મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
24મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમે તમારી બુધ્ધિ પ્રમાણે કામ કરવાથી ફાયદામાં રહેશો. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. લેતી દેતીના કામ પહેલા પુરા કરજો. થોડી વધુ મહેનત કરશો તો ધનલાભ મેળવશો. બીજાના મદદગાર બનજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 23 છે.
Mercury’s rule till 24th September ensures profits in all ventures where you apply your intelligence. You will be able to win over strangers with your sweet language. Ensure to complete any pending financial transactions. A little extra effort will yield much profits. You will be helpful to others. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 17, 18, 19, 23
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
25મી ઓગસ્ટ સુધી મંગળની દિનદશા ચાલશે. ઉતરતી મંગળની દિનદશામાં કોઈ અગત્યની વ્યક્તિને મળવાની ભુલ કરતા નહીં. સમજ્યા વગર કામ કરશો તો નુકસાનીના ખાડામાં ઉતરી જશો. મંગળ તમારૂં પ્રેશર વધારી દેશે. ધ્યાન નહીં આપો તો એકસીડન્ટ થવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.
Mars’ rule till 25th August suggests that you try not to meet any important person during this phase. Any work done without its thorough understanding will lead you to great losses. Mars will increase your BP. Accidents could take place if you don’t practice caution. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 18, 20, 21, 22
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધીમાં તમારા અગત્યના કામ પુરા કરી લેજો. ચંદ્રની કૃપાથી મનને શાંત રાખીને કામ કરવામાં ખુબ જ આનંદ મળશે. વડીલવર્ગની સેવા કરતા તેમના બ્લેસીંગ મેળવશો. બીજાના મદદગાર થઈ શકશો. રોજના કામો સારી રીતે કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.
Ensure to complete all your important works till 24th August. The Moon’s rule ensures that you work with a calm mind, bringing you great joy. Serving the elderly will earn you their blessings. You will be helpful to others. You will be able to do your daily chores effectively. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 17, 18, 21, 22
CANCER | કર્ક: ડ.હ.
તમારી તબિયતમાં સારા સારી થતી જશે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. તમારા મનને ગમે તેવા કામ કરશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નવા કામ મળશેે. બીજાના મદદગાર બનશો. તમારા કામમાં સાથે કામ કરનારનો સાથ મળતો રહેશે. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Your health will improve increasingly. Good news from overseas is on its way. You will do works that please your mind. You could be blessed with unexpected wealth. You will get new work projects. You will help others. Your colleagues will continue to support you at the workplace. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 17, 18, 19, 20
LEO | સિંહ: મ.ટ.
આજથી સુર્યની દિનદશા ચાલુ થયેલી છે. 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં તમને સરકારી કામોમાં સફળતા નહીં મળે. સુર્યને કારણે વડીલવર્ગની તબિયતની ચિંતાથી વધુ પરેશાન થશો. માથાનો દુખાવો તથા આંખમાં બળતરાથી સંભાળજો. મગજને શાંત રાખવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
The onset of the Sun’s rule from today, upto 6th September, makes it difficult for you to be successful in any government-related work. Your concern for the health of the elderly will increase due to the Sun’s rule. You could suffer from headaches or burning sensation in the eyes. To keep a calm mind, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 18, 19, 20, 21
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ફેમીલી પાછળ ખર્ચ કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. અપોઝીટ સેકસ તથા પ્રેમી-પ્રેમીકા એકબીજાને ખુશ રાખી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 19, 22, 23 છે.
Venus’ ongoing rule set your inclinations for fun and entertainment soaring. You could be blessed with unexpected wealth. You will not face any challenges in spending for your family. Couples will bring happiness to each other, as will members of the opposite gender. Health will be good. Pray to Behram Yazad daily.
Lucky Dates: 17, 19, 22, 23
LIBRA | તુલા: ર.ત.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી મિત્રોમાં માન પાન મળશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. મિત્ર કે ઘરવાળા સાથે પીકનીક કે બહારગામ જવાના ચાન્સ મળશે. ઘરનું વાતાવરણ સારૂં તથા આનંદીત રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
The onset of Venus’ rule brings you much appreciation and popularity amongst friends. You could make new friends. There will be no financial challenges. You will get opportunities to socialize or go abroad with friends and family. Home atmosphere will be joyful and positive. Pray to Behram Yazad daily.
Lucky Dates: 19, 20, 21, 22
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં નિરાશ થઈ જશો. નેગેટીવ વિચારોથી ઘેરાયેલા રહેશો. જેની પાસે ઉધાર પૈસા લીધા હોય તેવા લોકો પરેશાન કરશે. હાલમાં દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. કામ કરવાનું મન નહીં થાય. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 22, 23 છે.
Rahu’s rule till 6th September will get you demotivated over the smallest issues. Your mind will be flooded with negative thoughts. Your creditors will harass you for repayment. You could lose your appetite and your sleep in this phase. You will not feel like working. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 17, 18, 22, 23
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. હાલમાં ઘરવાળાની ડિમાન્ડ પહેલા પુરી કરી આપજો. અગત્યના કામ પહેલા પુરા કરજો. રોજના કામકાજમાં સાથે કામ કરનારને સાથ આપવાથી તમારા ખરાબ સમયમાં તે તમને મદદગાર થશે. ધનને બચાવવાની કોશિશ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
This is your last week under Jupiter’s rule. Ensure to cater to the wants of your family first. Complete your important pending tasks on priority basis. By being supportive and helpful to your colleagues, you will gain their support in the future when you need it. Try to save money. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 23
CAPRICORN | મકર: ખ.જ.
ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી કોઈના મદદગાર બનીને રહેશો. બાળકોને માર્ગદર્શન કરવામાં સફળ થશો. રોકાયેલા નાણા થોડી ભાગદોડ કરશો તો પાછા મેળવી શકશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 22 છે.
Jupiter’s rule makes you helpful towards others. You will be able to spend more time with children. With a little added effort, you will be able to retrieve your stuck funds. You could be blessed with unexpected wealth. Ensure to make investments. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 17, 18, 19, 22
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
26મી સુધી શનિની દિનદશા ચાલશે. તમારા મગજને સ્થિર નહીં રાખી શકો. નાના કામ પુરા કરવામાં નાકે દમ આવી જશે. અંગત વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરી નાખશે. કોઈને કોઈપણ જાતના પ્રોમીશ આપતા નહીં. જોઈન્ટ પેઈન તથા એસીડીટીથી પરેશાન થશો. શનિની પીડા ઓછી કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 20, 21, 23 છે.
Saturn’s rule till 26th August makes it difficult to be stable-minded. Completing even the smallest chores will feel like a challenge. Those close to you could cheat you. Do not make any promises to anyone in this phase. You could suffer from joint pain or acidity. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 18, 20, 21, 23
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
પહેલા ત્રણ દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બધા કામ બાજુમાં મુકીને લેતીદેતીના કામ પહેલા પતાવી લેજો. કોઈ પાસે પૈસા લેવાના હોય તો પહેલા લઈ લેજો. 20મી ઓગસ્ટથી શનિની 36 દિવસની નાની પનોતી તમારા મગજને ફેરવી નાખશે. નહીં કરવાના કામ કરશો. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 23 છે.
You have 3 days remaining under Mercury’s rule. You are advised to put all else aside and prioritize tending to any pending financial matters. Ensure you take back money that is owed to you. Saturn’s small panvati, starting 20th August, for the next 36 days, will destabilize your mind. You will do things you shouldn’t. Pray the Moti Haptan Yasht along with Meher Nyaish daily.
Lucky Dates: 17, 18, 19, 23