નવાં વર્ષ સાથે નવી ખુશીઓ!

સમયચક્ર છે, એવું જ આ વર્ષનું ચક્ર છે. સમાજને આપણે સત્ય, શિવમ, સુંદરમ સ્વરૂપ આપવું છે દિલની સાથે લગનથી જીવનને યોગ્ય દિશામાં ગતિ આપવાના આપણા પ્રયત્નો.. નવા વર્ષનું નવલું પ્રભાત સર્વ પ્રજાજનો માટે યશસ્વી ફળદાયી, તંદુરસ્તી અર્પે એવી શુભકામના સહ સૌને નવાં સાલના અભિનંદન…
મનને ખુલ્લુ રાખો: ઉંમર ગમે તે હોય, સમય અને જમાનાની સાથે તાલ મિલાવો. નવું નવું જાણવાની અને શીખવાની તમન્ના વ્યક્તિને તરોતાજા અને નિત્ય યુવાન રાખે છે. જિંદગીની અડધી સદી વટાવી ચૂકેલા બહેનો કમ્પ્યુટર શીખી રહ્યા છે. તેમને એમાં આનંદ આવે છે. તેઓ કહે હું જીવન પ્રત્યે જેટલી આશાવાદી રહું છું એટલી જ વધુ ખુશ રહુ છું. ફરિયાદોથી હું હમેશા મારી જાતને દૂર રાખવાનું કોશિશ કરૂં છું. જિંદગી પ્રત્યે ખરાબ યાદો જેટલી ઓછી હશે. તેટલી તે વધુ સારી લાગશે. જિંદગી જેટલી સારી લાગો જેટલું મન વધુ ખુશ રહેશે.
શરતી નથી ખુશી: શું બહેનોની જેમ તમારી ખુશીઓ પણ આવી શરતોમાં બંધાયેલી છે? આ મળશે તો હું ખુશ થઈશ તે મળશે તો હું ખુશ થઈશ. શું એ સિવાય ખુશ રહેવું શકય નથી? હકીકતમાં ખુશ રહેવાનો સાચો કીમીયો એ છે કે આપણી પાસે જે નથી એનાં કરતાં આપણી પાસે જે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જે પરિસ્થિતિઓ નિયંત્રણની બહાર છે તેના વિશે વિચારીને શું વળવાનું? દિવસમાં હસવાના કેટલા મોકા મળ્યા એ યાદ રાખીયે.
એક આઈરિશ કહેવત છે કે તમારા દુ:ખ નહીં, સુખ ગણો. દુશ્મન નહીં દોસ્ત ગણો. ફરવા ના જવાયુ,ં બચત ન થઈ, બાળકો ભણવામાં હોશિયાર નથી, પતિને પ્રમોશન મળતું નથી. આવા બધા અફસોસ કરવાથી શું મળવાનું? ઘણા બધા સંગોજોને આપણે બદલી શકતા નથી. બદલી શકીએ છીએ માત્ર આપણો અભિગમ. ખુશી શોધવાનો મતલબ છે જે ક્ષણો જે દિવસો સામે છે. તેની ઉજળી બાજુ જોઈએ. ખુશ રહેવું એ ઘણા બધા અંશે આપણા હાથમાં છે. નવા વર્ષે ખુશ રહેવાના કેટલાક સરળ ઉપાયો જાણીને તે અજમાવશો તો જિંદગી હમેશા બની રહેશે. ખુશીઓનો ખજાનો ખેલદિલી અપનાવો.
જીવનમાં સફળતા-નિષ્ફળતા મહત્વના નથી, સારી રીતે જીવવું જ મહત્વનું છે. બીજા પાસે એવું ઘણું હશે જે તમારી પાસે નથી, પરંતુ એથી શું તમારી પાસે પણ એવું ઘણું છે જે બીજા પાસે નથી વિશેષજ્ઞો કહે છે કે તમે કેટલા વધુ ખુશ થયા તે મહત્વનું નથી મહત્વનું છે તમે કેટલીવાર ખુશ થયા. બીજાની પાસે જે છે તેની ઈર્ષા ન કરો. અન્યની સારી બાબતનોની કે વસ્તુઓની પ્રશંસા કરો. અન્યની સફળતાને બિરદાવો બીજાની નિંદા કે ટીકા કરવાનું ટાળો એનાથી આપણી શક્તિનો જ વ્યય થાય છે. ખેલદિલ વ્યક્તિ હમેશા ખુશ રહે છે.
