Your Moonsign Janam Rashi This Week –
31 August 2024 – 06 September 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજબરોજના કામો ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. અગત્યના કામો બને તો પહેલા પૂરા કરી લેજો. મુશ્કેલીભર્યા કામો બુદ્ધિ વાપરી સહેલા બનાવી દેશો. બીજાને સલાહ આપી ફાયદો કરી આપશો. ધનને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું ભૂલતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 1, 5, 6 છે.

Mercury’s ongoing rule will enable you to complete your daily chores effectively. You are advised to first complete any important pending tasks. You will be able to resolve any challenging tasks easily by using your intelligence. Your advice will prove beneficial to others. Ensure to invest your money profitably. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 31, 1, 5, 6


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને શુક્રના મિત્ર બુધની દિનદશા ચાલુ થયેલી છે તેથી થોડી ઘણી કરકસર કરવાનું ચાલુ કરી દેજો. તમારા ફાયદા ઉપર પહેલા ધ્યાન આપજો. કામકાજની જગ્યાએ ખૂબ માન પાન મળશે. સાથે કામ કરનારનો સાથ મળશે. અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

The onset of Mercury’s rule suggests that you get down to putting in effort and hard work. Focus on areas of profit for you. You will receive much appreciation and praise at your workplace. Colleagues will be supportive. You will be able to restart your stalled works. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 5


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. વાહન ચલાવતા હો તો વાહન ખૂબ સંભાળીને ચલાવજો. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. તબિયતમાં ખાસ કરીને એસીડીટી તથા માથાના દુખાવાથી પરેશાન થશો. ખાવાપીવા પર ખૂબ ધ્યાન આપજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 1, 3, 6 છે.

Mars’ rule till 24th September advises you to drive/ride your vehicles with great caution. You could get annoyed over small matters. The atmosphere at home will not be cordial. You could suffer from acidity or headaches. Pay great attention to your diet. Pray the Tir Yasht daily.

Lucky Dates: 31, 1, 3, 6


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. ઘરવાળાને ખૂબ આનંદમાં રાખશો. કોઈને મદદ કરવામાં આગળ પડતો ભાગ લેશો. તમે લીધેલા ડિસિઝન પર ચાલવાથી આગળ જતાં ખૂબ ફાયદામાં રહેશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 4, 5 છે.

The Moon’s rule till 26th September will enable you to make small travel plans. You will bring great joy to your family members. You will be the first to reach out and help others. By implementing your decisions, you will profit much in the future. You will meet a favourite person. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 1, 2, 4, 5


LEO | સિંહ: મ.ટ.

05Leo

છેલ્લું અઠવાડિયું સૂર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી સૂર્યની દિનદશા માથાનો દુખાવો આપશે. કોઈપણ વ્યક્તિ સાથે ખોટી માથાકૂટમાં પડતા નહીં. સહી-સિક્કાના કામો આવતા અઠવાડિયા ઉપર રાખજો. હાલમાં કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 31, 3, 5, 6 છે.

This is your last week under the rule of the Sun. The Sun’s descending rule could leave you suffering from headaches. Avoid getting into unnecessary arguments with anyone. Postpone any signing of documentations to next week. Avoid making any investments in this phase. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 31, 3, 5, 6


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. ઓપોઝિટ સેક્સ તરફથી સારો ફાયદો મળી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ચાલુ કામકાજ ઉપર વધુ ધ્યાન આપતા ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

Venus’ rule till 16th September suggests that you complete all your important tasks first. You will benefit well in your transactions with the opposite gender. Financial prosperity is predicted. Focusing on your ongoing work will yield you good benefits. Pray to Behram Yazad daily.

Lucky Dates: 1, 2, 3, 4


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેેક મુરાદ પૂરી થઈને રહેશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. નવા કામમાં સફળતા મળશે. મનગમતી વ્યક્તિ મળવાથી મનને ખૂબ આનંદ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 2, 5, 6 છે.

The onset of Venus’ rule ensures to realise your sincere wishes. You will be able to make purchases for the house. New projects will be successful. Meeting your favourite person will bring you immense joy. Financial prosperity is indicated. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 2, 5, 6


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારી રાતની ઉંઘ અને દિવસની ભુખ બન્ને ઉડી જશે. કોઈ અંગત વ્યક્તિ તમારી સાથે દગો ફટકો કરી શકે છે. 7મી સપ્ટેમ્બરથી શરૂ થતી શુક્રની દિનદશા તમને ભરપૂર સુખ આપીને રહેશે. નવા કામો હાલમાં કરતા નહીં. આવતા અઠવાડિયે ગામ પરગામ જતા નવા કામમાં ફાયદો મેળવશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 3, 4, 6 છે.

The onset of Rahu’s rule will rob you of your sleep and your appetite. Someone close could betray you. Venus’ rule, starting 7th September, will bring you lots of happiness. Do not take on any new projects in the current phase. Going abroad next week will prove profitable to you professionally. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 1, 3, 4, 6


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા સીધા કામો સમય પર પૂરા નહીં કરી શકો. રાહુની દિનદશા તમારી તબિયતને બગાડી દેશે. તેમાં ખાસ કરીને રાતની ઊંઘમાં ખૂબ પરેશાન થશો. ઘરનું વાતાવરણ સારું નહીં રહે. ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 31, 1, 2, 5 છે.

Rahu’s ongoing rule disallows you to complete even your simple tasks in time. Your health could take a beating. You could end up losing your sleep at night. The atmosphere at home will not be cordial. Couples will tend to squabble over petty matters. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 31, 1, 2, 5


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા તમને ભરપુર સુખ આપશે. તમારા માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. જૂની લેતી દેતી પહેલા જ પૂરી કરી લેજો. વડીલ વર્ગ તરફથી કોઈ સારા સમાચાર જાણવા મળશે. ઘરનું વાતાવરણ ખૂબ સારું રહેશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Jupiter’s rule till 24th September will flood your life with happiness. You will get relief from tensions. Ensure to complete any old and pending financial transactions. You will get good news from the elderly. The atmosphere at home will be good. You will be able to cater to the wants of your fmaily members. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 3, 4, 5, 6


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને 26મી ઓગસ્ટથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. થોડી મહેનત કરવાથી અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. ફેમિલીમાં મતભેદ ઓછા થતા જશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. જીવનમાં કોઈ નવી વ્યક્તિ મળવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 1, 2, 4 છે.

Jupiter’s rule, starting 26th August, will help you to restart your stalled works, if you put in a little extra effort. Arguments in the family will reduce. A sudden windfall is predicted. Someone new will enter your life. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 1, 2, 4


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા તમને ખોટી ચિંતામાં રાખશે. કોઈ અગત્યની ચીજ વસ્તુ ગુમાવી જાય નહીં તેનું ધ્યાન રાખજો. ધન કમાવા માટે ખૂબ મહેનત કરવી પડશે. મિત્રો કે સગાઓ સાથેના સંબંધ ખરાબ થવાના ચાન્સ છે બને તો ઓછું બોલવાનું રાખજો. પૈસાની લેતી દેતી કોઈ સાથે કરતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Saturn’s rule till 26th September will keep you absorbed in negative thoughts. Ensure that you don’t lose or misplace any important documents/items. You will need to work very hard to earn money. Your relationship with friends or relatives could get sour – try to speak as minimally as possible. Do not engage in any financial transactions with anyone. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 3, 4, 5, 6

Leave a Reply

*