મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી ડિસેમ્બર સુધી મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલશે. તમને તમારા કામ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. થોડી રકમ કોઈની મદદ કરવામાં ખચર્ર્ કરી શકશો. ફેમીલી મેમ્બરનો સાથ મળવાથી તમારા કામ વધુ સારી રીતે કરી શકશો. ઘરમાં જોઈતી ચીજ વસાવી શકશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. અચાનક ધનલાભ થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.
Jupiter’s rule till 25th December ensures you face no challenges in getting your work done. You will be able to financially help a friend in need. The support of your family members helps in getting your work done more efficiently. You will be able to make purchases for the home. You will be able to meet your favourite person. Sudden windfall is indicated. For mental peace, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 20
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં હેરાન થશો. નાણાકીય બાબતમાં ખેચાતણ વધી જશે. તમારી સાથે કામ કરતી વ્યક્તિ તમને સાથ નહીં આપે. ખોટી ચિંતાથી પરેશાન થશો. બીજાને મદદ કરવા જતા તમે મુસીબતમાં આવી જશો. નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ તમારાથી નારાજ થશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 20, 21, 22 છે.
The onset of Saturn’s rule causes you trouble in petty matters. Financial strain could increase. Your colleagues will not be supportive. Unnecessary worries could cloud your mind. Helping others could land you into trouble. Your seniors at work could get upset with you. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 17, 20, 21, 22
GEMINI | મિથુન: ક.છ.ઘ.
પહેલા 4 દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. લેતી દેતીના કામ પહેલા પુરા કરી લેજો. 20મીથી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. તમારા મોઢા સુધી આવેલા કામ શનિ પુરા થવા નહીં દે. 20મી સુધી તમારા સંબંધોને સાચવી રાખજો ઓછું બોલવાનું રાખજો. નવા કામ હાલમાં લેતા નહીં. ગામ પરગામ જવાનુ ટાળજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
You have 4 days remaining under Mercury’s rule. Ensure to complete any financial equations related to lending or borrowing money. Saturn’s rule, starting 20th November, makes you lethargic. You might not be able to complete works that are nearly done. Try to speak less during this time and secure your relationships. Do not take on any new work projects. Avoid traveling. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 19
CANCER | કર્ક: ડ.હ.
હાલમાં બુધની દિનદશા ચાલુ હોવાથી ધનલાભ મળતા રહેશે. સોશીયલ કામો કરવાથી આનંદમાં રહેશો. કોઈ વ્યક્તિને સાચી સલાહ આપી તેનું દીલ જીતી લેશો. થોડી બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મલવાના ચાન્સ છે. ફેમીલી મેમ્બરના સંબંધમાં સારા સારી રહેવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.
The onset of Mercury’s rule will keep an income stream going on. Social service will bring you much joy. You will win over someone by giving them your sincere advice. Ensure to save and make investments. The employed could expect a promotion at the workplace. Cordial relations with family members will keep the atmosphere at home happy. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 18, 20, 21, 22
LEO | સિંહ: મ.ટ.
24મી નવેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. તમને નાની બાબતમાં ગુસ્સો આવશે. મંગલને કારણે તમારૂં મગજ સ્થિર નહીં રહે. ફેમીલી મેમ્બર સાથે મતભેદ પડતા રહેશે. જે પણ કામ કરો તે મનને શાંત રાખીને કરવાથી નુકસાનીમાંથી બચી જશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 19, 22 છે.
Mars’ rule till 24th November causes you to get angry over small issues. Mars’ influence does not allow you to be stable-minded. Squabbles with family members is predicted. To avoid facing loss, ensure you approach any task with a calm and collected mind. Pray the Tir Yasht daily.
Lucky Dates: 16, 17, 19, 22
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી પહેલા મનને શાંત રાખી અગત્યના કામ પુરા કરી લેજો. કામમાં સફળતા મળતા આનંદમાં આવી જશો. દરેક બાબતમાં ફેમીલી મેમ્બરનો સાથ મળશે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મુસાફરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.
