મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં રાહુની દિનદશા 3જી ફેબ્રુઆરી સુધી ચાલશે. તમે ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. જ્યાંથી પોઝીટીવ રીઝલ્ટ આવશે તેવું વિચાર્યુ હશે ત્યાંથી નેગેટીવ રીઝલ્ટ આવે તો નવાઈમાં પડી જતા નહીં. રાહુ તમને નાણાંકીય બાબતમાં પરેશાન કરશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 31, 2, 3 છે.
Rahu’s rule, till 2nd February, will have you shrouded in worry. You should not be surprised if you get negative results from areas you were expecting positive ones. Financially, you could feel strained. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 28, 31, 2, 3
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામકાજની સાથે કોઈના મદદગાર બનશો સાથે ચેરીટીનું કામ પણ કરી શકશો. નાના ધનલાભ મલતા રહેશે. વધુ મહેનત કરવાથી વધુ ધન મેળવી શકશો. ફેમીલી મેમ્બરનો સાથ સહકાર મળતો રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.
Jupiter’s rule till 22nd January renders you being helpful to others at the workplace as well as doing a bit of charity. Small benefits are indicated. Working extra will earn you greater income. Family members will be supportive. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 29, 30, 1, 2
GEMINI | મિથુન: ક.છ.ઘ.
હવે તો તમે પણ ધર્મના દાતા ગુરૂની શુભ નજરમાં આવી ગયા છો. જૂના કામ કરતા નવા કામને વધુ મહત્વ આપજો. ઈન્કમમાં વધારો થશે. કોઈપણ કામમાં ઉતાવળ કરતા નહીં. સગાસંબંધીઓને મદદ કરી શકશો. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણતા મનને શાંતિ થશે.
શુકનવંતી તા. 28, 31, 2, 3 છે.
With the onset of Jupiter’s auspicious rule, you are advised to focus more on new projects as compared to old ones. An increase in income is predicted. Do not make haste in anything. You will be helpful to relatives and close friends. The atmosphere at home will be peaceful. For mental peace, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 28, 31, 2, 3
CANCER | કર્ક: ડ.હ.
હાલમાં તમે શનિની દિનદશામાંથી પસાર થઈ રહ્યા છો. તમારા કામ કરવામાં ખુબ કંટાળો આવશે. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારનો સાથ નહીં મળે. સગાસંબંધીઓ સાથે વ્યવહાર ઓછો કરી નાખશો. તમને કોઈને પણ મળવાનું મન નહીં થાય. આળસને ઓછી કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.
Saturn’s ongoing rule makes you feel very lethargic to do any work. Colleagues at the workplace will not be cooperative. Your friendship with friends and relatives will reduce. You will not feel like meeting anyone. To reduce the lethargy, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 29, 30, 31, 1
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. તમે કરકસર કરવામાં સફળ થશો. તમારા રોજબરોજના કામ વીજળીવેગે પુરા કરી શકશો. બીજાના સાચા સલાહકાર બની શકશો. બને તો ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. બાળકોની ચિંતા ઓછી થતી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 30, 31, 1 છે.
Mercury’s rule till 18th January helps you save money. You will be able to complete your work at lightning speed. You will be able to give sincere advice to someone. Try to invest money. Worries about children will reduce. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 28, 30, 31, 1
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બરથી બુધની દિનદશા શરૂ થયેલી છે. 17મી ફેબ્રુઆરી સુધીમાં તમારા બેન્ક બેલેન્સમાં વધારો થશે. હીસાબી અને લેતીદેતીના કામ પહેલા પુરા કરી લેજો. માથાનો બોજો ઓછો કરવા એકસ્ટ્રા કામ કરી શકશો. જૂના ઈનવેસ્ટમેન્ટથી ફાયદો થશે તે પહેલા લઈ લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 30, 1, 3 છે.
Mercury’s rule starting 24th December till 17th February, will ensure to increase your bank balance. Prioritize the completion of any banking or financial work. To reduce mental pressure, you will be able to do more work. You are advised to withdraw profits made from old investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 1, 3
LIBRA | તુલા: ર.ત.
મગજનું બેલેન્સ નહીં રાખી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. આજુબાજુ તથા સગાસંબંધીઓ સાથે નાની બાબતને લીધે મતભેદ પડશે. ઘરમાં ખોટા ખર્ચા કરવા પડશે. ફેમીલી મેમ્બર નાની બાબતમાં નારાજ થઈ જશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 31, 1, 2 છે.
You will not be able to maintain mental balance. You could lose your temper over petty matters. Misunderstandings could arise with those around you or with family and friends, over non-issues. You might have to incur unnecessary home expenses. Family members could get upset over small issues. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 28, 31, 1, 2
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામ પુરા કરીને મુકશો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. રીસાયેલા પ્રેમી પ્રેમીકાને મનાવી લેવામાં સફળ થશો. તમારા મનની વાત માની જે કામ કરશો તે કામમાં સફળતા મળશે. ધનની ચિંતા ઓછી થતી જશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી થતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.
The onset of the Moon’s rule ensure that you complete all your tasks. You could get opportunities to travel abroad. You will be able to win over your upset better half. You will taste success if you listen to the voice in your head guiding you. Monetary problems will reduce. Catering to the wants of family members will bring a joyous atmosphere at home. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 28, 29, 30, 31
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
હાલમાં કોઈપણ કામ સીધી રીતે પુરા નહીં કરી શકો. સુર્યને લીધે થોડુ કામ કર્યા પછી થાકી જશો. સરકારી કામો પુરા કરવામાં માટે ખુબ મહેનત કરવી પડશે. માથાના દુખાવા તથા આંખની બળતરાથી પરેશાન થશો. સુર્યની ગરમી ઓછી કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.
You will not be able to complete any task easily due to the ongoing Sun’s rule. You will feel tired after doing just little work. Completing any govt-related works will call for lots of effort. You could suffer from headaches or heat in the eyes. To reduce the heat of the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 29, 30, 1, 2
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. મોજશોખ સાથે શાંતિમાં દિવસો પસાર કરી શકશો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. ધણી ધણીયાણીના સંબંધમાં ખુબ સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 30, 1, 3 છે.
Venus’ rule till 14th January has you spending your days having fun and in peace. You are advised to speak your mind to the person you wish to. Relations between couples will blossom. Pray to Behram Yazad daily.
Lucky Dates: 28, 30, 1, 3
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખમાં વધારો થશે. નવી વ્યક્તિની મુલાકાતથી આનંદમાં આવી જશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગામ પરગામ જવાનો ચાન્સ મળશે તથા ધનલાભ પણ થશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પુરી કરજો. ઘરમાં આનંદનું વાતવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 31, 2, 3 છે.
The onset of Venus’ rule, brings about an increase in your inclinations towards fun and entertainment. Meeting someone new will bring you much joy. Financial prosperity is indicated. You could get opportunities to travel abroad and profits are indicated. You are advised to first cater to the wants of family members. The house will bear a happy atmosphere. Pray to Behram Yazad daily.
Lucky Dates: 29, 31, 2, 3
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. રાતની ઉંઘ ઉડી જશે. ઓછો ખર્ચ થવાની જગ્યાએ ખર્ચમાં વધારો થશે. સગાસંબંધી નાની બાબતમાં તમારાથી નારાજ થશે. ફેમીલી મેમ્બર સાથે મતભેદ થશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.
Rahu’s tule till 5th January has you trouble with unnecessary expenses. You could lose your sleep. Instead of lesser expenses, you will incur more expenditures. Relatives and close friends could get upset with you over petty matters. Squabbles with family members is predicted. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 28, 29, 30, 1
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024