ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન

ઝોરાસ્ટ્રિયન યુથ એસોસિયેશન (ઝેડવાયએ) પુનાએ તાજેતરમાં જ વેલોસિટી એન્ટરટેઈનમેન્ટઝ, પંચગની ખાતે એક ફન, બાવા ડે આઉટનું આયોજન કર્યું હતું, જ્યાં ત્રીસ યુવા સમુદાયના સભ્યો આનંદ માણવા ભેગા થયા હતા. વહેલી સવારની બસ-રાઈડ (પેનોશ ટ્રાન્સપોર્ટ) જ્યાં દરેકને સ્વાદિષ્ટ પોરા-પાવ (વોહુમન કાફે), તરફથી નાસ્તો પીરસવામાં આવ્યો હતો. મૈત્રીપૂર્ણ ગો-કાર્ટ રેસિંગ સ્પર્ધાઓ સાથે જૂથનો ખરેખર આનંદદાયક સમય હતો અને અલબત્ત, દિવસના સ્વાદમાં ઉમેરો કરવા માટે એક સ્વાદિષ્ટ લંચ હતું.
ઝોરાસ્ટ્રિયન યુથ એસોસિએશન પુનાનો ઉદ્દેશ્ય પુનામાં યુવાનોમાં સમુદાયના બંધનોને મજબૂત કરવાનો છે. જેઓ ઝેડવાયએ ના સભ્યો બનવા માંગે છે અને તેની આગામી મનોરંજક પ્રવૃત્તિઓને ચૂકી ન જાય, તેઓ બેહનાઝ નાણાવટી (9975499754) અથવા ઝોઈશ મોતીવાલા (7030535350) સાથે જોડાઈ શકો છો.

Leave a Reply

*