદ ભીવંડીવાલાની રજૂઆત કરવામાં આવી, જેમણે પવિત્ર નગર ઉદવાડામાં છેલ્લા 30 વર્ષોમાં વિકાસ અને સંરક્ષણ પ્રથાઓના પાસાઓ પર વાત કરી હતી.
આ પર્વની વિશેષતાઓમાંની એક પરંપરાગત પારસી ‘લગન-નુ-પાત્રુ’ હતી, જે માટે પીઝેડએએસે મુંબઈથી ખાસ શેફ ઝુબિન રૂપામાં પાસે ઉડાન ભરાવી હતી! ખરેખર સુવ્યવસ્થિત ઉજવણી માટે પીઝેડએએસને અભિનંદન, કેટરીંગ તથા સમુદાયના વૃધ્ધો માટેનું સાવધાનીપૂર્વક પરિવહન, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Leave a Reply

*