મદદ

શું આપણે કોઈને મદદ કરવાનું કાર્ય કરીએ છીએ…કે તે આપણા દ્વારા કરવામાં આવે છે?? બંને સવાલોના જવાબ શું હા હોઈ શકે છે? તે રજૂ કરવા હું તમને એક ટુચકો રજૂ કરૂં છું. આર્ટ ઓફ લિવિંગનો બેઝિક કોર્સ કરતી વખતે અમને એકવાર કહેવામાં આવ્યું કે આગામી 15 મિનિટ માટે આ હોલની બહાર જાઓ અને કોઈની મદદ […]

ઈશ્વરનો ન્યાય

એકવાર બે માણસો એક મંદિર પાસે બેસીને ગપ્પાં મારતા હતા. ત્યાં અંધારૂ થયું અને વાદળો મંડરાતા ગયા. થોડી વાર પછી એક માણસ ત્યાં આવ્યો અને તે પણ બંને સાથે બેસી ગયો અને ગપસપ કરવા લાગ્યો. એકાદ કલાક બાદ તે અજાણ્યા માણસે કહ્યું કે તેને ખૂબ ભૂખ લાગી છે, પેલા બંનેને પણ ભૂખ લાગી હતી. પહેલા […]

ભાઈ – બહેન

બહુ મોડે મોડે આપણને ખ્યાલ આવે છે કે ભાઈઓ અને બહેનો એ સૌથી અમૂલ્ય થાપણ છે જે આપણા માતા-પિતાએ આપણા વૃદ્ધાવસ્થામાં આપણા માટે રાખી છે. આપણે નાના હતા ત્યારે ભાઈ-બહેન આપણા સૌથી નજીકના સાથી હતા. દરરોજ આપણે સાથે રમતા અને ગડબડ કરતા આપણે આપણું બાળપણ સાથે વિતાવ્યું હોય છે. મોટા થઈને, આપણે આપણા પોતાના પરિવારો […]

દિકરી એટલે બીજી માં…

એક ગર્ભવતી પત્નીએ તેના પતિને ઉત્સુકતા સાથે પૂછ્યું: શું અપેક્ષા છે, પુત્ર કે પુત્રી? પતિ: મે વિચાર્યુ છે કે જો દીકરો જન્મશે તો હું તેને અભ્યાસ કરાવીશ, ગણિત શીખવીશ, તેની સાથે રમીશ, દોડીશ, તેને તરતા શીખવાડીશ, ઘણુ બધુ શીખવીશ. હસતા હસતા પત્નીએ પુછયુ અને જો દીકરી જનમશે તો? પતિએ સરસ જવાબ આપ્યો, જો દીકરી જન્મે […]

ઇમોશનલ એકાઉન્ટ!!

હું જેવો ઘરમાં દાખલ થયો, ફ્રેશ થઈને કપડાં બદલીને જરાં શાંતીથી આરામખુરશીમાં ગોઠવાયો ત્યાં જ અવાજ આવ્યો ચા લાવું? પછી જવાબની અપેક્ષા ન રાખતાં જ ચા આવી ગઈ. કેમ આજે કંઈ વિચારોમાં છો? પત્નીની પૂછપરછ શરૂ. કેમ? મેં સામું પૂછ્યું, શું થયું છે? ઓફિસમાંં કાંઈ બોલાચાલી? પત્નીએ મશ્કરી ચાલું રાખી. છતાં હું મૌન હવામાં તાકતો […]

સંસારની ગાડી..

રવિવારની એક સાંજે ખુશનમ તેના ધણી સોરાબ પાસે એક વાત મુકે છે, તમને થશે હું આખો દિવસ દીકરા- વહુની ભૂલ જ કાઢ્યાં રાખું છું પરંતુ તમે જ કહો આવી રીતે વાંરવાર બહાર નીકળી પડાઈ ખરૂં? ઘરની જવાબદારી જેવી કોઈ વસ્તુ છે કે નહિં? દર શનિવારે રવિવારે સાંજ થાય કે બહાર ભટકવા નીકળી પડવાનું! હવે તમે […]

ઘડપણ

હું શનિવારની સવારના પારસી ટાઈમ્સ વાંચી રહયો હતો ત્યાં રસોડામાંથી ખુશનુમાનો સુરીલો અવાજ સાંભળ્યો, ડાર્લીંગ બ્રેક ફાસ્ટ રેડી છે. મારા દરેક કામ પડતા મૂકી, તેનો સુરીલો અવાજ સાંભળવાનો લ્હાવો હું ચુકતો નથી. આ એજ અવાજ છે જયારે લગ્ન થયા હતા. અને આજે 57 વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા. આ એજ ધણીયાણી […]

અહેસાસ તો કરાવતા રહેજો કે અમે ખરેખર જીવીએ છીએ!

ખેદ સાથે જણાવવાનું કે શ્રી રમણીકલાલ શાંતિલાલ ભટ્ટ આજરોજ અવસાન પામ્યા છે. સદ્ગગતની સ્મશાનયાત્રા નો સમય હજી નકકી થયો નથી, પણ શક્ય હોય તો સાંજે 7:30 વાગ્યે એમના ઘરે આવવું. તેમની પત્નીને હદય રોગની બીમારી હોવાથી હજી તેમને જાણ કરી નથી એટલે એમને કોઈએ ફોન ન કરવો અથવા સાંજે આપેલા ટાઈમ પહેલાં પહોંચવું નહીં. નોંધ […]

ટેક ઈટ ઈઝી

મિત્રો, આપણને સતત ટેન્શન લેવાની આદત છે. ઓફિસ જતી વખતે જો તમે તમારી સામાન્ય બસ/ટ્રેન ચૂકી જાઓ તો તમને કેટલું ટેન્શન આવે છે? હવે કેવી રીતે થશે? મને મોડું થશે, બોસ શું કહેશે? જે કામ માટે હું નીકળ્યો છું, મારું કામ મોડું થશે વગેરે. માત્ર એક ઘટના વિશે આપણે કેટલું વિચારીએ છીએ. પણ હવે કહો […]

મનની અપાર શક્તિ

લુઇસ એક અમેરિકન મહિલા હતા. તેના પાછલા જીવનમાં તેમને 15 વર્ષની ઉંમરમાં ખૂબ જ શારીરિક શોષણનો ભોગ બનવું પડ્યું હતું. આ કારણે દુનિયા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ એટલો નકારાત્મક હતો કે આખી દુનિયા ખરાબ છે. બધા માણસો ગંદા છે અને દુનિયા જીવવાને લાયક નથી. ખ્રિસ્તી ધર્મ અનુસાર તેઓ નન બને છે અને તેમના ધર્મના આધ્યાત્મિક પુસ્તકો […]

તમારા પરિવારનેે સમય આપો!

મિત્રો આપણે બધા ફક્ત આપણા સપના પુરા કરવા દોડી રહ્યા છીએ. રોજ સવારે કામ પર જવાનું, રાત્રે આવવાનું. કામમાં, મુસાફરીમાં, તમારો આખો દિવસ ભાગદોડમાં પસાર થાય છે. તમારી પત્ની, તમારી માતા અથવા તમારી બહેને તમારા કામ પર જતી વખતે તમને ટીફીન બોક્ષ આપવા માટે વહેલા ઉઠવું પડે છે. તમે પરણેલા હો, બાળકો હોય તો તેમને […]