દારા પોચખાનાવાલા, ક્રિકેટ અને મીડિયા સમુદાયમાં ખૂબ જ આદરણીય વ્યક્તિત્વ ધરાવનાર પીઢ સીએ અમ્પાયર, ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અને સ્પોટર્સ જર્નાલિસ્ટ હતા જેઓનું 74 વર્ષની વયે, 16મી ઓગસ્ટ, 2024ના રોજ મુંબઈમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું.
1970ના દાયકામાં એમસીએ અમ્પાયરની પરીક્ષામાં સુવર્ણ ચંદ્રક વિજેતા, દારાએ ફ્રી પ્રેસ જર્નલ માટે ફ્રીલાન્સીંગની તેમની પ્રસિદ્ધ કારકિર્દીની શરૂઆત કરી અને 1980ના દાયકામાં મુંબઈ સમાચારમાં આગળ વધ્યા, જ્યાં તેઓ ત્રીસ વર્ષથી વધુ સમય માટે રમતગમતના સંપાદક હતા. તેમણે એક પીઢ પત્રકાર તરીકેની પ્રતિષ્ઠિત કારકિર્દીનું ગૌરવ વધાર્યું, રમત-ગમત પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું. ક્રિકેટમાં તેમની બહુપક્ષીય સંડોવણી, મેદાનની અંદર અને બહાર બંનેએ, રમત અને તેમને જાણતા લોકો પર કાયમી અસર છોડી.
મુંબઈ ક્રિકેટ એસોસિએશનની મેનેજિંગ કમિટીના ભૂતપૂર્વ સભ્ય, તેમણે સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ મુંબઈના પદાધિકારી તરીકે સેવા આપી હતી અને તેઓ ઓલ ઈન્ડિયા ક્રિકેટ સ્કોરર અને સ્ટેટિસ્ટિશિયન કમિટીના સ્થાપક સભ્ય હતા. તે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની અમ્પાયર સબ-કમિટીના ભૂતપૂર્વ સભ્ય પણ હતા. દારાએ 1970માં ફોર્ટ યંગસ્ટર્સ નામની ક્લબની સ્થાપના કરી હતી, જે યુવા પ્રતિભાને ઉછેરવા માટે સમર્પિત હતી. તેણે ઘણા યુવા અને આવનાર પ્રતિભાશાળી અમ્પાયરોને રમતમાં ઉચ્ચ સ્તરે પહોંચવા માટે મદદ કરી અને માર્ગદર્શન આપતા હતા.
એક અમ્પાયર તરીકે, તેમના અગાધ જ્ઞાન અને ન્યાયી રમત અને તટસ્થતાની નિષ્પક્ષ ભાવના માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક ક્રિકેટ સમુદાય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના સ્થાયી વારસાની ઉજવણી કરતા તાજેતરના સન્માનમાં, માત્ર એક મહિના પહેલા, જુલાઈ 2024માં, દારાને તેમની ઉત્કૃષ્ટ અને આજીવન સેવાઓ માટે અમ્પાયરિંગના ક્ષેત્રે એસોસિએશન ઓફ ક્રિકેટ અમ્પાયર્સ – મુંબઈ દ્વારા, તેમના ચહેરાની કોતરણી સાથેનો ખાસ રચિત સિક્કો એનાયત કરવામાં આવ્યો હતો.
ક્રિકેટ અને મીડિયા પર્સનાલિટી દારા પોચખાનાવાલાનું નિધન
Latest posts by PT Reporter (see all)