મોટાભાગનાં લોકોને અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના બસ કે ટ્રેન પકડવાની હોય ત્યારે આપણે સવારના છ વાગ્યાનું એલાર્મ મુકીને સુઈએ છીએ. તો પણ આપણે આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ. ક્યારેક તો એલાર્મ વાગે તે પહેલાં જ આપણે ઉઠી જઈએ છીએ.
આને બાયો-કલોક (માઈન્ડ સેટ) કહેવાય. મનને આપેલો સંદેશ એક વિચાર આખા શરીર ને તે પ્રમાણે હુકુમ કરે છે. આપણે આપણા મનથી આવા ઘણા એલાર્મ આપણા જીવનમાં જાણ્યે અજાણ્યે સેટ કરી લીધા હશે.
આપણામાંના ઘણા એવું માનતા હોય છે કે આપણે 60 વર્ષના થયા એટલે બહુ જીવી લીધું. આપણું શરીર તો એક મશીન છે. જે આ ઉંમરે તો ખોટકાવા જ માંડે.
આવી ખોટી માન્યતાઓ પણ આપણું બાયો-કલોક આપણા મનમાં સેટ કરતું રહે છે. અને પછી આપણે ખરેખર બીમારીનો શિકાર થઈએ છીએ, વૃદ્ધત્વ તરફ ધકેલાઈ જઇએ છીએ. ઘણા લોકો આ ઉંમરે પણ આરામથી મસ્ત જીવતા હોય છે, કારણકે તેમનું બાયો-કલોક તે પ્રમાણે સેટ થયેલું હોય છે.
આપણે પણ આપણું બાયો-કલોક એવી રીતે જ સેટ કરીએ કે તંદુરસ્ત જીવન જીવીએ.
આપણા જ કેટલાક મિત્રો કે આપણી જાણમાં હોય તેવા કેટલાય લોકો 75 વર્ષની ઉંમરે પણ જુવાની અનુભવે છે. જયારે કેટલાય મિત્રો 60ની ઉંમરમાં પણ ખખડી ગયેલા હોય છે.
લાંબુ અને તંદુરસ્ત જીવવાની
કેટલી ટીપ્સ
આપણે આપણું પોતાનું બાયો-કલોક એવી રીતે સેટ કરવું કે આપણે 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવવું છે. રોજ સવારે હું તંદુરસ્ત છું, હું મસ્ત છું, હું બધુજ કરી શકું છું, હું હંમેશા ખુશ રહુ છું. આ દસ વખત બારીની બહાર જોઈને જોરથી બોલો.
આપણા મનમાંથી બધા નકારાત્મક વિચારોને તિલાંજલી આપી દેવાની છે.
ઘણા વિચારે કે, આ લાંબુ જીવન કોને માટે જીવીએ?
આપણે દુનિયાને શા માટે ભારરૂપ થવું જોઈએ? આવું નકારાત્મક વિચારવાને બદલે આપણે એવું પણ વિચારી શકીએ કે, આપણું નિર્માણ લોકોની સેવા કરવા માટે અને બધાને ઉપયોગી થવા માટેજ થયું છે. આપણે હજી ઘણા કામો કરવાના છે, એટલે જ આપણને કુદરતની અમાપ શક્તિનો ધોધ જોઈએ છીએ.
બસ આવી રીતે પોઝિટિવ વિચારવાથી આપણું બાયો-કલોક આપો આપ એવી રીતે સેટ થતું જશે.
એટલે સૌથી પહેલું ઈમ્પોર્ટન કામ. નેગેટિવ વિચારો ને દિમાગમાંથી બહાર ફેંકી દો અને પોઝિટિવ વિચારો ને દિમાગમાં ફીટ કરો.
લુક યંગ
તમારો દેખાવ અને પહેરવેશ એવો રાખો કે તમે સદા યુવાન લાગો. મતલબ તમારા દેખાવ પર ઉંમરનો પ્રભાવ ના પડવા દો. યોગ્ય સારા ફેશન વાળા કપડા પહેરો. જુના કપડાં ને ઘણા વર્ષો સુંધી ઘસેડ્યા ના કરો. પ્રસંગ પ્રમાણે ખુબ સારી રીતે તૈયાર થઇ ને જાઓ. જાણે તમારો આ ખાસ પ્રસંગ હોય.
હંમેશા કાર્યરત રહો, કદી નવરા ન પડો. દરરોજ ચાલો અને બની શકે તો દોડો. લોકો ને મળવાનું રાખો. લોકો ને મદદ રૂપ થાઓ.
હંમેશા કાર્યરત રહો. ખાલી દિમાગ શેતાન નું ઘર છે.
બી એકટીવ
તમારૂં સ્વાસ્થ્ય ઝડપથી સુધરી રહ્યું છે. તેવો આત્મવિશ્વાસ રાખો. રોજ અરીશામાં પોતાને જોઈને ખુશી અનુભવો. ગર્વ કરો કે હું મસ્ત છું.
આપણું માઇન્ડ સેટ જ દરેક વસ્તુનું કારણ છે.
હંમેશા સારૂં જીવન જીવવાની જ આશા રાખો. મરવાના વિચાર તો કદી ના કરો. જે થવાનું હશે તે તેના સમયે થશે જ, પણ તેનો ડર રાખીને તમારો વર્તમાન ના બગાડો. બીમારી તો આવે ને જાય. તંદુરસ્તીના ઉપાયો છે. સમયસર દવા કરાવો. યોગ્ય ભોજન લો, ખુશીથી આરોગો, જીવવા માટે ખાઓ નહીં કે ખાવા માટે જીવો.
તમારી જાતને કદી નીચી ના સમજો. તમે ખુદ જ સર્વોચ્ચ છો, તમને કોઈ માને યા ના માને, તેનાથી તમને કોઈ ફરક ના પડવો જોઈએ. તમારા જીવનના નિયમો તમારા હોવા જોઈએ બીજા એ નક્કી કરેલા નહીં. બીજા શું વિચારશે એની ફિકર કરવાની છોડી દો.
તમારામાં જ એક મહાન શક્તિ બિરાજેલ છે જે તમને સુચનો અને માર્ગદર્શન પણ આપે છે.
તમારા બાયો-ક્લોક (માઈન્ડ સેટ) ને હંમેશા પોઝિટિવ કમાન્ડ જ આપવાના. તો એની બધી અસર તમારા જીવનમાં ખુબ સરસ થશે. આ આખી જિંદગીની રમત આ માઈન્ડ સેટ (બાયો-કલોક) પર જ છે.
તમે જેવો કમાન્ડ્સ તમારા મનને આપશો એવુ તે બહાર લાવશે. ખુશ રહોે તંદુરસ્ત રહો અન મસ્ત રહો.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025