Keep you head cool and complete all your important tasks before 26th November. You will feel much joy in the success of your endeavours. Your family members will be supportive in everything you do. Good news can be expected from abroad. You are advised to make long-term investments. Travel is on the cards. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 18, 19, 20, 22
LIBRA | તુલા: ર.ત.
તમારા પર ચંદ્રની કૃપા હોવાથી ગામ પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. નવા કામ મેળવવામાં સફળ થશો. જૂના રોકાણમાંથી ફાયદો મેળવી શકશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. જે પણ કામ કરો તેમાં સફળતા મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.
The Moon’s ongoing rule brings you good news from abroad, which will make you happy. You will be able to get new work projects. You will be able to retrieve interest from old investments. Catering to the wants of family members ensures a cordial atmosphere at home. You will taste success in all your ventures. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 16, 17, 21, 22
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજથી શરૂ થતી સુર્યની દિનદશા તમારા મનને અશાંત કરશે. સરકારી કામોમાં મુશ્કેલી આવશે. ઘરમાં વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. જો તમે પ્રેશરથી પરેશાન થતા હશો તો દવા લેવામાં આળસાઈ કરતા નહીં. રોજના કામ કરવામાં ખુબ કંટાળો આવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
The Sun’s rule, starting today, tends to cause chaos in your mind. You will face obstacles in government-related works. The health of the elderly at home could go down. Those suffering from Blood Pressure are advised to take their pills on time. You will feel lethargic doing your daily chores. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 17, 18, 19, 20
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી ડિસેમ્બર સુધી મોજશોખમાં દિવસો પસાર કરી શકશો. દરેક બાબતમાં સફળતા મળશે. અપોજીટ સેકસનો ભરપુર સાથ સહકાર મળી રહેશે. શુક્રની કૃપાથી કામકાજમાં વધુ સારા સારી રહેશે. તબિયતમાં સારો સુધારો થશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 18, 21, 22 છે.
Venus’ ongoing rule till 16th December ensures you spend you days in fun and entertainment. You will taste success in all walks of life. You will receive immense support from members of the opposite gender. Venus blesses you with professional prosperity. Health will improve greatly. You could make new friends. Pray to Behram Yazad daily.
Lucky Dates: 16, 18, 21, 22
CAPRICORN | મકર: ખ.જ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી જાન્યુઆરી સુધીમાં ગામ પરગામ જવાના ચાન્સ મળી રહેશે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. એકસ્ટ્રા કામ કરી વધુ ધન મેળવી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ચાલુ રાખજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Venus’ ongoing rule, till 14th January, presents you opportunity to travel abroad. Quarrels between couples will reduce. You will be able to earn extra income by putting in extra work. Ensure to continue investing. Pray to Behram Yazad daily.
Lucky Dates: 17, 18, 19, 20
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા શત્રુઓ તમને ખોટી બાબતમાં ફસાવી દેશે. તમે ખુબ નેગેટીવ વિચાર કરશો. શેર સટ્ટાના કામથી દૂર રહેજો. ફેમીલી મેમ્બર સાથે નાની બાબતમાં નારાજ થઈ જશો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 19, 21, 22 છે.
Ranu’s rule till 6th December has your enemies trying to swindle you unfairly. Your mind will be flooded with negative thoughts. You are advised not to dabble in shares and stocks. You could get upset with family members over small matters. Expensive will increase greatly. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 10, 11, 14, 15
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે કોઈના સાચા સલાહકાર બની તેની ભલી દુવા મેળવી લેશો. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કરકસર કરતા નહીં. તમારા લેણાના પૈસા પાછા લેવા માટે ખુબ સારો સમય છે. થોડી ભાગદોડ કરતા તમારા પૈસા મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 21 છે.
Jupiter’s rule till 24th November has you giving sincere advice to another and receiving their heartfelt blessings. Financial prosperity is indicated. Do not hesitate to make any purchases for the home. This is a great time to retrieve your lent money. With a little effort you will be able to get back the money you loaned others. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 21
- Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024 - Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024