ગણતંત્ર દિવસ

ગણતંત્ર શું છે અને ગણતંત્રનો અર્થ શું છે? ગણતંત્રનો અર્થ થાય છે જનતા માટે જનતા દ્વારા શાસન. 26 જાન્યુઆરીના 1950ના રોજ આપનો દેશ ગણતંત્ર દેશના રૂપમાં સામે આવ્યો હતો. આ દિવસ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ લખાયેલું છે અને તે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. બંધારણનું નિર્માણ ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં પૂરું કર્યું હતું. જયારે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં 395 લેખ, 8 અનુસૂચિ હતી. આ બંધારણમાં 22 ભાગ હતા. બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્યો હતા. 24 નવેમ્બર 1949 બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સભ્યોમાં 15 મહિલા હતી. આપણા બંધારણની હસ્તલેખિત પાંડુલિપિ એક ખાસ પ્રકારનાં ચર્મપત્ર પર તૈયાર કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે તે 1 હજાર વર્ષથી વધુ સમય માટે સલામત રહી શકે છે તથા સુક્ષ્મસજીવો અથવા ધૂમ્રપાનથી તેને કોઈ નુકસાન પહોંચાડી નહીં શકે. પાંડુલિપિ 234 પાના ધરાવે છે, તેનું વજન કુલ 13 કિલો છે.
બંધારણ અમલમાં આવ્યા પહેલા જ 26 જાન્યુઆરીનું ઘણું મહત્વ હતું કારણ કે રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં 1929માં યોજાયું હતું. આમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો બ્રિટિશ સરકારે 26 જાન્યુઆરી 1930 સુધીમાં ભારતને ઉપનિવેશનું પદ નહીં આપે તો ભારત પોતાને સંપૂર્ણ સ્વતંત્ર બનાવશે. આ બાદ જ્યારે બ્રિટિશ સરકારે કંઇ કર્યું નહીં, ત્યારે કોંગ્રેસે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનો નિર્ણય કર્યો.

Leave a Reply

*