પત્ની: તમે મારો બર્થડે ભૂલી ગયા? પતિ: બર્થડે કેમ યાદ રખાય? તને જોઇને લાગતું જ નથી કે તારી ઉંમર વધી ગઇ છે
પત્ની: (આંસુ લુછીને) હું તમારી માટે આદુંવાળી ચા લઇ આવું…
***
પ્રેમી: ડાર્લિંગ સમુદ્રમાં હોય એને મોતી કહેવાય, તો તારી આંખમાં હોય એને શું કહેવાય?
પ્રેમિકા: એને મોતિયો કહેવાય, ડોબા!
***
ચંગુએ મંગૂને ફોન કરીને પુછ્યું ભાઈ તારી મેરેજ એનિવર્સરી કયારે છે?
મંગુ: ઉભો રહે વાસણ ધોઉં છું. લોટા પર લખેલી છે વાંચીને કહું!
***
પતિ: શું તું જાણે છે કે દુનિયામાં સૌથી વધુ શરીફ કોણ છે?
પત્ની: દુનિયામાં માત્ર એ લોકો જ શરીફ છે કે જેમના મોબાઇલમાં પાસવર્ડ નથી.
***
સોનુ: લોકો ખોટું કહે છે કે પત્નીઓ પોતાની ભૂલ નથી માનતી. મારી પત્ની તો રોજ માને છે.
મોનુ: અચ્છા, શું કહે છે?
સોનુ: કહે છે કે તમારી સાથે લગ્ન કરીને મેં બહુ મોટી ભૂલ કરી.
***
પુત્ર: પપ્પા, મને બાઇક અપાવો.
પપ્પા: નાલાયક, પડોશીની છોકરીને જો. એ બસમાં કોલેજ જાય છે.
પુત્ર: હા પપ્પા, એ જ તો નથી જોવાતું.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025