મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નેગેટીવ વિચારોથી ઘેરાઈ જશો. શું કામ કરવુ તે સમજ નહીં પડે. માથાનો બોજો વધતો જશે. ઘરની અંગત વ્યક્તિનો પણ સાથ નહીં મળે. શનિ તમને બીમાર કરી દે તેવા ચાન્સ છે. કોઈને કોઈજાતના પ્રોમીશ હાલમાં આપતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 28, 29, 2, 4 છે.
The onset of Saturn’s rule clouds your mind with negative thoughts. You will not be able to figure out what you wish to do. Mental pressure will keep increasing. Even a close family member will not be supportive. Saturn could make you fall ill. Do not make promises to anyone during this phase. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 28, 29, 2, 4
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે. તમે બચત કરી ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. બુધની દિનદશાને લીધે મુશ્કેલી ભર્યા કામને સહેલાઈથી કરી શકશો. બીજાના મદદગાર બની શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 3 છે.
Mercury’s rule till 21st October helps you save and invest your money. Mercury helps you execute even your challenging tasks with ease. You will be of help to others. Financial prosperity is indicated. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 1, 3
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ ડીસીઝન લેશો તેમાં ફાયદો થશે. નાણા કમાવાનો સીધો રસ્તો મળી જશે. અધુરા કામ પુરા કરવા માટે સાથે કામ કરનારનો સાથ મળશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 28, 30, 2, 3
The onset of Mercury’s rule ensures that you benefit from any decision that you take. You will find a straight path to earn money. You will find someone who will help you to complete your unfinished tasks. You could make new friends. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 28, 30, 2, 3
CANCER | કર્ક: ડ.હ.
23મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે. બીજાઓ તમારી નાની ભુલ પણ મોટા પહાડ જેવી બનાવી દેશે. ફેમીલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડશે. ઓછું બોલવાનું રાખજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 28, 29, 3, 4 છે.
Mars’ rule, till 23rd October, will have others magnifying your smallest faults to giant proportions. You could end up quarreling with family members over petty matters. Try to speak as little as possible. Drive/ride your vehicles with caution. Pray the Tir Yasht daily.
Lucky Dates: 28, 29, 3, 4
LEO | સિંહ: મ.ટ.
હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નવા કામનો ચાન્સ મળી જશે. તમારા કામકાજને વધારવા થોડી ભાગદોડ કરવી પડશે. મનને ગમે તેવી વસ્તુ લેવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ફાયદા થતા રહેશે. ઘરમાં શાંતિનું વાતાવરણ હોવાથી મન શાંત રહેશે.દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 1, 2, 3 છે.
The onset of the Moon’s rule brings you new work projects. You will need to put in some effort to expand your business. You will be able to purchase any item that you desire. Financial profits are indicated. Cordial atmosphere at home will give you mental peace. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 28, 1, 2, 3
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
6ઠ્ઠી ઓકટોબર સુધી સુર્યની દિનદશા ચાલશે. વધુ પડતુ કામ કરવાથી આંખે અંધારા આવવાના ચાન્સ છે આંખની સંભાળ લજો. બપોરના કામ કરવામાં ખુબ કંટાળો આવશે. વડીલવર્ગની તબિયત ખરાબ થતા ડોકટરના ખર્ચમાં વધારો થશે. ઘરમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરતા નહીં. હાલમાં નવી વસ્તુ વસાવતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.
The Sun’s rule till 6th October will cause you eye-ailments from over-working. You are advised to take care of your eyes. Working in the afternoons will make you feel lethargic. The health of the elderly could result in increasing medical costs. Do not make any changes in the house. Do not make new purchases. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 29, 30, 1, 4
LIBRA | તુલા: ર.ત.
17મી ઓકટોબર સુધી શુક્રની દિનદશા ચાલશે. ફેમીલી મેમ્બર દરેક બાબતમાં સુખ શાંતિ આપીને રહેશે. નારાજ મિત્ર કે અપોઝીટ સેકસને મનાવી લેશો. નાણાકીય બાબતમાં બચત કરી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. તમારી સાથે કામ કરનારની મદદ મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 1, 2, 3 છે.
Venus’ rule till 17th October will have your family members bringing you immense peace in all areas. You will be able to win over upset friends of the opposite gender. You will be able to save money and make investments. You will find people who will help you. Pray to Behram Yazad daily.
Lucky Dates: 28, 1, 2, 3
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને પણ ચમકીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી હસીખુશીમાં દિવસો પસાર કરી શકશો. થોડું કામ કરીને વધુ ઈન્કમ મેળવી શકશો. પ્રેમી પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. કામ-ધંધો વધારવા ગામ પરગામ જવાના ચાન્સ મળશે. મુસાફરી કરતા વધુ આનંદ મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 30, 3, 4 છે.
The onset of Venus’ rule brings much joy and happiness to your days. You will be able to earn a lot for working less! Good news can be expected from your better halves. You could get opportunities to travel abroad to expand your business. Travel will bring you much delight. Pray to Behram Yazad daily.
Lucky Dates: 28, 30, 3, 4
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. નાણાકીય બાબતમાં ખુબ પરેશાન થશો. જે કામ સીધા લાગશે તે કામ પુરા કરવામાં નાકે દમ આવશે. મનને શાંતિ નહીં મળે. તમારા દુશ્મન તમને મેન્ટલી પરેશાન કરશે. ઓછું બોલી શાંત રહેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2, છે.
Rahu’s rule till 6th October could cause a lot of monetary hassles. Even the seemingly easy jobs will prove to be a challenge to do. You will not be at peace. Your detractors will cause you mental distress. Try to speak less and stay calm. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 29, 30, 1, 2
CAPRICORN | મકર: ખ.જ.
તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થશે. કોઈ પર વિશ્ર્વાસ રાખતા નહીં. નોકરી કરતા હશો ત્યાં ઉપરી વર્ગ પરેશાન કરશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 28, 1, 3, 4 છે.
The onset of Rahu’s rule robs you of your appetite and your sleep. Trying to help another will result in your own loss. You are advised to not trust anyone. Senior colleagues at the work place could trouble you. Financial issues are predicted. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 28, 1, 3, 4
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ફેમીલી મેમ્બર સાથેના સંબંધ સારા રહેશે. તમારા કામ સમય પહેલા પુરા કરી શકશો. તમારા દરેક ડીસીઝનમાં આગળ જતા ફાયદો થશે. જૂના મિત્રોને મળી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.
The onset of Jupiter’s rule will bring in financial prosperity. Relations with family members will be cordial. You will be able to complete your work before time. Every decision will prove to be beneficial to you in the future. You will be able to catch up with old friends. You will be able to cater to the wants of your family members. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 29, 30, 2, 3
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તમારા કામમાં સફળતા મળતી જશે. તમારો કોન્ફીડન્સ પાવર ખુબ વધી જશે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડશો. ધનલાભ મળશે. ઘરનું વાતાવરણ આનંદીત રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 28, 30, 1, 2 છે.
The onset of Jupiter’s rule will bless you with success in all your endeavours. Your confidence will rise greatly. You will come out on top in all tasks that you undertake. Sudden windfall is predicted. The home will wear a cordial atmosphere. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 28, 30, 1, 2
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024