દહાણુની ઈરાની લર્નર્સ એકેડમીએ શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે એવોર્ડ જીત્યો

દહાણુ-જિલ્લા સ્થિત શિરીન દિન્યાર ઈરાની લર્નર્સ એકેડેમી, જે યઝદ એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ ચાલે છે, તેને બીકેસી એમએમઆડીએ ગ્રાઉન્ડસ ખાતે 26મી નવેમ્બર, 2024ના રોજ આયોજિત એક ભવ્ય સમારંભમાં સ્ટાર એજ્યુકેશન એવોર્ડ 2024માં પાલઘર જિલ્લામાં એજ્યુકેશન સપ્લાય એન્ડ ફ્રેન્ચાઇઝ એકસ્પો (ઈએસએફઈ) 2024 ના ભાગ રૂપે શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ પુરસ્કાર, જે શિક્ષણ મંત્રાલય, મહારાષ્ટ્ર રાજ્ય સરકારના સહયોગથી આપવામાં આવ્યો હતો, તે સમગ્ર ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરે છે, જેમણે શિક્ષણમાં અસાધારણ સમર્પણ અને શ્રેષ્ઠતા દર્શાવી છે. શિરીન દિન્યાર ઈરાની લર્નર્સ એકેડમીને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
યઝદ એજ્યુકેશન ટ્રસ્ટ, 1991માં સ્થપાયેલ અને જાહેર ટ્રસ્ટ અધિનિયમ હેઠળ નોંધાયેલ, દહાણુ તાલુકાના યુવા મનના શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે સમર્પિત છે. તમામ ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટીઓનો સમાવેશ કરીને, ટ્રસ્ટનું નેતૃત્વ ગતિશીલ પ્રમુખ પરવેઝ ઈરાની અને ઉપપ્રમુખ બાનુગોશાસ્પ ઈરાની કરે છે. આ વર્ષે, ઇન્ટરેક્ટ ક્લબ ઓફ દહાણુ દ્વારા શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે રોટરી ક્લબ ઓફ દહાણુએ આગળ શાળાને પ્રતિષ્ઠિત ક્રાંતિ જ્યોતિસાવિત્રીબાઈ ફૂલે શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ પ્રીતિ ઠક્કર, પ્રિન્સિપાલ શિરીન દિન્યાર ઈરાની લર્નર્સ એકેડેમી, ઓક્ટોબર 2024માં, શ્રેષ્ઠ પીટી ટીચર સાથે એવોર્ડ એનાયત કર્યો હતો.

Leave a Reply

*