પત્ની: પ્લીઝ આ વખતે મારા જન્મદિવસ પર મને એપલ કે બ્લેકબેરી અપાવજો.
પતિ: અરે ગાંડી, તું કાકડી કે પપૈયું ખા. આજ કાલ એની સીઝન છે!
***
પત્નીના જન્મદિવસે કંજૂસ પતિએ તેને પૂછ્યું: ત્યારે ગિફટમાં શું જોઇએ છે?
પત્નીએ ઇશારામાં કહ્યું, મને એવી વસ્તુ લાવી આપો જેમાં બેસતા જ હું સેક્ધડમાં ઝીરોથી 100 પર પહોંચી જાઉં.
પતિએ બીજા દિવસે વજનકાંટો લાવી આપ્યો.
***
ચંગુ: યાર હું તીર્થયાત્રાએ જાઉં છું. વિચારૂં છું કે દારૂ છોડી દઉ.
મંગુ: અરે આ તો ખૂબ સારી વાત છે, તેમાં વિચારવાની શી જરૂર છે?
ચંગુ: પણ મારા બધા મિત્રો ખૂબ જ વિચિત્ર છે, તેમની પાસે છોડીશ તો બધાએ દારૂ પી જશે!
***
મુસાફર: તમે પૈસા આપવામાં ભૂલ કરી છે.
બુકિંગ ક્લાર્ક (ખિજાઇને): તમારે પૈસા ગણીને લેવા જોઇએ ને..
મુસાફર: સારી વાત છે, તમારી મરજી હું તો તમે વધારે આપી દીધેલા.
100 રૂપિયા પાછા આપવા આવ્યો હતો.
***
પત્ની: મારા ભાઇને જમવા માટે તો પૂછો, કેમ આમ કરો છો?
પતિ: સાળા સાહેબ, તમે ભોજન કરીને આવ્યા છો કે ઘરે જઇને જમશો?
***
વેઇટર: મેમ તમારા માટે કંઇ લાવું.
છોકરી: ભાઇ મારા માટે પેલો શાકવાળો રોટલો લાવજો.
વેઇટર: હેં, શું લાવું?
છોકરો: ભાઈ ગામડાની છે, એ પિત્ઝા માગે છે, લઇઆવો.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025