પ્રવૃત્ત રહો: હમેશા તમારા રસની કોઈ પ્રવૃત્તિ કરતા રહો. ડિપ્રેશન, કંટાળો અને નિરસતાને દૂર ભગાવવાનો એ અકસીર ઉપાય છે. શોખની એકાદ પ્રવૃત્તિ જીવનને રસમય બનાવે છે. તમને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ જેવી કે રસોઈ, સીવણકામ, બાગકામ, વાચન, પ્રવાસ વગેરે કરતા રહો અને તેમાંથી મળતા આનંદનો અનુભવ કરો.
અન્યને કશુંક આપતા રહો: એક કુરિયર કંપનીનો ડિલીવરી બોય લોકોને પત્રો અને પાર્સલો પહોંચાડવાનું કામ કરતો. આ કામ કરતાં કરતાં તે કંટાળી ગયો તે નાખુશ રહેવા લાગ્યો તેણે એક તરકીબ શોધી તે રોજ એક પ્રેરણાત્મક સુવાકય શોધતો અને જેને પત્ર કે પાર્સલ પહોંચાડવા જતો તેને એક ચબરખીમાં આ સુવાકય લખીને ભેટ આપતો. શરૂઆતમાં તો બધાને આ થોડું વિચિત્ર લાગ્યું પણ પછી લોકો તેની પ્રતીક્ષા કરતા લાગ્યા કયારે તે આવે અને તેમને પ્રેરણાના નવા શબ્દો આપે હવે તે ડિલીવરી બોય જીવનનો એક નવો હેતું શોધી કાઢયો હતો પણ સાથે સાથ તે અન્યને પણ ખુશ કરતો.
કહેવાનું તાત્પર્ય એ જ કે ખુશી આપવાથી જ મળે છે. તમે અન્યને તમારી શુભેચ્છાઓ ફૂલો, નાની ભેટ, પ્રોત્સાહન કે પ્રશંસાના બે શબ્દો ગમે તે આપી શકો છો. જેનાથી તેમને તો આનંદ મળશે જ પણ સાથે સાથે તેમના ચહેરા પર છલકાતી ખુશી જોઈ તમે પણ ખુશીથી છલકાઈ જશો.
દિલ ખોલીને હસો: આજથી વ્યસ્ત, સ્પર્ધાત્મક અને તણાવભરી જિંદગીમાં આપણે દિલ ખોલીને હસવાનું લગભગ ભૂલી ગયા છીએ. હાસ્ય એ બધા રોગોનો રામબાણ ઈલાજ છે. એક અમેરિકન પ્રોફેસરને કરોડરજ્જૂની બીમારી હતી અન્ય પણ ઘણી શારિરીક તકલીફો હતી તેમણે પ્રયોગ કરીને જોયું કે રોજ દસ મિનિટ ખડખડાટ અને સાચુકલું હસવાથી તેમની પીડા ઘણી બધી ઓછી થઈ જતી હતી. હસવાથી શરીરમાં ‘એન્ડોફીન’ નામનો હોર્મોન ઉત્પન્ન થાય છે. જે પીડાનો અહેસાસ દૂર કરી મનને આરામ અને ખુશીનો અહેસાસ કરાવે છે.
દરરોજ પાંચ કે દસ મિનિટ દિલ ખોલીને હસો-બાળકો સાથે થોડો સમય વિતાવો. તેમની નિર્દોષ ધીંગામસ્તી, કાલીઘેલી વાતો અને હમશા પ્રફુલ્લિત રહેવાની વૃત્તિ તમારો તણાવ દૂર કરી દેશે. અને તમારૂં મન ખુશીથી છલકાઈ જશે. બને તો દરરોજ થોડા સમય બાળક બની જાવ પછી જુઓ ખુશી બચીને કયાં જશે?
તમારા રૂમની બારી ખોલી આકશી, અનંત વિશાળ આકાશને જુઓ તેની અનંતતાને તમારા અંતરમાં ઉતારવાનો પ્રયત્ન કરો ઉંડો શ્ર્વાલ લો અને કુદરતની સાથે એકાકાર થઈ જાઓ. નવું વર્ષ નવી ખુશીઓ તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે તેને અપનાવી લો ખુશી વહેંચો, ખુશ રહો.
એક નવો દિવસ, નવી ઈચ્છાઓ, નવા સપનાઓ…
ભગવાન આપણી સાથે જ છે અને તેથી જ આજ સુધી આપણે આનંદથી જીવીયે છે. આવનાર વર્ષોમાં પણ ભગવાન આપણી સાથે જ રહેશે. અને આપણું જીવન પણ સુખ-શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર રહેશે.

Leave a Reply

*